________________
I
પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિંદ સ્મૃતિગ્રંથ
પ. નાનયોજી મહારાજ જન્મશતાલિ
નહિ પણ એવા માનમાં સંજ્ઞાત્મક મનની પ્રબળતા હોય છે. એટલે પોતાનું ધારણ-પોષણ કરવામાં, ગત જન્મનાં સંસ્કારને લીધે ભૌતિક પદાર્થોને સુખના કારણરૂપ માની, એની પ્રાપ્તિ માટે એવા માનવો ઝગડતાં હોય છે, કલેશ કરતાં હોય છે. દ્રોહ અને વિશ્વાસઘાત કરતાં પણ તેઓ અચકાતાં નથી. કારણ કે સુખની સમજ એવા માનની એ પ્રકારની જ હોય છે. હકીકતમાં સૌ કોઈ સુખને ઈચ્છે છે. દુઃખ કેઈને ગમતું નથી, એટલે જીવમાત્રને પ્રવૃત્તિ સ્થૂલ-ભૌતિક સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. તેથી જ કહ્યું છે
सर्वात्र सर्वस्य सदाप्रवृत्तिः दुखस्य नाशाय सुखस्य हेतोः।
तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ॥ . અર્થ:- માણસમાત્ર, અરે ! જીવ માત્ર દુઃખને કેમ નાશ થાય અને સુખ કેમ બની રહે એટલા માટે જ હમેશાં બધી પ્રવૃત્તિઓ કરે છે તેમ છતાં પણ આપણે જોઈએ છીએ કે દુઃખને સદંતર નાશ થતું નથી અને સુખ કાયમ માટે બની રહેતું નથી, એ પણ હકીકત છે. તે પછી શું કરવાથી સાચું સુખ મળે અને શું કરવાથી દુઃખ ટળે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થવા ગ્ય છે. આમ અણુવિકસિત માનવ, પ્રયત્ન કરવા છતાં સુખ મેળવી શકતા નથી; કારણ કે એ માણસ, પિતાને જીવનવ્યવહાર ‘અદમ્ના ભાનપૂર્વક ચલાવતા હોય છે. એના વિચારનું તવ “અદમ'માં કેન્દ્રિત થયેલું હોય છે. પરિણામે એવા જીવોમાં રાગ-દ્વેષ, મેહ વગેરે વિકારે ભરેલાં જ હોય છે તેથી પરસ્પર સંઘર્ષ, દ્રોહ વગેરે ચાલ્યા કરતું હોય છે. પછી એવા પ્રકારનાં અનુભવેને અંતે જેમ જેમ માણસ ઘડાતો જાય છે તેમ તેમ પેલે સામાન્ય વિચાર પછી વિચારશક્તિ રૂપે પરિણમે છે અને પછી તેના ઉત્તરોત્તર પ્રકાર બદલાતા જાય છે. એટલે કે એ જ વિચારશક્તિ, વિવેકશક્તિરૂપે અને પ્રજ્ઞાશક્તિરૂપે પરિણમે છે. એ સમજવા માટે અનુભવી પુરુષોએ માનવજાતના, તેની ભૂમિકા પ્રમાણે નીચે મુજબ ચાર પ્રકાર સમજાવ્યા છે
૧-ઉત્તમ, ૨- ઉત્તમ, ૩-મધ્યમ અને ૪-કનિષ્ઠ.
આ ચાર પ્રકારમાં નીચેના ક્રમથી એટલે કે કનિષ્ઠ પ્રકારથી શરૂ કરીને આપણે ઉત્તમોત્તમ વિભાગને સ્પર્શવાને છે. સમજવા ખાતર આપણે ચોથા પ્રકારને અપમાનવ અથવા નરપશુ કહીશું. ત્રીજા પ્રકારને માનવ બીજા પ્રકારને મહામાનવ અથવા માનવદેવ અને પહેલા પ્રકારને અતિમાનવ કે તીર્થકર અથવા પેગમ્બર કહીશું. અત્યારે તે આપણે નીચેથી ઉપરના કમને વિચાર કરીએ છીએ.
સામાન્ય વિચારની ભૂમિકાવાળા માનવ, ખાવું-પીવું, હરવું-ફરવું વગેરે બાહ્ય જીવનવ્યવહાર ચલાવવામાં ઓઘસંજ્ઞાથી જ કાર્ય કરતે હોય છે, એટલે કે સમાજના બીજા માણસે જે રીતે જીવન જીવતા હોય તેનું જ એ અનુકરણ કરતે હોય છે. આ પ્રકારના માનમાં નીચેના થરથી માંડીને જેને આપણે ઉપલા થરના માનવો ગણીએ છીએ- બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય–તેવા માનને પણ સમાવેશ થતો હોય છે. સારાંશ કે, સામાન્ય વિચાર કરતાં વિચારશકિત એ જરા જુદી વસ્તુ છે. એટલે કે સંજ્ઞાત્મક જીવનથી એ પર છે. વિચાર શક્તિની રકૃરણા થાય છે ત્યારે તે માનવ પછી પ્રત્યેક ક્રિયા કરતી વખતે, લાભાલાભને વિચાર કરીને પ્રવૃત્તિ કરતે હોય છે. મતલબ કે, કેવળ દેડલક્ષી વિચારથી (માત્ર ભૌતિક-પાર્થિવ સુખને લક્ષમાં રાખી) જે માનવી પિતાનો નિર્વાહ કરતે હાય છે એ સામાન્ય વિચાર છે, પરંતુ ત્યારે સ્વ અને પરેને લક્ષમાં રાખી જીવન જીવાય છે ત્યારે વિચારશકિત કામ કરતી હોય છે એ દષ્ટિએ વિચાર કરીએ તે, પશાનિમાંથી સૌ પ્રથમ જ્યારે જીવ માનવનું ખેળીઉં (માનવદેહ) પ્રાપ્ત કરે છે ત્યારે ગત ભવાન્તરેન, પશનિના લગભગ બધા સરકારે તેની સાથે જ આવે છે અને તે પિતાના ભાવ ભજવતા હોય છે. ઉપરાંત વિચારનું તત્ત્વ એમાં ઉમેરાય છે, ત્યારે એના માનસ બંધારણમાં સહજભદ્રતા, સહજ વિનીતતા, અનુકંપા અને આત્મીયતાના સંસ્કાર મસાલે ભરાતો જાય છે. માનવદેહની પ્રાપ્તિમાં આ બધું હોવું અનિવાર્ય છે એવું શાસ્ત્રવચન છે.
આ ભૂમિકામાં આવેલ જીવ, પછી જે સુખની તેને અવ્યકતપણે ઝંખના રહે છે તે શાશ્વત-સુખને શોધવા પુરુષાર્થ કરે છે. શાસ્ત્રાકાર કહે છે :सव्वे पाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला ॥
આચારાંગ સૂત્ર, અ. ૨, ૩. ૩, સૂત્ર –૭ Jain Eચિંતનીય વિચારધારા
www.jo [૧૯org
For Private & Personal Use Only