________________
-
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથો
એટલે કે જીવમાત્રને પિતાના જેવાજ જેવા, જાણવા અને અનુભવવા તે અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ છે. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તે જીવમાત્ર પ્રત્યે નિર્ચાજ પ્રેમ રાખવો-કેળવવો તે પૂરા અર્થમાં અહિંસા છે. આ પ્રકારની અહિંસા સાથે બીજા ચારે વ્રતે અભિપ્રેત છે, એટલે કે એની સાથે જ એ સંકળાયેલ છે. અહિંસા વગર સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળી શકાય જ નહિ, એવું અહિંસાનું વ્યાપક અને તેજીલું
સ્વરૂપ છે. ત્યાર બાદ (૨) સંયમ એટલે જે ગુણધર્મ આપણે જીવનમાં પ્રગટાવવો છે – જે દયેયને લક્ષ્યમાં રાખીને આપણે ચાલવું છે તેનાથી આડે માગે કે ઊંધા માગે આપણને દેરી જાય એવા મનના અને ઈન્દ્રિના વલણને દસેય તરફ ખેંચી રાખવા તે સંયમ અને (૩) તપ એટલે મનને અને શરીરને એવી રીતે તૈયાર કરવા કે જેથી અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો, પરિસ્થિતિઓ કે સંવેદને વચ્ચે પણ વ્યાકુળ, વ્યગ્ર કે ક્ષુબ્ધ ન બની જઈએ. પણ સ્વસ્થ (વરૂપસ્થ) અને શાન્ત રહી શકીએ. આ ત્રિવેણી સંગમ એ જ તાત્વિક ધર્મ-નિશ્ચય ધર્મનું વ્યવહારુ સ્વરૂપ છે. જીવનમાં ઊતરેલે આ ધર્મ એ સંજીવની જે કે ચિંતામણું જેવો બની રહે છે. આ ધર્મ જેના જીવનમાં ઉતર્યો ન હોય અને બહારના જીવનમાં તે જીવ ગમે તેટલી અને ગમે તેવી કિયા-કરશું કરતો હોય, તપશ્ચર્યા કરતો હોય, પ્રાર્થના કે અનુષ્ઠાન કરતો હોય તેમાં કંઈ સાર નથી હોતો.
ભાવશૂન્ય ક્રિયા એટલે જ યશોવિજયજી મહારાજે તેજીલી વાણીમાં ચાબખા મારતા ઉબોધન કર્યું -
તુમ કારણ તપ-સંજમ-કિરિયા, કહો કહાં લોં કીજે; તુમ દરશન બિના વેહિ સબ જુકે, અંતર ચિત્ત ન ભીજે
ચેતન ! અબ મેહે દરશન દીજે. આમ આત્મગુણ-નિજ સવભાવનો સાક્ષાત્ અનુભવ-સાક્ષાત્ દર્શન થયા વિના બહારનું બધું લૂખું-સૂકું અને ખોટું હોય છે. એટલે જ પછી એ મહાત્માએ જ્ઞાન અને ક્રિયાને સમન્વય કરતાં કહ્યું :
ક્રિયા મૂઢમતિ કહે જન કે, જ્ઞાન ઔર કે પ્યારે; મિલત ભાવ, રસ ઉમે પ્રગટત તું દેસે ત્યારે.
ચેતન અબ મેહે દરશન દીજે. કિયાવાદીઓ માત્ર કિયાને-અહારના અનુષ્ઠાને જ મહત્ત્વ આપતા હોય છે તેથી ક્રિયાજડ બની રહે છે. અને જ્ઞાનવાદી એટલે કોરી તત્ત્વજ્ઞાનની વાતો કરનાર “જ્ઞાન ને જ મુખ્ય માની શુષ્કજ્ઞાની બની રહે છેઃ ત્યારે અહીં શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જ્ઞાન અને કિયામાં જ્યારે ભાવ-પરિણામધારા-મળે છે ત્યારે એ બન્નેમાં અનેરે રસ રેડાય છે. અર્થાત્ એ બન્ને ચેતનવંતા બને છે તેથી જ કલ્યાણ મંદિરના રચનાર મહામુનિ સિધ્ધસેન દિવાકરે નીચેના કાવ્યમાં બુલંદ અવાજે પડકાર કર્યો
आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या। जातोऽस्मि तेन जनबांधव! दुःखपात्रम्
यस्मात् क्रिया: प्रतिफलन्ति न भावशून्याः॥ હે જનબાંધવ! મેં આપને સાંભળ્યા છે, આપનું બહુમાન પણ કર્યું છે, આપનું દર્શન પણ કર્યું છે. પણ ખરેખર, અત્યારે મને લાગે છે કે એ બધી ક્રિયાઓ કરતી વખતે, ભક્તિપૂર્વક–ભાવથી મેં આપને હૃદયમાં ધારણ કર્યા નથી....પરિણામે હું દુઃખનું (જન્મ-મરણરૂપી દુઃખનું) ભાજન થઈ રહ્યો છું. તેથી એ સિદધ થાય છે કે ભાવ વગરની-અંતરના પરિણામ વગરની કઈ કિયા ફલાવતી બનતી નથી. તવદર્શન
[૩૨ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org