________________
પષ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિચારના જેવું કોઈ શ્રેષ્ઠ ઔષધ નથી. એ સમ્યક્ વિચાર સત્ શાસ્ત્રમાંથી મેળવી શકાય છે.
અહીં આપણને દુઃખ અને રોગની ખરી વ્યાખ્યા મળી આવે છે. સામાન્ય રીતે માનવ, સાંસારિક પ્રતિકૂળતાને દુઃખ માને છે અને અનુકૂળતાને સુખ માને છે. પરંતુ જ્ઞાની પુરુષ જેને દુઃખ માને છે તેની સમજ શાસ્ત્રકારો નીચે મુજબ આપે છે :
जम्म दुक्ख जरा दुक्ख रोगाणि मरणाणि य। अहो! दुक्खो हु संसारो जत्थ किसन्ति जन्तुणो॥
ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન--૧૯, ગાથા--૧૫ જન્મ એ દુઃખ છે, વૃદ્ધાવસ્થા એ દુઃખ છે. રોગ અને મરણ એ પણ દુઃખ છે. અરે રે! સંસાર પિતે જ દુઃખરૂપ છે. એટલે જ પ્રત્યેક પ્રાણી સંસારમાં (આસકિતથી) દુઃખ, દુઃખ અને દુઃખ જ વેઠે છે. દુઃખથી કલેશ પામે છે.
સંસાર પોતે જ દુઃખરૂપ છે એટલે ઉપચારથી એ જ મહાન રેગ છે. શાસ્ત્રની પરિભાષામાં એને ભગ કહે છે. અને એવા એ રેગને મટાડવા “વિવાર જ પરમ ઔષધ છે. તે હવે આપણે બે મુદ્દા બરાબર સમજલના રહે છે. (૧) પહેલે મુદ્દો સંસાર એટલે શું? સંસાર કેને કહે? અને (૨) બીજો મુદ્દોઃ સમ્યક વિચાર એ શું છે? અને તે કયાંથી મેળવવો? સમ્યક વિચાર એ ઔષધરૂપ છે તે એ દર્દને કેવી રીતે લાગુ પડે છે? આ પ્રશ્નને ખુલાસો આપણને ઉપરના બ્લેકમાં જ મળી રહે છે. એમાં જ એની સમજ આપી છે. હકીક્તમાં સંસારને જ દુ:ખરૂપ જણાવેલ છે અને એ જ મહારે છે તે એ સંસાર કર્યો? અને એ દુઃખરૂપ કેવા પ્રકારે છે તે સમજવાને આપણે પ્રયત્ન કરીએ.
સંસારનું સ્વરૂપ
સામાન્ય રીતે જગતના જીવની-માનવોની એવી સમજ હોય છે કે સંસાર એટલે ઘર-બાર, હાટ-હવેલી અને કુટુંબ-કબીલે એ સંસાર છે. એ બધું તજી દીધું એટલે સંસાર છૂટી ગયે. અર્થાત્ આપણે સંસારની વિડંબણાથી બચી ગયા! આ સમજ કેટલી બધી છેતરામણી છે? જગતના માન અને જ્ઞાની-સંસ્કારી પુરુષે વચ્ચે, સંસારની સમજમાં કેટલું બધું અંતર છે? આપણે હમણાં જોઈ ગયા તેમ જ્ઞાની પુરુષોને જન્મ–જરા-મરણ એ દુઃખરૂપ લાગે છે. તેથી જેના નિમિત્તે જન્મ-મરણ થયા કરે છે તે જ ખરું દુઃખ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર ફરમાવે છે :
रागो य दोसो वि य कम्मबीयं, कम्मंच मोहप्पभवं वयन्ति । कम्मं च जाई मरणस्स मूलं, दुक्खं च जाई-मरणं वयन्ति ॥
ઉત્તરાધ્યયનું સૂત્ર, અધ્યયન ૩૨, ગાથા ૭ રાગ પરિણતિ અને શ્રેષ પરિણતિ એ બંને કર્મના બીજ છે અને એ કમ, મેહુથી ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ પણ એ કર્મ જન્મ-મરણનું મૂળ (બીજ) છે. તત્ત્વતઃ જન્મ-મરણરૂપી સંસારને ઉત્પન્ન કરનાર કર્મ જ છે. માટે પરાધીનપણે જન્મ-મરણ થયા કરે એ જ ખરું દુઃખ છે, એમ જ્ઞાની પુરુષો માને છે. એ સ્થિતિવિશેષને મહાપુરુષે સંસાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તે “ અવનમિ તે ત્તિ સંસાર” જેની પ્રેરણાથી
આ જીવાત્મા એક યોનિમાંથી બીજી એનિમાં ધકેલાય છે, સરકે છે–આશ્રય લે છે–તેને સંસાર કહેવામાં આવે છે. એ નિમિત્તને–એ પ્રેરક તત્તવને કઈ વાસના કહે છે, કઈ ઐડા કે ઈચ્છા કહે છે. જેના પરિભાષામાં એને નિયાણું કહે છે. મતલબ કે આ વાસના જ જન્મ-મરણનું કારણ છે. તેથી કઈ પણ પ્રયોગથી–સાધનાથી કે અનુષ્ઠાનથી વાસનાનો છેદ ઉડાડી શકાય તે સંસારનું દુઃખ ન રહે. એટલે કે સંસારમાં પુનઃ પુનઃ જન્મ-મરણ ન થાય. જૈન તત્વજ્ઞાનની પરિભાષામાં રાગ અને દ્વેષને સંસારની જડ કહેવામાં આવે છે. એ જ કર્મનું બીજ છે. એમાંથી અથવા એનાથી જ સંસાર પાંગરે છે. હવે જે સંસારરૂપી એ રેગ મટાડવો હોય તે એના ઔષધનું વિધાન પણ For Private & Personal Use Only
તત્તવદર્શનy.org
[37] International