SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિદ્યય પં. નાનાન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ રજોગુણવાળી અને તેથી તેજસ્વી શકિત હાવાથી પોતાનું અને બીજાનું રક્ષણ કરી શકે તેવા હતા તેઓ ક્ષત્રિય કહેવાયા જેઓની પ્રકૃતિમાં લેવડ-દેવડ કરવાની – યોગ્ય વિનિમય કરવાની વ્યવહારુ બુદ્ધિ હતી તે વૈશ્ય કહેવાયા અને જેએ કંઠ હતા એટલે કામ કરવાની કિતવાળા હાઈ ખીજાને કેમ ઉપયોગી થવુ એ જાતની મનોવૃત્તિવાળા હતા તે શૂદ્ર કહેવાયાઃ અને એ રીતે માનવસમાજ ગાડવાય હતા. પરંતુ એથી ય જે જાતની શાન્તિ-સુખ માણસને જોઈતુ હતુ તેવું મળ્યું ન હતુ.... એટલે પછી વધુ અનુભવી પુરુષોએ એક ખા સુખની શોધ માટે પુરુષાર્થની શેષ કરીઃ અને સાથે સાથે વ્યકિતગત ગુણવિકાસની તાલીમ માટે આશ્રમધર્મ નિયત કર્યાં. પુરુષાર્થના ચાર ભેદ- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તે પૈકી ધર્મ અને મોક્ષ નામના પુરુષા તા પાછળથી નિશ્ચિત થયા. શરૂઆતમાં તો અર્થ અને કામ તરફ્ જ માણસની નજર પડી. કારણ કે એ બે સુખા પ્રત્યક્ષ અનુભવી શકાય તેવાં લાગ્યાં.. એવુ સુખ પામવા માટે, વ્યકિતગત જીવન અધૂરું અને અપૂર્ણ લાગવાથી સમૂહગત જીવનની જરૂર ઊભી થઈ-એટલે કે સામાજિક જીવનચના માટે સમગ્ર જીવનના ચાર વિભાગ પાડી ચાર આશ્રમે નક્કી કર્યા:- ૧-બ્રહ્મચર્યાશ્રમ, ર-ગૃહસ્થાશ્રમ, ૩–વાનપ્રસ્થાશ્રમ અને ૪.–સંન્યસ્તાશ્રમ. તે કાળે મનુષ્યની આયુષ્ય મર્યાદા ઓછામાં ઓછી એકસો વર્ષની હતી એટલે તેના ચાર તબકકા નક્કી કરી અનુક્રમે ચાર આશ્રમ અને તેને લગતા ધર્મ નક્કી થયાઃ જન્મથી (૨૫) પચીશ વર્ષના પહેલા તબકકા એટલે બ્રહ્મચર્યાશ્રમ, ખીન્ને તબકકા એટલે વર્ષે ૨૬ થી ૫૦ વર્ષ સુધીનો ગૃહસ્થાશ્રમ, ત્રીજો તબકકો એટલે વર્ષે ૫૧ થી ૭૫ વર્ષ સુધીના વાનપ્રસ્થાશ્રમ અને ચોથા તબકકા એટલે વર્ષ ૭૬ થી ૧૦૦ સુધીનો સંન્યસ્તાશ્રમ. એમ આશ્રમ ધર્મનું પાલન કરનાર માણસ અનુક્રમે પુરુષાર્થનુ સેવન કરતાં કરતાં અંતિમ અને શાશ્વત સુખ-મોક્ષને પામી શકે એ જાતની વ્યવસ્થા આર્યસંસ્કૃતિમાં હતી. તેથી જ વયના ક્રમ પ્રમાણે એક સુભાષિત પ્રકટ્યું ઃ પ્રથમ (વત્તિ) નાનિાવિદ્યા, દ્વિતીયે નાગનિબંધના तृतीये नाऽर्जितं पुण्यं चतुर्थे किं करिष्यति ? પ્રાપ્તિ કરે એટલે કે અર્થાત્ પ્રથમ યમાં-એટલે કે ૨૫ વર્ષ સુધીના ગાળામાં જેણે વિદ્યા સંપાદન ન કરી, બીજી અવસ્થામાં ધનની—એટલે કે જીવનનિર્વાહ કરવા પૂરતા સાધનની પ્રાપ્તિ ન કરી અને ત્રીજી વયમાં પરલોકનું ભાતુ ધ કે પુણ્યની પ્રાપ્તિ ન કરી તેા પછી એવો માણસ ચેાથી અવસ્થામાં વૃધ્ધાવસ્થામાં શુ કરી શકે? પછી એવા માણસથી ક ંઈ નહિ બની શકે. આના ફલિતાર્થ એ થયો કે સસ્કારી માણસે પ્રથમ અવસ્થામાં યથાશકય બ્રહ્મચર્યનું પાલન કરી વિદ્યા સપાદન કરવી જોઈએ. આ પહેલી અવરથા જ બાકીની ત્રણે અવસ્થાને ટકવા માટેના પાો છે. ત્યારબાદ બીજી અવસ્થામાં માણસે ગૃહસ્થજીવનમાં પ્રવેશ કરીને પૂર્વાવસ્થામાં જે વિદ્યાકળા પ્રાપ્ત કરી હાય તેને સુયોગ્ય ઉપયોગ કરતાં કરતાં ધનપ્રાપ્તિ કરવી જોઈએ. અહી ધનપ્રાપ્તિના અથ છે શારીરિક, માનસિક, આધ્યાત્મિક સામર્થ્ય પ્રગટાવવું તે. અર્થ અને કામના પુરુષાર્થની આ મર્યાદા છે. બીજી અવસ્થામાં જે માણસોએ આ રીતે ધનપ્રાપ્તિ કરી હોય, તે પછી ત્રીજી અવસ્થામાં પુણ્ય અને ધર્મની ધર્મ નામનો ત્રીજો પુરુષાર્થ આદરે અર્થાત્ ધર્મને પ્રધાનપદ આપે. હકીકતમાં પૂર્વજોને આ સંસ્કારવારસા જે અખંડપણે ચાલુ રહ્યો હાય તો અર્થ અને કામ એ પુરુષાર્થમાં “ધ” તો આતપ્રોત જ થયેલા હાય છે. પછી ચોથી અવસ્થામાં બધા અર્થને સિદ્ધ કરનાર ચેાથેા પુરુષાર્થ મેાક્ષને સિધ્ધ કરવાના હોય છે. તેથી જ પુરુષાર્થના અનુક્રમમાં ધર્મને મોખરે રાખ્યો અને મેાક્ષને અંતમાં રાખ્યા. ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ આ ચારે પુરુષાર્થના આર્યસંસ્કૃતિમાં આ રીતે મેળ બેસાડયા છે. આ પુરુષાર્થની એક વિદ્વાન નીચે મુજબ વ્યાખ્યા કરે છેઃ “પુરુષાર્થ કોને કહેવા, માણસનો સ્વભાવ કેટલે ગુંચવણ ભરેલા છે? તેનામાં શાં શાં તત્ત્વો રહેલાં છે ? તે પહેલાં સમજવુ જોઈએ. પુરુષમાં (માનવમાં) એ પ્રકારનો સ્વભાવ છે. એક પોતાની પ્રકૃતિ પ્રમાણે ચાલતાસત્ત્વગુણ, રોગુણ અને તમેગુણવાળા અને ખીને અંતર્યામીની ગુપ્ત પ્રેરણાથી ચાલતા અદરનો સ્વભાવ. અંદરના સ્વભાવનો પહેલાં સ્પષ્ટ અનુભવ હોતો નથી. જાણે કોઈ પરદેશી વસ્તુ હોય એમ શરૂમાં લાગે છે તેથી તે સ્વભાવ પ્રમાણે ચાલવામાં પુરુષની અશક્તિ જણાઈ આવે છે. તેનુ ખાસ કારણ તેના ઉપર પેલા ત્રણ ગુણવાળા ચિંતનીય વિચારધારા Jain Education International For Private Personal Use Only [૨૫] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy