________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સ્વભાવનું વધારે શેર રહે છે. પ્રકૃતિના આ ટૂંકા સ્વભાવ સામાન્ય અનુભવમાં આવે છે અને તે પૂરા હોય એમ જીવ માની બેસે છે. આ માયા છે; તેથી જ દેખાતુ જગત પૂર્ણ લાગતુ નથી. દરેક ક્રિયા અલ્પ, અપૂર્ણ હાય છે; છતાં તે દરેકની અંદર અંતર્યામી તેના સ્વભાવ ચલાવતા હોય છે. અંતર્યામીના સ્વભાવ જે વખતે અનુભવમાં ન આવે તે વખતે કોઈ ક્રિયામાં પૂર્ણ સુખ મળતુ નથી. તેથી તેમાં રહેલુ અગમ્ય તત્ત્વ શેાધવાની જરૂર પડે છે. તે શોધમાં દરેક ક્રિયા કરતી વખતે નવાં તત્ત્વા મળે છે અને ખબર પડે છે કે, જેમ આપણે સજોગોને આધીન છીએ, તેમ સોગો પણ આપણા ઉપર આધાર રાખે છે. નવાં તત્ત્વા શેાધવા, સોગા ફેરવવા, પોતાની નવી શક્તિ ખીલવવી, તેમાં સાહસ અને જોખમ રહેલું જ છે. તે જોખમ ખેડયા વગર જીવનો જીવ– ભાવ પૂરા ખીલતા નથી. જીવને જીવભાવ મૂકવા ગમતા નથી; તેથી નવો ભાવ પ્રાપ્ત કરતાં દુઃખ થાય છે. આખુ જગત પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલતુ હોવાથી જીવની ઈચ્છાને વારંવાર આઘાત પહોંચે છે. આવા સજોગોમાં જીવના અલ્પ સ્વભાવ વારંવાર હારી જાય છે, પણ હારની દરકાર કર્યા વગર પાતાના સ્વભાવ, દુ:ખ ખમીને પણ તે જીવ સુધારે તે દરેક સંજોગ (કે પરિસ્થિતિ) જીતવાની શકિત પણ જીવમાં રહેલ અંતર્યામી તેનામાં પ્રગટ કરે છે. તે વખતે ખબર પડે છે કે જ્યાં સુધી જીવભાવ પ્રભુની ઈચ્છાને તાબે ન રહે ત્યાં સુધી તે સુખી થઈ શકતા નથી. પ્રભુ તેના અ ંતરાત્મા છે. તેના તરફ બેદરકારી રાખવાથી સુખ મળે નહિ. માત્ર જીવરૂપે એટલે અલ્પ સ્વભાવે જીવવાથી જીવના કઈ ઉપયાગ નથી.
LL
જીવભાવ છેડવામાં અને પ્રભુભાવ પ્રગટ થવા દેવામાં શરૂઆતમાં દુઃખ લાગે છે, પણ જે દિશામાં દુઃખ છે તે દિશામાં જ સુખ છે: કારણ કે ત્યાં જીવનના પૂર્ણ સ્વભાવ (સહજ સ્વભાવ) એટલે પ્રભુતા પ્રગટ થાય છે. હાલમાં પ્રવૃત્તિમય બહિર્મુખી જીવનમાં આ ઉપયોગી બાબત ભુલાઈ ગઈ છે, અને પૈસાથી જ બધું સુખ મળશે એવી માન્યતાથી જીવન શરૂ થાય છે અને પૂરું થાય છે.”
“ અર્થ અને કામ એ બે પુરુષાર્થથી જ પ્રભુતા પ્રગટ થતી નથી. અપ્રાપ્તિ અને કામતૃપ્તિમાં કેટલા દલ છે, તે પહેલાં બરાબર સમજવું જોઈએ. પોતાનામાં કેટલું અજ્ઞાન રહેલું છે, ખીજા લોકો ‘ધર્મ” અને ‘મા’ને પુરુષાર્થ તરીકે શા માટે માને છે એ સમજવું જોઈએ. પોતામાં કેટલા ગુપ્ત સ્વભાવ, અંદરની પ્રેરણા, વિચારની ઉત્પત્તિ, તેના નિયમ, તેની દિશા અને તેના આકર્ષાણુ વગેરે છે તે સમજવાં જોઈએ.”
""
of
આમ વિચારીએ તો પશુયેાનિ કરતાં માનવનો દરજ્જો કેટલા બધા ઊંચા છે? માણસને વિચારશક્તિ અને વિવેકશક્તિ મળી છે તે કુદરતની કેવી અપૂર્વ ક્ષિસ છે? એ સાધનથી જ હવે તેણે વિકાસ કરવાના છે. “ કાસ્મન : પ્રતિનિ રેષાં ન સમાત્ ” એ સૂત્રને ધ્યાનમાં રાખી હવે તે વિચારે છે કે સુખના જે પ્રકાર મને ગમે છે તેવુ સુખ માનવમાત્રને પ્રિય છે. દુઃખ મને ગમતુ નથ તેમ માનવમાત્રને પણ ગમતુ નથી. તેા હવે મારા અંગત જીવન માટે કોઈને દુઃખ થાય એવી રીતે મારે ન વર્તવું. પણ બીજાને કેમ સુખ અને શાન્તિ મળે તેમ કરવુ જોઈએ. આવા વિવેકપ્રેરિત વિચારથી, જે ગુણા એના માનસ બંધારણમાં મસાલારૂપે-ભદ્રતા, નમ્રતા, પરગજુપણું અને પ્રસન્નતા રહેલાં છે તેના, પેાતાના સ્વજનને, પોતાના ગામને, અરે! માનવજાતને લાભ મળે એ રીતે ઉપયોગ કરવાનું એ હૃદયથી સ્વીકારે છે, એટલે કે એ રીતે એવા માનવ પોતાની જાતના વિસ્તાર કરે છે અને એમ કરવાથી જ ખરો આનંદ, ખરી શાન્તિ અનુભવે છે.
વિકાસનું પ્રેરકબળ : વિચાર અને
વિવેક
આ રીતે પોતામાં રહેલ ગુણના વિકાસ કરવા માટે માણસે કયાંય બહાર જવાનું નથી. જંગલ કે પહાડોમાં બેસીને એવા વિકાસ થઈ શકતા નથી. એના માટે તે માણસે, પાતે જ્યાં ઉત્પન્ન થયા, જે ગામના હવાપાણીથી પોષણ મેળવ્યુ ત્યાં જ રહીને પોતાના જીવનનુ ક્ષેત્ર ક્રમે ક્રમે મેાટુ' કરવુ' જોઈએ. ગામ, નગર, ઈલાકા, રાજ્ય-દેશ અને વિશ્વ સુધી પોતાની જાતને વિશાળ કરવી જોઈએ. એનું પ્રાથમિક શિક્ષણુ, એણે પોતાના ગૃહજીવનથી શરૂ કરવુ [૨૬]
Jain Education International
For Private Personal Use Only
તત્ત્વદર્શન www.jainelibrary.org