________________
પૂષ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે.
આંખ માટે જે ખાસ સંચા કુદરતે તે તે સ્થાનમાં ગેહવ્યા છે તેવા જીભના પ્રદેશમાં ગઠવ્યા નથી. જીભ જે જ્ઞાનતંતુથી પિતાને સંદેશ મનને પહોંચાડે છે તે જ્ઞાનતંતુઓ, આખા શરીરની ચામડી ઉપર પથરાયેલા જ્ઞાનતંતુઓ કરતાં જુદી જાતના નથી. માત્ર જીભના પ્રદેશ ઉપરના જ્ઞાનતંતુઓ સવિશેષ યેચતાવાળા છે. જીભને સ્વાદનું ભાન થાય છે તે માટે કુદરતે તે સ્થાનની આસપાસ અમુક પ્રકારના રસાયણિક દ્રવપદાર્થો ગોઠવી રાખ્યા છે. આ રસ જે જીભને સહાય ને કરે તે સ્વાદ મુદલ લાગતો નથી. મંદવાડમાં દરદીને જીભ તેની તે હોવા છતાં પદાર્થોમાં સ્વાદ નથી આવતે તેનું કારણ એ હોય છે કે, ઉપર્યુક્ત રસની નિષ્પત્તિ જીભ પાસેના ગ્રંથસમૂહમાંથી થતી હોતી નથી.
આ ઈન્દ્રિય પશુ કરતાં મનુષ્યમાં ઘણી પ્રબળપણે ખીલેલી હોય છે અને મનુષ્ય-મનુષ્યમાં પણ એ શકિતના વિકાસ પરત્વે ઘણો મહત્વનો ભેદ અનુભવવામાં આવે છે. દરેક પ્રકારના ઘઉં, ચેખ, બાજરી વગેરેમાં એકસરખે
સ્વાદ હોતો નથી, છતાં જાડી રસની વૃત્તિવાળાને જમતી વખતે તે કાંઈ ભેદ માલુમ પડતું નથી. દૂધના શેખીને ઘણું ગાયો માંહેથી અમુક દૂધ અમુક ગાયનું છે એમ ચોકકસ કહી શકે છે, અને બે ગાયનું દૂધ ભેગું કરેલું હોય છે તો તે પણ દવાના સ્વાદથી જાણી શકે છે. આ ઝીણવટ “રસના શક્તિની તીવ્રતા દર્શાવનાર છે અને તે એક પ્રકારને ઈન્દ્રિયવિકાસ છે.
ધ્રાણેન્દ્રિય જીભની સાથે ઘણો નજીકનો સંબંધ ધરાવનારી છે અને કાર્યમાં પણ ઉભયનું સાહચર્ય દ્રશ્યમાન છે જીભ ઉપર પદાર્થને સ્પર્શ થતાં જ તેના રજકણે ઊડીને ધ્રાણેન્દ્રિય આગળ હાજરી આપે છે અને જીભે તેને રવીકાર કરે કે કેમ તે બાબતની સલાહ પણ તે ઈન્દ્રિય મોકલે છે. આ રજકણે નાકના અંદરના પ્રદેશની અંતરત્વચા ઉપર ચાટે છેકેમકે તે ભાગ ભીનાશવાળ અને સ્નિગ્ધ હોવાથી તે દરેક જાતના રજકણોને એકદમ ઝીલી લઈ શકે છે અને ત્યાં તેની ગંધનું સ્વરૂપ નકકી થાય છે; અર્થાત્ એ ત્વચા ઉપરના વિશિષ્ટ જ્ઞાનતંતુઓ, રજકણોના સ્પર્શથી ઉત્પન્ન થયેલા આંદોલનને મન આગળ મોકલી આપે છે, અને મન તેમાંથી અમુક પ્રકારની ગંધને અર્થ મેળવી લે છે. મનુષ્ય કરતાં પશસૃષ્ટિમાં આ ઈન્દ્રિય બહ બળવાન હોય છે, કેમકે પશુના આહારના અન્વેષણને આધા હોય છે. એમના જીવનનિર્વાહ માટે આ ઈન્દ્રિયની શકિતના પ્રબળ વિકાસની ઘણી આવશ્યકતા હોય છે. આપણામાં પણ એવા અનેક ધંધા છે કે, જેમાં આ ઈન્દ્રિયની સૂમતાની ઘણી જરૂર હોય છે. તમાક, અત્તર, આસવ, ધિયાણું વગેરેના વેપારમાં માલની પારખને આધાર આ ઈન્દ્રિયની સૂક્ષમતા ઉપર છે. તેમના ધંધાની ફતેહ પણ તેના ઉપર નિર્ભર હોય છે. ઘણા આંધળા માણસે માત્ર ગંધ ઉપરથી અમુક માણસ ફલાણો છે એમ ચેકસ રીતે કહી શકે છે. - કણન્દ્રિય ઉપરની ત્રણે ઈન્દ્રિય કરતાં ઘણી જટિલ અને સૂક્ષ્મ સંચાકામવાળી છે. ઉપરની ત્રણ ઈન્દ્રિ પદાર્થોને સાક્ષાત્ સંબંધ થયા પછી જ પિતાના વિષયનું ભાન કરી શકે છે, ત્યારે કર્ણન્દ્રિયની રચના એવી છે કે, તેને વિષય બનનાર વસ્તુ ઘણે દૂર હોય છતાં હવાથી ખેંચાઈ આવતા શબ્દ કે અવાજના જાંઓ કર્ણના ગેલક ઉપર અથડાય છે અને તે માંહેનું અદૂભુત કૌશલ્યપૂર્ણ યંત્ર તે આંદોલનને ગ્રહીને મન આગળ મોકલી આપે છે. આત્માએ બહારની સૃષ્ટિને હેવાલ મેળવવા માટે ખરેખર, કાનને આ એક અતિ વિમયકારક સંગે પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાને એમ અનુમાન બાંધ્યું છે કે, આ કણેન્દ્રિય એક સેકન્ડમાં ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ આંદોલને ગ્રહણ કરી શકે છે, અને વધારેમાં વધારે એક સેકન્ડમાં ૩૮૦૦૦ આદેલને ઝીલી શકે છે. ધીમા સ્વરના અવાજના આંદોલને મંદ વેગવાળા હોચ છે અને મેટા અવાજના આદેલને ત્વરિત ગતિવાળા હોય છે. ઘણા પશુઓ-ખાસ કરીને ઘોડા-ઘણે
બની શકે છે. કેમકે જીવનસંરક્ષણ માટે આ શક્તિનો વિકાસ તેમને જરૂર હોય છે. જંગલી શિકારી મનુષ્યો ઘણે દૂરના પશુઓના પગરવ કળી શકે છે. ગયામાં આ શક્તિની ઝીણવટ ઘણી આશ્ચર્યકારક હદે વિકસી હોય છે. વાચક તેની કલ્પના કરી શકે તેમ છે તેથી વિવેચનની આવશ્યકતા નથી, પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું કે આ સૂક્ષમતા દૂરથી શબ્દો સાંભળી શકવા, તેના કરતાં તદ્દન જુદી જ જાતની છે. અર્થાત્ તે શક્તિ સ્વરનાં ભેદ પારખવાની અને તેનું વર્ગીકરણ કરવાની હોય છે.
મનુષ્યનાં શારીરિક બંધારણમાં ચક્ષુ સર્વથી ઉચ્ચમાં ઉચ્ચ અને અત્યંત જટિલ રચનાવાળી જોવામાં આવે છે. બીજી સર્વ ઈન્દ્રિયે કરતાં મન સાથે તે અધિક વ્યવહાર રાખે છેઃ અર્થાત્ ચહ્ન અને મન વચ્ચે જાગૃત અવસ્થાના બધા
ચિંતનીય વિચારધાર Jain Education International
[૧૫] www.jainelibrary.org
For Private & Personal Use Only