________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હકીકત છે. પછી કોઈ પૂછે તો કહીએ કે ફલાણા ભાઈ તે ગયા--અવસાન પામી ગયા. એટલે આ સિદ્ધ થાય છે કે, દેહ એ હું નથી પણ મંદિરમાં જે રહેનાર છે તે જ ખરે “હું” છું. અને એ હું એટલે દેહમાં જે વસતા હતા તે આત્મા : તે “વરતુ' તરીકે આપણે આપણા આત્માને ગણવો જોઈએ. તેથી આત્માને ગુણધર્મ એ જ વાસ્તવિક રીતે મારે ગુણધર્મ ગણાય. ઉપરના કાવ્યમાં કહ્યું છે તેમ મહર્ષિઓએ-જ્ઞાનીઓએ, એ જ આત્મતત્ત્વને અનુભવ કર્યો અને પછી કહ્યું:
આત્માને કેમ તે પરમ આનંદ છે." મતલબ કે, એ પરમ આનંદ એ જ મારે એટલે કે આત્માને સહજ સ્વભાવ કે સહજ ઘર્મ છે, વીતરાગ દેવોએ ધનું જે લક્ષણ સમજાવ્યું- “વધુ સદા ધમ્માં તેનું આજ રહસ્ય છે....અન્યદર્શનકારે એ જેમ આભાના સહજ ધર્મ ‘શિવાનં રૂપે સમજાવ્યો તેમ વીતરાગ દેએ અનુભવના અર્કરૂપે પ્રતિપાદન કર્યું કે શાન રન અને રાત્રિ એ આત્માને સહજ ગુણધર્મ છે. જ્ઞાનચેતના (જાણવું તે) દર્શનચેતના (જેવું તે) અને ચારિત્ર એટલે ક્રિયાશકિત. (માણવું તે) આ આત્માને સહજ ગુણ છે. તેને લીધે - સાદે અને સરળ અર્થ થાય - જાણવું જોવું અને માણવું – ( અનુભવવું). પરંતુ જ્યાં સુધી માનવમાં રહેલે અનંતરાત્મા (દૈત્યપુરુષ) જાગ્રત થયો નથી, પિતાના ભાનમાં આવ્યું નથી ત્યાં સુધી એ જે કાંઈ જુવે છે, જાણે છે કે અનુભવ કરે છે તે સમ્યફ પ્રકારનું નથી હોતું - અથોતું સંસારદશાનું હોય છે. માટે એ સમ્યગુ દર્શન, સયગજ્ઞાન અને સચકચારિત્ર કહેવાય નહિ. એટલે સાચો ધર્મ તે એ કહેવાય કે જ્યારે આત્મા, જીવનવ્યવહારમાં પિતાના સહગુણ (સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્મચારિત્ર) ને પ્રગટ કરે....જેમ સત્, ચિત્, આનંદ (સચ્ચિદાનંદ) એ આત્માને ગુણ છે. તેમ જ્ઞાન-ન-વારિત્ર પણ આત્માને જ ગુણ છે. બીજા શબ્દોમાં કહીએ તે, એ બને પર્યાયવાચક શબ્દ છે. અને સમાન અર્થના દ્યોતક છે; તે એ ગુણને જીવનમાં કેવી કેવી રીતે પ્રગટ કરે? એને વ્યવહારુ માર્ગ ? વીતરાગદેએ અર્થગંભીર એવા માત્ર શબ્દમાં જ એ વ્યવહારુ માર્ગ બતાવ્યું છે. અને એ શબ્દ જૈન સમાજમાં એટલા બધા પ્રચલિત છે કે એ સાંભળતાં જ માણસના મતીઓ મરી જાય ! એની જિજ્ઞાસાને પાર ઊતરી જાય! એને એમ લાગી જાય કે આ તે અમે ઘણી વાર સાંભળ્યું છે. ભગવાન મહાવીરે પિતાની દિવ્યવાણીમાં ફરમાવ્યું કેઃ
धम्मो मंगलमुक्किळं, अंहंसा-संजमो-तवो। देवावि तं नमस्संति, जस्स धम्मे सया मणो॥
દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૧, ગાથા-૧, “વધુ દાવો છો એ તાત્ત્વિક વ્યાખ્યાને જીવનવ્યવહારમાં મૂર્તિમંત કરવા માટે જ ધર્મનું આ વ્યવહારુ (પ્રેકિટકલ) સ્વરૂપ કહ્યુંઃ-૧- અહિંસા, ૨-સંયમ અને ૩- તારૂપી ત્રિવેણીને જેમાં સમાવેશ થાય છે તે ધર્મ. એવો ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. એના જેવું શાશ્વત મંગળ બીજું કોઈ નથી- કે બીજે કયાંય નથી. શ્રી મહાવીર ભગવાનને એ અભિપ્રાય છે કે, જેઓના મન આવા, ધર્મમાં સદાય રમમાણ છે તેવા માનને દેવો પણ પૂજે છે.
હવે એ શબ્દ ત્રિપુટીને આપણે જરા વિગતથી સમજીએ. પ્રથમ અહિંસાને આપણે સામાન્યરૂપે સમજી લઈએ. અહિંસાને શબ્દાર્થ અદૃા એટલે હિંસા ન કરવી તે અહિંસા. ત્યારે હિંસા એટલે શું? એ પ્રશ્ન થશે. તત્ત્વાર્થ સૂત્રમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. “પ્રમત્તથી પ્રાથi દિક્ષા” પ્રમાદવાળા વેગથી (મન-વચન-કાયાથી) કોઈના પ્રાણને ચેટ લગાડવી તે હિંસા. એવી હિંસા ન કરવી તે અહિંસા. આ નિષેધાત્મક અહિંસાનું વિધાન થયું. એટલે તે અધૂરી વ્યાખ્યા થઈ ગણાય. પૂરી વ્યાખ્યા કરવા માટે તેનું વિધેયાત્મક વરૂપ સમજવું જોઈએ. અને તે આ પ્રમાણે છે.
"आत्मवत् सर्व भूतेषु यः पश्यति स पश्यति" "सव्वभूयप्प भूयस्स सम्मं भूयाई पासओं"
દશબેકાલિક સૂત્ર, અ૦ ૪, ગાથા-૯, Jain :ચિંતનીય વિચારધારા
www.jainēlibrary.org
For Private & Personal Use Only