________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથો
आलोयणाएणं मायानियाणमिच्छाईसणसल्लाणं, मोक्खमग्गविग्घाणं अणंतसंसारबंधणाणं उद्धरणं करेइ। उज्जुभावं च जणयइ, उज्जुभावपडिवन्ने य णं जीवे अमाइ इत्थीवेय नपुंसगवेयं च न बन्धइ, पुव्वबध्धं च णं निजरेह॥
ઉત્તરાધ્યયન સત્ર, અધ્યયન--૨૯ સૂત્ર--પ, એટલે કે સાચી રીતે આલેચના કરનાર જીવ, મોક્ષમાર્ગે જવામાં વિદ્મ કરનારા, અનંત સંસારમાં રખડાવનારા એવા ત્રણ શલ્યને પિતામાંથી ખેંચી કાઢે છે. અજુભાવને ઉત્પન્ન કરે છે. કાજુભાવ એટલે કે સરળતાને પામેલે જીવ માયારહિત બને છે. પરિણામે તેવો જીવ હલકા “વેદમાં ઉત્પન્ન થવા જેવું કર્મ બાંધતા નથી. કદાચ બાંધેલ હોય તે તે ખંખેરી નાખે છે. આમ આલોચના જીવનશુદ્ધિનું અપૂર્વ કામ કરે છે....અતુ.
હવે આપણે મૂળ વિષય પર આવીએ. સામાન્ય માનવ-(અલ્પ માનવ)માંથી, સાચે કે પૂરે માનવ થવા માટે કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે તેનું આછું નિરીક્ષણ આપણે કરી ગયા. જેમ જેમ માણસ આગળ વધે છે–અનેક પ્રકારના અનુભવમાંથી પસાર થાય છે તેમ તેમ “આત્મનઃ તિરાનિ ઉdi સમજે” પિતાને ન ગમે એવો વ્યવહાર મારે બીજા પ્રત્યે ન કર એ એના જીવનમાં વધારે ઊતરતું જાય છે. પિતાને જેટલા પ્રમાણમાં, વિચાર અને વિવેકની શકિતનો અનુભવ થાય છે તેને ઉપગ કરી હવે તે વધારે સારે માનવ બનતું હોય છે. પાશવિક સંરકારો કે વલણો હવે તેને ગમતા નથી. એટલે પછી હવેથી એના જીવનમાં હિંસા કે દ્રોહને બદલે, અહિંસા અને પ્રેમની માંડણી થતી હોય છે. અસત્ય વ્યવહારને બદલે સત્ય વ્યવહાર ગમતો હોય છે. હરામની વૃત્તિ કે ચૌયવૃત્તિને બદલે પ્રામાણિકપણે જીવવાનું ગમતું હોય છે, લંપટવૃત્તિને બદલે પરસ્ત્રી મા–બેન સમાન સમજીને એ પ્રમાણે વ્યવહાર શુદ્ધ રાખતા હોય છે. જડ વસ્તુ-આદ્ય પદાર્થો પ્રત્યે મમત્વ કે આસકિત ન રાખતાં તેને જરૂર પૂરતો અને વ્ય રીતે ઉપયોગ કરતો હોય છે. એના જીવનમાં પછી ધીમે ધીમે આસુરી તત્ત્વ-હિંસા, અસત્ય, ચેરી, વર-વૈમનસ્ય, અનુદારતા વગેરે ઉપર કાબુ આવતો જાય છે. આ રીતે ન્યાય, નીતિ અને પ્રામાણિકતા પ્રત્યે અનુરાગી બનેલ આ માનવી, પછી પિતાના જીવનથી વધારે ઉચ્ચ પ્રકારના સત્પ, મહાત્માઓ અને સંતોને સહવાસ કે સંગ શેલત હોય છે અને સમજણપૂર્વક એવા પુરુષને સમાગમ કરતો રહે છે. પરિણામે એના જીવનમાં એક નવા પ્રકારની જિજ્ઞાસા પ્રગટે છે. વિચાર અને વિવેકબુધ્ધિ આ રીતે એના જીવનમાં ઊંડા મૂળ નાખે છે.
ધર્મસંજીવનીઃ ધર્મચિંતામણિ આપણે જોઈ ગયા કે પશુ જીવન અને માનવજીવન વચ્ચે જે કોઈ ભેદરેખા હોય તો તે એ જ છે કે, આહારસંજ્ઞા વગેરે ચાર સંજ્ઞાઓ સિવાય માનવજીવનમાં એક ધર્મનું તત્ત્વ વિશેષ હોવાથી માનવ-માનવ છે.
વ દિ તેના વિશે નહિ તે પા અને માનવ વચ્ચે બીજે કઈ આંતરે નથી. આગળ “ધર્મત ને સામાન્ય અર્થ આપણે વિચાર્યું હતું. એટલે કે વિચાર અને વિવેકપૂર્વક જ્યારે માણસને એમ લાગી આવે કે જે મને નથી ગમતું તે બીજાને પણ ન ગમે એટલે એ વ્યવહાર મારે બીજા પ્રત્યે ન કરે. ધર્મનું આ સામાન્ય સ્વરૂપ જ માણસને પાશવક સંરકાથી ઉપર લઈ જાય છે. કમેકમે તે જીવનના દરેક પ્રસંગે સાર-અસાર, હિત-અહિતને વિચાર કરતો રહે છે અને વિવેકથી નિર્ણય કરી શુભને સ્વીકાર કરે છે, અશુભથી આ રહે છે. એમ જીવનનું ઘડતર કરતાં કરતાં એ જ માનવ પછી આર્ય કે સજજન કેટિને બને છે.
વ્રત, પચ્ચખાણ કે પ્રતિજ્ઞા લીધી હોય કે ન લીધી હોય તે પણ આ ભૂમિકામાં આવેલ માણસ જીવમાત્ર પ્રત્યે દયાળુ હોય, અસત્યમય વ્યવહાર કરતાં સત્યમય વ્યવહાર તેને પ્રિય લાગે, પિતાના હકની [૨૮].
તત્ત્વદશ ન
Jain Edation International
For Private & Personal Use Only
www.jainelibrary.org