________________
ધ્ય ગુરૂદેવ ડવિર્ય પ. નાનાસજી મહરાજ જન્મશતાલિદ મ્યુનિથ
સર્વે જીવો જીવનને ઈચ્છે છે, સુખશાન્તિને ઈચ્છે છે, દુઃખ કોઈને ગમતું નથી. સર્વ જેને આયુષ્ય - પ્રિય છે, અર્થાત્ જીવન પ્રિય છે, સુખશાતા પ્રિય છે અને દુઃખ પ્રતિકૂળ લાગે છે.
सब्वे जीवा वि इच्छंति, जीविउ न मरिज्जि।
- દશવૈકાલિક સૂત્ર, અધ્યયન ૬, ગાથા–૧૧ બધા જ જીવવા માગે છે. મરવાનું કોઈને પસંદ નથી; આમ હોવા છતાં સાચું સુખ મળતું નથી અને દુઃખ ટળતું નથી. તે પછી સાચા સુખને મેળવવાનો માર્ગ [કે? જ્ઞાની પુરુષે અનુભવથી પિકારી પિકારીને કહે છે કે, શાશ્વત સુખ અંતરમાં છે-પિતામાં છે. અમારા પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે પોતાના એક પદમાં આ જ વસ્તુ કહી છે.
તમારું છે તમારામાં
(રાગ-ગઝલ) તમે છો શોધમાં જેની અનુભવીને ખબર એની;
નથી તમને ખબર તેની, મજા સમજ્યા વિના શેની? -૧ નથી સુખ પુત્ર પ્યારામાં, નથી દિલજાન દારામાં
અવરમાં કે અમારામાં, તમારું છે તમારામાં -૨ નથી મિષ્ટાન્ન ખાવામાં, નથી ગાવા બજાવામાં;
નથી દોલત જમાવામાં, તમારું છે તમારામાં –૩ નથી વિભવ વિલાસમાં, નથી ઉત્તમ આવાસમાં
ક્ષણિકના હર્ષ હાસ્યમાં, તમારું છે તમારામાં – ભ્રમિતને અન્યમાં ભાસે, નથી સુખ અન્યની પાસે;
ફસાઓ કાં વિષય ફર્સ, તમારું છે તમારામાં –૫ નથી વિદ્યા જમાવામાં, નથી ગુણિયલ ગણવામાં;
નથી કઈ રથાન જાવામાં, તમારું છે તમારામાં -૬ નથી મહેલે મજાનામાં, નથી ધનના ખજાનામાં
સુર્યું છે “સંતના શિષ્ય તમારું છે તમારામાં –૭ મતલબ કે સહજ સુખ કે સ્વયંભૂ આનંદ એ જીવમાત્રને ચેતનને ગુણ છે. પરંતુ જીવ ઉપર મેહનું–અવિદ્યાનું કે અજ્ઞાનનું આવરણ ફરી વળવાથી દરેક ચેનિમાં એ સહજ સુખ, વિકૃતરૂપે અનુભવાય છે અથવા પ્રતિભાસિત થાય છે. વસ્તુતઃ જે શાશ્વત સુખને જીવમાત્ર ઝંખી રહેલ છે તે સુખ પિતામાં જ છેઅંતરમાં જ છે, એ ઉપરના પદને ધ્વનિ છે. તે એવા સુખની શોધ માટે વિચારશક્તિને ઉપગ કરી, માનવે અંતર્મુખ થવું ઘટે. સુખને મેળવવાને બીજો કોઈ માર્ગ નથી.
વિચારશકિત-માનવજીવનનું પ્રાણતત્ત્વ આપણે આગળ જોઈ ગયા તેમ બુદ્ધિ અને હદય મળીને વિચારશક્તિ બને છે. આ વિચારશક્તિ જ માનવનું મુખ્ય લક્ષણ છે. તેથી બુદ્ધિ અને હદય એ બે તત્ત, માનવજીવનમાં આત્મદેવની-મૈતન્યની પ્રતિષ્ઠા કરવા માટે અપૂર્વ સાધન છે. ચેતન્યસ્વરૂપ આત્મદેવને, સ્કૂલ જીવનમાં પ્રગટાવવા માટે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિ જેવાં બીજા સાધને અથવા કરો તો છે જ, પણ તે બધાયને પ્રાણ પૂરનાર-ગતિશીલ કરાવનાર આ બુધ્ધિ અને હૃદયરૂપી વિચારશકિત જ છે. અને તે પણ એક દિવ્ય પ્રકારનું સાધન છે. એટલે એ બુદ્ધિ અને હૃદયને સંકારવાથી, મઠારવાથી, કેળવવાથી માનવજીવન ભવ્ય, ભવ્યતર અને ભવ્યતમ બને છે. પછી તે જેમ જેમ માણસ પિતાની એ વિચારશક્તિને ઉપગ કરતે જાય છે–વિચારશક્તિને કેળવીને આગળ વધતું જાય છે એટલે કે
[૨૦]. Jain Education International
તવદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only