SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પૂત્ર ગુરુદેવ કવિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ છે. માનવજીવનની મહત્તા અહીં સુધી તે આપણે કમેકમે વિચારતાં, ઈન્દ્રિય અને મનરૂપી સાધનનું નિરીક્ષણ કર્યું અને છેલ્લે છેલ્લે મન, બુદ્ધિ અને આત્માની ઉત્તરોત્તર ઉપરી સત્તાનું ઝાંખું અવલોકન કર્યું. હકીકતમાં હજુ આપણે પાશવક જીવન અને માનવજીવનના સંગમસ્થાને પહોંચ્યા છીએ. હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે પશુ જીવન અને માનવજીવનમાં બીજી વિશેષતા કઈ છે? કે જેના લીધે માનવ સર્વથી શ્રેષ્ઠ ગણાય છે ! માનવજીવનને બધા મહાપુરુષે તેમ જ (દરેક શાસ્ત્રકારોએ આટલે બધે મહિમા કેમ ગાય છે? જેમ કે :- શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું : चत्तारि परमंगाणि, दुल्लहाणिय जन्तुणो।। माणुसत्तं सुइ सध्धा संजमंमि य विरियं ॥ ––ઉત્તરાયયન સૂત્ર, અધ્યયન-૩, ગાથા-1 અથ:- જીવે બધું મેળવ્યું છે અને મેળવી શકે છે, પરંતુ આ ચાર અંગ (પદ) મળવાં અતિ દુર્લભ છે. ૧- મનુષ્યત્વ, ૨- શ્રુતિ, (યથાર્થ સાંભળવું તે) ૩- શ્રધ્ધા-આત્મપ્રતીતિ, – આત્માની સ્થિતિમાં ટકી રહેવા માટે બળ-શકિત-વીને ઉપયોગ કરે છે. આ ચાર અંગ ઉત્તરોત્તર દુર્લભ છે. એ જ પ્રમાણે મહા તેજસ્વી એવા શ્રીમદ્દ શંકરાચાર્યે પણ પોતાના વિવેક ચૂડામણિ ગ્રંથની શરૂઆતમાં જ કહ્યું – दुर्लभं त्रयमेतद् देवानुग्रहहेतुकम् । मनुष्यत्वं, मुमुक्षत्वं, महापुरुषसंश्रयः॥ અર્થ :- પરમાત્માને અનુગ્રહ જ જેમાં કારણભૂત છે- અર્થાત્ એની કૃપા વિના જેની પ્રાપ્તિ નથી એવી આ ત્રણ વસ્તુ અતિ દુર્લભ છે - ૧-મનુષ્યત્વ એટલે માણસાઈ - મુમુક્ષુવૃત્તિ-સર્વથા મુકત થવાની પ્રબળ અભિલાષા અને ૩-મહાપુરુષ-મહામાનવને સત્સંગ થે. આ ત્રણે વસ્તુ દુર્લભ છે. આ જ પ્રકારે સંત તુલસીદાસજીએ પણ પિતાની તળપદી ભાષા (વ્રજભાષા)માં એ જ વસ્તુ પ્રગટ કરી છેઃ નરતન સમ નહિ કવન હિ દેહ, જીવ ચરાચર યાચત જેહિ ! સરગ-નરક-અપવરગ નિ એણું, જ્ઞાન-વિરાગ-ભક્તિ સુખદેણું II અર્થ - જીવને ઉત્પન્ન થવાની ૮૪ લાખ યુનિઓ છે, અર્થાત્ લાખ અવતાર જીવ ધારણ કરે છે; પરંતુ એ બધામાં નરતન-માનવના દેહ જે સર્વાગ સુંદર કેઈ દેહ નથી. કારણ કે ચર કે અચર જીવમાત્રની (પછી તે નરનિમાં હોય કે દેવનિમાં હોય) ઘણા અનુભવને અંતે એક જ અભિલાષા રહે છે અને તે એ કે એક વાર માનવને અવતાર મળે તે કેવું સારું? કારણ કે સ્વર્ગમાં જવું હોય કે કોઈ અધોગતિ (નરક)માં જવું હોય કે પછી મેક્ષમાં જવું હોય તે એનું પ્રમાણપત્ર માત્ર માનવભવમાંથી જ મળી શકે છે; એટલું જ નહિ પણ જ્ઞાનની આરાધના કરવી હાય, ભકિતની સાધના કરવી હોય કે કર્મવેગની આરાધના કરવી હોય તે તે માનવ જ કરી શકે છે. બીજા કઈ અવતારમાં કે જન્મમાં એવી સુવિધા કે એવું સામર્થ્ય નથી હોતું, માટે માનવજીવન સર્વોત્તમ છે એવો જગતના તમામ મહાપુને એકી અવાજે પ્રધાન સૂર છે. તેથી જ કહ્યું છે : નદિ માનુપાત્ કૃત: શ્ચિત્ | “માનવથી વધારે શ્રેષ્ઠ બીજું કઈ નથી.” આટલું જાણ્યા પછી હવે આપણે એ શોધવાનું જાણવાનું રહે છે કે પશુના જીવન કરતાં, માનવના જીવનમાં એવી કઈ વિશેષતા છે કે જેથી એને આટલું બધું મહત્ત્વ અપાય છે. વિદ્વાનેએ આ વસ્તુનું મનન-ચિંતન કરીને નીચે મુજબ ખુલાસો કર્યો છે __ आहार-निद्रादि समं शरीरिषु, शेष्यमेकं हि नरे विचारणम् । तेनोज्झित : पक्षिपशूम : स्मृतः तस्माद् विचारकपरायणो भवेत् ॥ અર્થ:- આહાર સંજ્ઞા, નિદ્રા, ભય, મૈથુન આદિ સંજ્ઞાઓ તે દેહધારી માત્રામાં હોય છે ત્યારે માનવના ખોળીચિંતનીય વિચારધારા [૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy