SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ “ધરમ ધરમ કરતે જ સડુ ફિરે, જાણે ન ધર્મને મર્મ-જિનેશ્વર ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ-જિનેશ્વર ધર્મ જિનેશ્વર ગાઉ હે રંગથી ધર્મ-ધર્મ તે સૌ કઈ કટતા હોય છે પણ ધર્મના મર્મને – રહસ્યને કઈ જાણતું નથી. ધર્મનું વાસ્તવિક ચરણ પકડી શકે તે પછી સંસારમાં રખડે નહિ. તે પછી એ ધર્મ કયી રીતે પામી શકાય ? પિતાને શ્રાવક તરીકે ઓળખાવતા જેને, પિતાને નિચ અનુષ્કાનમાં-પ્રતિક્રમણ વખતે હંમેશાં બોલે છે : ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય; ધર્મ વિવેકે નીપજે, જે કરીએ તે થાય. મહાપુરુષએ કહેલા ઘર્મનું રહસય અહીં છતું થાય છે. મતલબ કે ધર્મ ક્યાંય નીપત નથી કે ધર્મ ક્યાંય વેચાતું નથી. માણસમાં જે વિવેકષ્ટિ ખલે તે એ ધર્મ નિપજાવી શકે છે અને આચરણ કરે તે એ માનવી ધર્મ પામી શકે છે. ટૂંકમાં, ધર્મ એ બહારની વસ્તુ નથી, પણ અંતરની વસ્તુ છે. એટલે જ ધર્મની જેને પ્રાપ્તિ થઈ છે એવા પુરુષે કહે છે : ધર્મ છે જીવને એક સારો સખા, અંતમાં સંગ તે આવનારે; ધર્મ કલાંતિ હરે, હૃદય શાંતિ ભરે, મેક્ષને પંથ તે લઈ જનાર, ધર્મ જ જીવન એક સાચો મિત્ર છે, ધર્મ જ સદાને માટે સાથે રહેનાર છે. જેના અંતઃકરણને ધર્મને પર્શ થયે તેને દુઃખ કે અશાન્તિ હોય જ નહિ, પણ અંતરમાં શાન્તિ અને શીતલતા જ વર્તાય, એટલું જ નહિ પણ એ જ ધમ જીવને આત્યંતિક મુકતદશાને અનુભવ કરાવે છે. આ બધે ધર્મને જ પ્રતાપ હોય છે. ધર્મને આવો પ્રભાવ અને આવું રહસ્ય સાંભળ્યા પછી જિજ્ઞાસુની અધીરતા જરૂર વધી જાય. પ્રશ્ન થાય કે તે પછી ધર્મ, એ શું વસ્તુ છે? એ તે કહો? વસ્તલક્ષી ધર્મ શ્રી વીતરાગ પ્રભુએ, બધા વાદ-વિવાદથી પર અને સર્વમાન્ય એવું ધર્મનું સ્વરૂપ સમજાવતા કહ્યું : ‘વધુ સદાવો ઘ' વસ્તુન-પદાર્થને જે સહજ રવભાવ – સહજ ગુણ એ જ ધર્મ - માત્ર આટલા જ નિરુપણથી સામાન્ય માનવી ધર્મને સમજી ન શકે- આ તે તાવિક રજુઆત થઈ ગણાય. એટલે એનું વ્યવહારુલેકગમ્ય – સ્વરૂપ સમજાવતાં એક ભકત કવિએ સાદા કાવ્યમાં જણાવ્યું - વસ્તુને સ્વરૂપમાં જે ધરી રાખતે, “ધર્મમાં તેને કહે તત્ત્વદ આત્માને ધર્મ તે પરમ આનંદ છે, જાણતા-માણતા તે મહર્ષિ.” વસ્તુને-પદાર્થને જે પિતાના વરૂપમાં ધરી રાખે, પકડી રાખે તેને જ તત્ત્વટાટાઓ ધર્મ કહે છે. જેમ કે સાકરને ગુણધ શું? જવાબ મળે કે મીઠાશ અથવા ગળપણ. હવે મીઠાશને ગુણ જેમાં ન હોય એવો મજાનદેખાવમાં બરાબર સાકરના ટુકડા જે કઈ પાંચિકે મળે તે એને આપણે સાકર નહિ કહીએ. કારણ કે એમાં મીઠાશ નથી હોતી. હકીક્તમાં સાકરની સાથે જ એને ગુણધર્મ-મીઠાશ રહેલ છે. એવું નથી હોતું કે પહેલાં સાકર ઉત્પન્ન થઈ ને પછી મીઠાશ આવી! એવું કદિ પણ બનતું નથી એ જ એને ધર્મ. એ દષ્ટિએ હવે આપણે વિચારીએ તે આપણે જેને ધર્મ-ધર્મ કહીએ છીએ, જેનું આપણે ધર્મના નામે આચરણ કરીએ છીએ એ કઈ વસ્તુને ધર્મ કહેવાય? ધર્મ કોણ કરે છે? જવાબમાં જો એમ કહેવામાં આવે કે, “હું ધર્મ કરું છું.' આ મારો ધર્મ છે.” ત્યારે પ્રશ્ન થાય કે “હું” હું કહું છું તે હકીકતમાં વસ્તુ કઈ છે? હવે જે વસ્તુ તરીકે આપણે આપણી જાતને (પિંડન) ઓળખાવીએ તે બીજો પ્રશ્ન એ થાય કે જેને આપણે “હ” અથવા આપણા તરીકે ગણાવીએ છીએ તે પિતે કોણ છે? માણસને જે વિચારશક્તિ કે વિવેકશકિત મળેલી છે તેને ખરે ઉપગ અહીં જ કરવાને છેજેને આપણે “હું” કહીએ છીએ તે તો આપણે બહારનું વેષ્ટનોખું-ઘર છે. આપણા ઘણાં ય સ્વજનેમિત્રે એ દેહરૂપી ખોખામાંથી ચાલ્યા ગયા અને આપણે એના દેહને બાળીને ખાખ કરી નાખે છે તે ૩૦) તત્ત્વદર્શન www.jainelibrary.org Jain Educatidh International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy