________________
-
-
-
કંપા ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જ કાળમાં સંદેશા ચાલતા જ રહે છે. ઘણે દૂર રહેલા દ્રશ્યને તે પિતાનો વિષય બનાવી તેનું ભાન મનને કરાવી શકે છે. વિશ્વના પ્રત્યેક પદાર્થ અનેક પ્રકારનાં આંદોલનની ગતિમાં હોય છે. આ આંદોલને ઉપરનાં પ્રકાશનાં કિરણે, ચક્ષના પ્રદેશ ઉપર અથડાવાથી તે પ્રદેશનાં જ્ઞાનતંતુઓમાં એક પ્રકારની પ્રતિછાયા ઉત્પન્ન થાય છે. આ પ્રતિછાયાને અથવા ચિત્રને અર્થ મન તેના વિકાસ અનુસાર કરીને તે તે પદાર્થનું બાહ્ય સ્વરૂપ નકકી કરે છે. દાખલા તરીકે હું અહીંથી એક વૃક્ષ જેઉં છું. તેમાં વરતુતઃ હું વૃક્ષને પિતાને સીધી રીતે જ નથી, પરંતુ તે વૃક્ષ આંદોલનની જે કળામાં છે તે આંદોલનને, વૃક્ષ ઉપરના પ્રકાશનાં કિરણો, મારા ચક્ષુપ્રદેશની મર્યાદામાં લાવી રજૂ કરે છે અને તે કિરણે ત્યાં અથડાવાથી તે પ્રદેશગત વિશિષ્ટ જ્ઞાનતંતુઓમાં એક પ્રકારને ક્ષેભ, ગતિ, વિકાર અથવા પંદન ઉત્પન્ન થાય આ ક્ષોભને મારા મનવડે જે અર્થ ઉત્પન્ન થયે તે વસ્તુતઃ મારું વૃક્ષનું જોવાપણું છે. ખરી રીતે બધી જ ઈન્દ્રિયના વિષયની બાબતમાં આપણે બહારની સૃષ્ટિનું અપક્ષ સીધું દર્શન કરી શકતા નથી, પરંતુ બાહ્ય વિશ્વનું મન અને ઈન્દ્રિયે મારફત ઉત્પન્ન થતું એક પ્રતિબિંબ જોઈએ છીએ. ઘણા છેડા મનુષ્યને એ ખ્યાલ હેય છે કે, આપણું જીવન કેવળ આંતરિક છે; કેમકે તમે જે કાંઈ જુઓ છો, સાંભળે છે, ચાખે છે, સૂછે છે અને સ્પર્શે છે તે મનમાં જ ચિત્રો છે અને તે ચિત્રો ઈન્દ્રિમાં રહેલા ખાસ પ્રકારનાં જ્ઞાનતંતુઓમાં ઉપસ્થિત થતાં ક્ષોભથી ઉત્પન્ન થયેલાં હોય છે.
મનુષ્યની ચક્ષુ પ્રકાશની અમુક જ કળા Degree ના આંદોલને ગ્રહણ કરવા માટે લાયક હોય છે. વિજ્ઞાનનું એમ માનવું છે કે મંદમાં મંદ પ્રકાશના આંદોલને એક સેકન્ડમાં પિસ્તાલીસના આંકડાં ઉપર તેર મીઠા ચડે એટલી સંખ્યામાં હોય છે અને જ્વલંતમાં જવલંત પ્રકાશના આંદોલન એક સેકન્ડમાં પચતર ઉપર તેર મીંડા ચડે એટલી સંખ્યા હોય છે. ઉપરની સંખ્યાથી ઓછા અથવા વધારે આંદોલનેવાળે પ્રકાશ મનુષ્યના ચક્ષુની મર્યાદામાં આવતો નથી. જો કે અમુક પ્રકારના યંત્રે વડે તે પ્રકાશની ગતિ અને સ્વરૂપ નકકી કરી શકાય છે. ઉપરની સંખ્યાથી વધારે અથવા ઓછા આદેલવાળે પ્રકાશ, બંને એકસરખી રીતે આપણને અંધકારરૂપે ભાસે છે. કેમકે તે સંખ્યાથી ઓછા દેલવાળો મંદ પ્રકાશ આપણી ચક્ષુ ઉપર કાંઈ જ અસર ઉપજાવતું નથી અને તે કરતાં વધારે આંદેલવાળો પ્રકાશ ઝીલવા માટે આપણી ચક્ષુ અયોગ્ય હોય છે.
જુદા જુદા ભાસતા રંગેનું સ્વરૂપ પણ તે તે પદાર્થોના આંદોલનની ગતિ વડે નિર્માય છે. એ આંદોલનની ગતિમાં ઓછાવત્તાપણું થતાં આપણી દૃષ્ટિમાં રંગને પણ ફેરફાર ભાસે છે. બુદ્ધિમાને કહે કે, લાલ રંગ સર્વ કરતાં ન્યૂન આંદોલનવાળો હોય છે, અને જાંબુડિયે રંગ Violet સર્વ કરતાં ત્વરિત આંદોલનવાળો હોય છે. પીળા, નારંગી, લીલે, આસમાની વગેરે મધ્યમ ગતિવાળો હોય છે.
ઉપર પ્રમાણે ઈન્દ્રિયનાં સ્વરૂપની સંક્ષિપ્ત રૂપરેખા છે. આત્માને જ્ઞાનોપાર્જન માટે નિસર્ગશકિતએ મન અને ઈન્દ્રિયના અદ્ભુત સાધને અપેલા છે અને એની રચનાનું કૌશલ્ય જેમ બારીકાઈથી જોઈએ છીએ તેમ તેમ આશ્ચર્ય અને આનંદમાં અધિકાધિક નિમગ્ન થતા જઈએ છીએ. આપણને જ્ઞાન મેળવવાની ખરી જિજ્ઞાસા હોય તે આ ઈન્દ્રિરૂપી સાધનોને બને તેટલી ઉત્તમ સ્થિતિમાં નિભાવવા આપણે સર્વદા તત્પર રહેવું જોઈએ, એટલું જ નહિ પણ તેને ખીલવીને બને તેટલા અધિક બળવાન, કાર્યકર અને આજ્ઞાનુસારી બનાવવા જોઈએ. મન અને ઈન્દ્રિયને આત્માના વિકાસમાં કેવી રીતે સહાયક બનાવવા, તેની ખીલવટ કરીને તે દ્વારા આત્માને પરમ ઉન્નતિના માગે કેવી રીતે વાળ એ વિષય સંબંધી હવે આપણે આગળનાં પ્રકરણોમાં જોઈશું. પરંતુ આ વિષય પરત્વે એટલે કે ઈન્દ્રિ અને મનની ઉપયોગિતા તેમ જ કાર્યશકિત માટે ભગવદ્ ગીતામાં નીચે મુજબ નિરૂપણ કરે છે :
इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परंमनः ।।
__ मनसस्तु परा बुध्धिः यो बुध्दे : परतस्तुसः ॥ શરીરના માળખામાં પાંચ ઇન્દ્રિયની સત્તા વિશેષ છે અને ઈન્દ્રિયની ઉપર મનની સત્તા ચાલે છે, એટલે કે ઈન્દ્રિયેથી મન પર છે. મનનું સંચાલન કરનાર બુદ્ધિનું તત્ત્વ છે અને બુદ્ધિથી પર એટલે કે શ્રેષ્ઠ તે (આત્મા) છે. એટલે કે આત્મા સર્વોપરિ છે.
[૧૬]
તવદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org