________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વાત કે વસ્તુ રવીકારે પણ હરામની વૃત્તિ રાખે નહિ. પિતાના લગ્નજીવનમાં તેને સંતોષ રહે, પણ પરાયા સ્ત્રી-પુરુષ પ્રત્યે કામુકવૃત્તિ રાખે નહિ અને બને તેટલું સાદું અને ઓછી જરૂરિયાતવાળું જીવન રાખે. ટૂંકમાં, આવું માનવજીવન જીવવા છતાં ય પેલા પાશવિક સંસ્કા-કામ, ક્રોધ, માયા, કપટ, ઈર્ષા, દ્રોહ વગેરે તેને પજવતા હોય છે. તે વખતે તેના અંતરમાં એક જાતનું મંથન ચાલે છે. સાચા અને સ્થાયી સુખની ઝંખના તેને રહ્યા કરતી હોય છે. આટલે સુધી પ્રગતિ કરેલ માનવ પછી ગળીઆ બળદની જેમ બેસી રહેતો નથી. કારણ કે માનવ એટલે જ પ્રગતિશીલ જીવાત્મા. તેથી હવે એવો માનવી પોતે જે ગુણોને કેળવી રહ્યો છે તેવા ગુણ જે માનમાં અધિક પ્રમાણમાં દેખાય તેને સહવાસ કે સમાગમ કરતો રહે છે. એવા મહાપુરુષોના સમાગમના પરિણામે પિતાની જાતની તુલના કરવાથી, જીવન જીવવાની એક નવી સમજ ઊગે છે. એવા મહાપુએસંતપુરુષોએ પિતાના જીવનમાં એક પ્રકારના વિશેષ ધર્મને મૂર્તિમંત કરેલું હોય છે. આ વિશેષ ધર્મ એ જ જીવનની સારભૂત વસ્તુ છે, એમ એવા પુરુષોના જીવનમાં પ્રત્યક્ષ દેખાતું હોય છે.... વિચાર અને વિવેકની કળાને જે માણસે વધુ વિકાસ કરેલ હોય તે હવે જઈ શકે, સમજી શકે છે કે અસલમાં “ધર્મતત્ત્વ કેવું છે? એવા સંતપુરુષને સંગ કરવાથી એણે સાંભળ્યું હોય છે -
“ધર્મ આધાર છે સર્વ પ્રાણી તણે, લટકતું વિશ્વ આ ધર્મ દેરે, ધર્મ ત્યાં વિજય છે ત્યાં જ ધરણું ધરે, પ્રેય ને શ્રેયમાં ધર્મ દરે; ધર્મ ચિંતામણિ–ધર્મ સંજીવની, ધર્મ છે કામધેનુ અનેરી,
ધર્મમાં સર્વ છે ધર્મ સર્વસ્વ છે, ધર્મ ધીરે પ્રભા જ્ઞાન કેરી.' ધર્મનો આવો મહિમા સાંભળ્યા પછી એવા માનવીને જરૂર પ્રશ્ન થાય કે એ “ધર્મ કર્યું ? જે ધર્મને ચિંતામણિ, સંજીવની અને કામધેનુ જેવો સમજા એ ધર્મ છે કયાં? અને કેવી રીતે એ પામી શકાય?
માટે ભાગે તે માનવી જે કુળમાં કે જે જ્ઞાતિમાં ઉત્પન્ન થયો હોય ત્યાં પરંપરાથી–બાપ-દાદાઓ, વડીલે જે રીતે ધાર્મિક અનુષ્ઠાન અને ક્રિયાકાંડ કરતા હોય છે તેને જ બધા ધર્મ- ધર્મ કહેતા હોય છે. તેમ છતાં પણ જિંદગીભર એવી રીતે અનુષ્ઠાન – જપ-તપ ક૨ ના ૨ વ ગ માં કોઈને ચિંતામણિ કે કામધેનું પ્રાપ્ત થયાને પુરાવા મળતું નથી તે પછી જે ધર્મ તેઓ પાળે છે તે સાચે કે મહાપુરુષોએ ધર્મને જે રીતે સમજાવ્યું છે તે સાચો? વિવેકબુદ્ધિથી વિચાર કરનારને જરા ઊંડા ઊતરીને ધર્મનું રહસ્ય સમજવાનું જરૂર મન થાય. ધર્મનું લક્ષણ કેવું હોય, તેનું સ્વરૂપ કેવું હોય? અમુક જાતના ટીલા-ટપકાં કરે કે અમુક પ્રકારની માળા કે કઠી બાંધે કે હાથમાં રજોહરણ અને મોઢે મૂખવસ્ત્રિકા બાંધે તે ધર્મ કર્યો કહેવાય? હકીકતમાં એવું તે કંઈ દેખાતું નથીઃ બહારના આચાર કે વેષ ઉપકરણથી જ ધર્મ નીપજતો હોય તો તે માણસે પછી કંઈ બીજુ કરવાપણું જ રહેતું નથી. એ બહાર દેખાવ તો ઢોંગી કે દંભી માણસ પણ કરી શકે છે. પરંતુ તેના જીવનમાં પછી કંઈ શાંતિ કે પ્રસન્નતા હોતા નથી, તે પછી મહાપુરુષોએ ધર્મને જે મહિમા ગાયે છે તે સાચે કયી રીતે માનવો? અહીં જ “ધર્મતત્વ માટે ઊંડું ચિંતન કરવાનું રહે છે. અપૂર્ણ માનવી તે પિતે જ્યાં ઉત્પન્ન થયા હોય અને પરંપરાથી જે ચાલ્યું આવતું હોય તેને જ ધર્મ માનીને, એમાં મમત્વભાવ રાખી પિતાનાં “દમ ને પિષણ આપતા હોય છે. અને એના માટે જ રાગ-દ્વેષમાં તણાઈને વિરમનસ્ય કરતે હોય છે. જૈન શાસ્ત્રકારોએ માટે જ કહ્યું છેઃ
जस्सिं कुले समुप्पण्णे, जेहिं वा संवसे नरे। ममाइ लुप्पइ बाले, अण्णमण्णेहिं मुच्छिए॥
સૂયગડાંગસૂત્ર પ્રથમ હ્યુ. અધ્ય-૧, ઉ–૧, ગ-૪ માણસ, જે કુળમાં ઉત્પન્ન થયો હોય અને જ્યાં વચ્ચે હોય ત્યાં જ મુગ્ધની જેમ પરસ્પર આસકિતવાળા થઈ, મમતાથી લેવાય છે. અર્થાત્ વિવેક વગર બાળકની જેમ મારાપણાનું આરોપણ કરે છે. તેથી જ મહાત્મા આનંદઘનજીએ તે પિકારીને કહ્યું :
ચિંતનીય વિચારધારા Jain Education International
[૨૯]
For Private & Personal Use Only
www.jainelibrary.org