________________
પૂત્ર ગુરુદેવ કવિધય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જીવનનું ધારણ-પોષણ કરવામાં, હિતાહિતને નિર્ણય કરી, કેવળ સ્વલક્ષી નહિ પણ પરલક્ષી (પરહિતપરાયણવૃત્તિ) બનતો જાય છે, તેમ તેમ તેના જીવનમાં એક નવી શક્તિ ઉત્પન્ન થાય છે એને આપણે વિવેકશક્તિ કહીશું. એ વિવેકશક્તિ દ્વારા પછી સાધક સાચા સુખને મેળવવા અને દુઃખને આત્યંતિક નાશ કરવા પ્રયત્ન કરે છે. એવા જેની સુખ-દુઃખની સમજમાં પણ પછી ફેર પડી જાય છે. આ રીતે વિવેકશક્તિ જાગૃત થયા પછી માણસ પિતાના જીવનધોરણને ધીમે ધીમે બદલતે રહે છે. એ રીતે બદલાતે માણસ પ્રથમ ન્યાય-નીતિપરાયણ બને છે, પછી મન, વચન અને કર્મની એકરૂપતા લાવવા માટે ખાનદાન અને સહૃદયી બનતો હોય છે અને ત્રીજા તબક્કામાં તેવો માણસ પછી ટેકીલે, મરદાનગીવાળ, ખમીરવાળે આર્ય કે સજ્જન બની રહે છે. આમ માનવજીવનના પણ કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકાર બને છે, ત્યારે તેની આંતરિક શક્તિનો કમેકમે વિકાસ થતાં વિવેકબુદ્ધિ પણ તેની ઉચ્ચકક્ષાએ પહોંચી જાય છે. એ માણસ પછી કુટુમ્બમાં, સમાજમાં કે નગરમાં એક નંબરને સજન ગણાય છે. નગરમાં શ્રેષ્ઠ હોવાથી નગરશેઠના પદ માટે તે ચે હોય છે.
આપણે માનવજીવનના ચાર પ્રકાર જણાવ્યા તે પૈકી સૌથી છેલ્લે પ્રકાર – અલ્પમાનવનું આપણે નિરીક્ષણ કરતા હતા. અપમાનવ તે છે કે જેમાં વધારે ટકા પાશવિક જીવનના હોય છે અને વિચારશકિત (બુદ્ધિ-હૃદય) ઓછા પ્રમાણમાં કામ કરતી હોય છે એવા માન, ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયા હોય કે મોટી ઉંમરના હોય તે પણ એને જીવનવ્યવહાર પશકટિને એટલે સ્વાર્થ–પ્રધાન અર્થાત્ તુચ્છ સ્વાર્થથી ભરેલું હોય છે. એના દ્રષ્ટાંતે, જે આપણામાં વિચારશકિત સક્રિય બનેલી હોય તે વર્તમાનકાળના આપણી આંખે દેખાતા માનમાં પણ આપણે જોઈ શકીએ–જે આપણી દૃષ્ટિ સમત્વગવાળી હોય છે, અને એમ ન હોય તો પણ જે આપણે વિચારશકિત એટલે કે બુદ્ધિ અને હૃદય કેળવાયા હોય તે પણ એવા અપમાન આપણને દેખાતા હોય છે. જ્યાં જ્યાં કલેશ, કુસંપ, અસંતેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઝેર–વેર, ઈર્ષા, હિંસા, ચેરી, લંપટવૃત્તિ વગેરેના ઉગ્ર સ્વરૂપે દર્શન થાય ત્યાં ત્યાં એ માનવ હોવા છતાં, પશુવૃત્તિથી જીવતે અપમાનવ છે, એમ સમજવું ભૂતકાળમાં અને ઈતિહાસના પટ્ટમાં બની ગયેલા એવા માનવાને કઈ કઈ માનવ રાક્ષસ પણ કહે છે..જેમાં આસુરી તત્ત્વનું જોર વધારે હોય છે તેવા માન: જેમકે :- રાવણ, કંસ વગેરે....! ની બાદશાહ ! નાદિરશાહ ! અલાઉદ્દીન ખીલજી વગેરે....!
માનવજીવનની ઉત્તરોત્તર ચઢતી કળા
(જીવનશક્તિ-ચાલુ) આપણે ઉપર જોઈ ગયા તેમ માનવજીવન જેમ જેમ વિકાસ પામતું જાય છે તેમ તેમ શરૂઆતમાં તેના જીવનમાં સામાન્ય વિચાર કામ કરતું હોય છે. એટલે કે વ્યકિતગત જીવનમાં કે સામાજિક જીવનમાં એ માત્ર એuસંજ્ઞાથી કે અનુકરણસંજ્ઞાથી જીવનવ્યવહાર ચલાવતા હોય છે. એટલે એવા જીવનમાં માન-અપમાન, હર્ષ-શાક અને સંઘર્ષ રહેવાના. પરંતુ એવા અનુભવ પછી જ્યારે માણસને એમ લાગે કે આવી રીતે જીવવું એ સારું નથી, ત્યારે એના જીવનમાં તુલના કરવાની એક પ્રકારની વિવેકશકિત જાગે છે. એ વિવેક્શક્તિથી પિત હિત-અહિત, લાભ-અલાભ જેતે થઈ જાય છે. પરિણામે, વધારે અનુભવ થતાં એ જ વિવેકશક્તિ પછી વિવેકબુદ્ધિરૂપે પરિણમતી હોય છે. અહીં આપણે વિવેકશક્તિ અને વિવેકબુદ્ધિમાં જે સામાન્ય ફેર છે તે સમજી લઈએ. વિવેકશકિત માત્ર પૃથક્કરણ કરે છે જ્યારે વિવેકબુદ્ધિ નિર્ણય કરે છે. આ બધી હકીકત આપણે
ગળ જોઈ ગયા છીએ. પછી એવા માનમાં, વિવેકબુદ્ધિના વિકાસથી જીવન જીવવાનું લક્ષ પણ ફરી જાય છે આહાર સંજ્ઞા, ભય, મિથુન અને પરિગ્રહસંજ્ઞાથી ઉપરવટ થઈ તેઓને એમ લાગતું હોય છે કે જેમ મને સુખ અને સ્વમાન પ્રિય છે તેમ બીજા જીવોને પણ એ ગમતું હોય છે તે મારે કોઈને અસુખ થાય કે કોઈનું અપમાન થાય એવી રીતે ન વર્તવું જોઈએ.
ગામના પ્રતિનિ જેવાં જ સમા પિતાને પ્રતિકૂળ લાગે એવો વ્યવહાર મારે બીજા પ્રત્યે ન ચિંતની વિચારધારા
૨િ૧] For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org