________________
પm ગુd કવિવર્ય પ. તાનસજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
દેવ વિવાટ
4. નાનજી મહારાજ જન્મશતાદિ તે
જોઈએ. પરંતુ કંઈક જન્માક્તરોના પનિના સંસ્કારને લીધે તે તેમ કરી શકતો નથી. ક્રોધ, માન, માયા, લોભ, કપટ, ઈર્ષા, દ્રોહ, ધિર વગેરે પાશવિક સંસ્કારે હજુ પણ તેને હેરાન કરતા હોય છે. અને ત્યાં સુધી તે અલ્પમાનવ કે સામાન્ય માનવ જેવો પણ કવચિત -કવચિત વર્તાવ કરતે હોય છે. સદ્દભાગ્યે પોતાના જીવનનું ધ્યેયલક્ષી ઉચ ઘડતર જેઓએ કરેલું છે એવા સંતપુરુ, વષિમુનિઓ અને સદ્દગુરુઓ પણ આ વિશ્વમાં વિદ્યમાન હોય છે. તેઓના સંપર્કમાં, આવા અલ્પ માનવો જેમાં વિચાર-વિવેકની હજ અંશે અંશે જાગૃતિ થઈ છે તેવા) અથવા સામાન્ય માન આવતા હોય છે ત્યારે, પિતાની પામરતાને તેને સાચે ખ્યાલ આવે છે, પિતાના જીવનની દિશા બદલવાનું મન થાય છે. પછી વિચાર અને આચારનો મેળ મેળવવા તે પ્રામાણિકપણે મથતા હોય છે. નીચેનું પ્રેરણાત્મક-સુભાષિત એ પિતાને લાગુ પડતો હોય છે :
प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चारित्रमात्मना:
किन्नु मे पशुभिस्तुल्यं, किन्नु सत्पुरुषैरिति :॥ “માણસે પોતાના વર્તન તરફ હમેશાં જોતા રહેવું જોઈએ. પોતાની રહેણી-કહેણી કે વર્તાવ પશુ કે જનાવર જેવો છે કે મહાપુરુષની રીતે પિતાને જીવનવ્યવહાર ચાલી રહ્યો છે?”
ભાવ પ્રતિક્રમણ: (આલેચના, નિંદના, ગણા)
એ રીતે પિતા તરફ નજર રાખવાથી - આત્મનિરીક્ષણ કરતા રહેવાથી પોતાની ભૂલ કે ખામી કયા છે તે પોતે જ જોઈ શકે છે. ખરા અર્થમાં આ જ પ્રતિકમણ એટલે પાછું ફરવું. જીવનવ્યવહારમાં, સમયે સમયે પિતાના કર્તવ્યધર્મથી પિતે પ્રકૃતિદોષને લીધે જરા આઘોપાછો થઈ ગયું હોય – ન બોલવાનું બોલી
ચતવાયું હોય, ન આચરવા જેવું આચરણ થઈ ગયું હોય તેની ઝીણવટભરી તપાસ કરીને ચેકિંગ કરવું. ભૂલ- દોષ શોધી કાઢવા એ પ્રતિકમણની પૂર્વ કિયા છે. ત્યાર બાદ એવું નિદાન થયા પછી એવી ભૂલ કે દેશમાં ફરીને ન થવા પામે એવો સંકલ્પ કરે અને જેની સાથે જરા જેટલું પણ ઘર્ષણ કે વિમનસ્ય થયું હોય તેની સાથે પ્રેમથી સમાધાન કરવું – ખુલાસે કરો એ પ્રતિકમણની બીજી આવશ્યક ક્રિયા છે. પછી એવી ભૂલ કે દેષ ફરીને ન થવા પામે એ જાતની સમજ અને શકિત પોતાને મળે એવી હદયપૂર્વકની પિતાના ઈષ્ટદેવ પાસે આર્ત અને આદ્રભાવે પ્રાર્થના કરવી એ જ ખરું ભાવપ્રતિક્રમણ છે. શાસ્ત્રીય પરિભાષામાં આલોચના, નિંદના અને ગણા આ રીતે કરવાની હોય છે. પ્રતિક્રમણનું આ વિધાન છેઃ આલોચનાને પ્રાકૃત ભાષામાં આલેયણા કહે છે અને વ્યવહારમાં પણ એ રીતે બેલાય છે, પરંતુ એના લક્ષ્યાર્થીને સમજવાની ભાગ્યે જ કોઈને દરકાર હોય છે. સામાન્ય રીતે ૩વ્યવહારમાં જ્યારે બેથી અજાણતાં કઈ જીવજંતુ કચરાઈ જાય ત્યારે પિતાને પાપ લાગ્યું એવી સમજથી તેઓનું દિલ દુભાતું હોય છે ત્યારે ધાર્મિક લાગણીવાળા બેન, સાધુ-સાધ્વીજી પાસે જઈ એનું પ્રાયશ્ચિત માગે છે. પછી સાધુ-સાધ્વીજી પોતાની સમજ કે ધારણા પ્રમાણે એને પ્રાયશ્ચિત આપે છે. બેને એ પ્રાયશ્ચિત સ્વીકારે છે એટલે એ પાપનું નિવારણ થયું ગણાય. આ પ્રક્રિયાને આલેયણા લીધી કહેવાય છે અથવા કેઈએ મોટી તપશ્ચર્યા કરી હોય કે વ્રત-પચ્ચખાણ લીધા હોય તે પૂરાં થાય ત્યારે કોઈ પાપ–દોષ લાગ્યો હોય તેની આલોયણું લેવાની હોય છે. પરિણામે વ્યવહારના ક્ષેત્રમાં-સ્કૂલ જીવનમાં આમ આલેયણાને તદ્દન હળવું રૂપ આપી દીધું છે. હકીકતમાં, આલેયણા કે આલેચના એ ખૂબ જ ગંભીર અને બોધ કરનાર શબ્દ છે. શાસ્ત્રમાં એવો પ્રશ્ન કરવામાં આવેલ છે :
-
आलोयणाएणं भंते जीवे किं जणयह ? આલોચના કરનાર જીવને શું લાભ થાય? જવાબમાં કહે છે - Jain Eચિંતનીય વિચારધારા
www.] Egy.org
For Private & Personal Use Only