________________
પૂજ્ય ગુરૂદેવ ફવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ગુપ્તદાનીઓ શું અન્ય દેશમાં ગયા? અલ્પ આપી બહુ બતાવનાર અહીં રહ્યા....૯ દેશમાં અનેક દુઃખ-દર્દ આવિયા, વીર્યના ખજાના ગંડુ થઈ ગુમાવિયા...૧૦ સુખતણાં સ્વદેશી સાધને બધાં તન્યાં, વિલાસ તણાં વિષ સમાન વેશને સજ્યાં...૧૧ ભૂખમરાના કામ બધાં કેડથી કર્યા, દામ દઈને દુર્ગુણને દેશમાં ભર્યા...૧૨ અનેક હાજતેની હેડ ડોકમાં ધરી,
પરતંત્રતાથી “સંતશિષ્ય જોયું ના કરી....૧૩ ઉપર જે પદની રચના કરી છે તે તે આજથી લગભગ ૫૦ વર્ષ પહેલાંની વાત છે. તે વખતે જે પરિસ્થિતિ હતી તેના કરતાં આજે વધારે સુધારે થયે હોય તેમ લાગતું નથી. તેથી એમ કહી શકાય કે જેના જીવનમાં વિવેકબુદ્ધિને જેટલા અંશે ઊઠાવ વધારે થાય તેટલા અંશે એ ખરો માનવ-ભાવમાનવ બને છે–પછી અલ્પમાનવી કે સામાન્ય માનવી કરતાં વિવેકબુદ્ધિવાળા માનની જીવનધારા કઈ રીતે વહેતી હોય છે તે જાણવા જેવું છે. એવા માનમાં પછી સુખ અને દુઃખની સમજમાં જ ફેર પડી જાય છે.
વાસ્તવિક રીતે માનવજીવનનું મંડાણુ સંસારના અનેક અનુભવ લીધા પછી જેમ જેમ માણસમાં વિચારશક્તિ કેળવાતી જાય છે અને વિવેકબુદ્ધિ વિકસિત બને છે તેમ તેમ એવા ને એવું લાગવા માંડે છે કે, “જેમ મને સુખ પ્રિય છે તેમ બીજાને પણ સુખ ગમે છે. કેઈને દુઃખ નથી ગમતું, તે મારે હવે એવી રીતે રહેવું જોઈએ કે જેથી બીજાને મારા તરફથી દુઃખ ન થાય.” આ વિચાર જ કમેક્રમે વિવેકબુદ્ધિને સતેજ કરનાર બને છે તેથી એવો માનવ પ્રત્યેક ક્રિયા કરતી વખતે હિત-અહિતને, લાભ-અલાભને વિચાર કરી, તે મુજબ પિતાને જીવનવ્યવહાર ચલાવતો હોય છે. એના જીવનમાં આ રીતે માનવના ગુણને વિકાસ થતું જાય છે, એટલે કે માનવતા પ્રગટતી જાય છે. પછી હાલતાં ને ચાલતાં જીવનના દરેક વ્યવહારમાં જેમ સંઘર્ષ ઓછો થાય-કલેશ ઓછો થાય એવું એનું જીવન બનતું હોય છે. પછી પૂર્ણ અને શુદધ માનવ બનવા પહેલાં, અનુક્રમે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના તબક્કામાંથી માણસ પસાર થતો હોય છે તે વખતે માણસની ભૂમિકા પ્રમાણે, વિવેકબુદ્ધિના આધારે તેના મન, બુદ્ધિ, પ્રાણ અને વ્યક્તિત્વનું ઘડતર થયા કરતું હોય છે.
ખરું જોતાં, માનવજાત તરીકે કુદરતની દષ્ટિએ, આપણે બધા દેહધારી માન જ છીએ. પછી તે માનવી ભલે ભારતને હોય કે યુરોપ, અમેરિકા કે બીજા ગમે તે દેશનો હોય ! પણ માણસ તરીકે આપણે સજાતીય-એક જાતના છીએ. ભગવાનની દૃષ્ટિએ, એમાં કોઈ ભેદ નથી હોતું. “આ મારા છે અને આ પરાયા છે” એ ભેદ માણસ પિતાની સંકુચિત મનોદશા (જે પશુયોનિમાંથી ચાલી આવી છે) ને લીધે પિતે જ ઉપજાવે છે. કંઈક જન્માંતરેથી માનવ-માનવ વચ્ચેની આ ભેદબુદ્ધિ ચાલી આવે છે અને તેને વારસાગત સંસ્કારરૂપે આપણે કેળવી છે. એટલે દરેક દેશમાં, દરેક ક્ષેત્રમાં, દરેક જાતિમાં અલ્પમાનવ (સામાન્ય માનવી) અને માનવ વચ્ચે સંધર્ષ ઉત્પન્ન થયા કરતું હોય છે. એ રીતે મિશ્ર સંસ્કારથી, માનવજાતના જે જે વર્ગમાં, અમુક પ્રકારના ગુણને વિકાસ થયે હોય તે તે ગુણને લક્ષ્યમાં રાખી. પ્રાજ્ઞપુરુએ-ડાહ્યા અને વિવેકબુધ્ધિસંપન્ન પુરુષોએ, માનવજાતના બે વર્ગ પાડ્યા, ઉચ્ચ-નીચના ભેદ પાડવા માટે નહિ પણ માત્ર સમજવા ખાતર. જેમંકે આર્યો માનવ અને અનાર્યમાનવ. જેઓ સંસ્કારથી અને વ્યવહારથી, વિવેકબુદ્ધિપૂર્વક માનવતાભર્યું જીવન જીવતા તેને આયો કોટિના માનવ કહ્યા અને જેમાં વિવેકબુદ્ધિની ઉણપ હોવાથી માત્ર વિષયના ઉપગ માટે સંજ્ઞાત્મક જીવન ચિંતનીય વિચારધારા
[૨૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org