________________
- પૂજ્ય ગુરૂદેવે વિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
જીવતા હોય તે અનાર્ય કેટિના માન ગણાય.
આર્યકોટિના માનમાં પણ જે વર્ગની જીવન જીવવાની પધ્ધતિ એટલે કે પ્રકૃતિને ઢાળ જે રીતે ગોઠવાયે હોય તે પ્રકારે જ વારસાગત સંસ્કારે ઊતરવા લાગ્યા એટલે પછી કમના લઢણુ પ્રમાણે સંસારવ્યવહારને લગતી સાહજિક ક્રિયાને લીધે ચાર વર્ણ નક્કી થયા. જેમ કે :- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આમ વર્ણવ્યવસ્થામાં ઉચ્ચ-નીચને કઈ ખ્યાલ પણ ન હતો. તેથી જ પુરાણમાં તે કહ્યું છે :
एक एवेदं सर्व पूर्व आसीत् युधिष्ठिर!।
क्रिया-कर्म-विभेदेन, चातुर्वर्ण्या व्यवस्थिताः॥ હે યુધિષ્ઠિર ! શરૂઆતમાં આ બ્રહમતવમય બધું એક જ હતું. પરંતુ ક્રિયા અને કર્મના સ્વભાવગત ભેદને લીધે માનવજાતમાં ચાર વર્ણો–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-વ્યવસ્થિત થયા. અને શ્રી ભગવદ્ ગીતામાં એ ચારે વર્ણના ગુણધર્મ પણ સ્પષ્ટ રીતે નીચે મુજબ જણાવેલ છેબ્રાહ્મણઃ- शमोदमस्तपः शौचं, क्षान्तिरार्जवमेव च। ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्मस्वभावजम् ॥
ભ. ગી. | ૧૮/ ૪૨ ક્ષત્રિય :- शौर्य तेजो धृतिर्दाक्ष्य, युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च, क्षात्रकर्मस्वभावजम् ॥
ભ. ગી. ૧૮ | ૪૩ વૈશ્ય:- कृषिगोरक्षवाणिज्य, वैश्यकर्मस्वभावजम्। શૂદ્રઃ- परिचर्यात्मकं कर्म, शूद्रस्यापिस्वभावजम् ॥
ભ. ગી. ૧૮ | ૪૪ ઉપર પ્રમાણે સાહજિક ક્રિયાને લીધે ચાર વર્ણની વ્યવસ્થા થઈ છે. ઉચ્ચ-નીચનો ભેદ તે પાછળથી, જીવદશામાં રહેલ માનાએ ‘અમૂ-મન' ના આવિષ્કારથી ઉત્પન્ન કરેલ છે. ભગવાન મહાવીરે તો પહેલેથી એ વર્ણભેદને છેદ ઉડાડી દીધું અને ફરમાવ્યું –
कम्मुणा बम्भणो होई, कम्मुणा होई खात्तिओ। वइसो कम्मुणा होई, सुदो हवई कम्मुणा॥
ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય૦ ૨૫, ગાથા-૩૩ બ્રાહ્મણને સ્વભાવગત કર્મથી માણસ બ્રાહ્મણ થાય છે. ક્ષત્રિય પણ પિતાના સહજ કર્મથી થાય છે : કર્મના પ્રકારથી જ માણસ વિશ્ય બને છે અને શુદ્ર પશુ સ્વભાવજન્ય સેવાકર્મથી બને છે. અર્થાત્ જન્મથી વર્ણભેદ થયો નથી કે થતો નથી. ભગવાન મહાવીરે સમજાવ્યું કે, “જન્મથી કઈ ઉચ્ચ કે નીચ છે જ નહિ પૂર્વજન્મ, જાણતા કે અજાણતા જ, પ્રકૃતિની ભદ્રતા, (શુભ મનોવૃત્તિ) પ્રકૃતિની વિનમ્રતા, સહજ આત્મીયતા) સાનુકાશતા (પાજુપણુ) અને અમત્સરતા (પ્રસનભાવ) વગેરે ગુણ કેળવ્યા છે તેથી તેને માનવદેહ પ્રાપ્ત થયો છે. જીવને બહારની જે સાધન-સામગ્રી (ગરીબાઈ કે શ્રીમંતાઈ મળી છે તે તેના કમનું ફળ તેમ જ સામાજિક અવ્યવસ્થા છે. પરંતુ તેથી હતાશ થવાનું કે ફૂલાઈ જવાનું કઈ કારણ નથી. એવા સંજોગોમાં પણ જીવને રત્નચિંતામણિ જે માનવ દેહ મળ્યું છે તેને, પિલા જન્મજાત ગુણને વધુ વિકાસ કરીને સાર્થક કરવો જોઈએ. પછી માનવને જન્મ ગમે તે કળમાં કે જાતિમાં થયો હોય! કળ કે જતિ ગુણવિકાસમાં બાધક થતી નથી. દા. ત. હરિકેશી મુનિ પોતે ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા હતા, પરંતુ તેઓના સંસ્કાર જાગ્રત થવાથી જૈન સંસ્કૃતિમાં તેઓ મહામુનિ તરીકે પ્રસિદ્ધ થયા. મતલબ કે, માનવજાતમાં આવી સંકીર્ણતા એટલે કે પશુસંસ્કાર અને માનવસંસ્કારનાં મિશ્ર સંસ્કાર હોવાથી જે માનવ વિવેકબુદ્ધિ કેળવી શકયા હતા તેવા આર્ય પુરુષોએ, ઉપર મુજબ, માણસના ગુણધર્મ પ્રમાણે ચાર વર્ણ નક્કી કર્યા. જેની પ્રકૃતિ શાંત-દાંત અને સ્વસ્થ હોઈ, જેઓ વિચારપૂર્વક જીવન જીવતા હતા અને બીજાને પણ એ માર્ગે દોરી શકતા હતા તેને બ્રાહ્મણ કોટિમાં મૂક્યા જેમાં
તાદર્શન
' [૨૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org