SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ ઈન્દ્રિયમંડળ તેમનામાં વિકસિત થતું હોતું નથી. આત્માને ઈન્દ્રિયોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ આહારગ્રહણનું કાર્ય આખા શરીર દ્વારા ન્યૂન થતું ગયું અને શરીરના અમુક ભાગ તે કરવાને માટે ખાસ થતા ધરાવનાર થતા ગયા. સ્પશેન્દ્રિયનું સ્થાન આખા શરીર ઉપર વિસ્તૃત છે અને ત્વચાના સમસ્ત પ્રદેશ ઉપર જ્ઞાનતંતુઓ ફેલાયેલા હોઈને દરેક ઠેકાણેને રિપોર્ટ મનને પહોંચી વળે છે; પરંતુ તેમ છતાં સ્પર્શેન્દ્રિય અંગે રહેલી શકિતને વિકાસ આખા શરીર ઉપર એકસરખો હોત નથી. કપડાંની સફાઈ અથવા ખડબચડાપણાને ખ્યાલ હાથની આંગળાંથી આવે છે તેટલે તે કપડું શરીરના બીજા ભાગ ઉપર લગાડવાથી નથી આવતે. ઠંડીની અસર આંખને નડીજેવી જ થાય છે, ત્યારે ઝીણા રજકણને સ્પર્શ, જેની અસર શરીરના બીજા ભાગને મુદલ થતી નથી, તે આંખ ઉપર સખ્ત અસર પ્રગટાવી શકે છે. પશુઓ અને મનુષ્યોની પશેન્દ્રિયની શક્તિ ઉપલક નજરથી એકસરખી ભાર છે; પરંતુ વસ્તુતઃ તેમ નથી. મનુષ્ય અને પશુને જે ખાસ ભેદ છે તે મનના વિકાસને બાદ કરતાં સ્પર્શેન્દ્રિયની શક્તિને જ બહુધા છે. સ્પર્શેન્દ્રિય સિવાયની બીજી ઈન્દ્રિયો-ચક્ષ, ઘાણ, કર્ણ, રસના વગેરે ઈન્દ્રિ-પશુઓને મનુષ્યના જેવી જ બકે વધારે જોરદાર અને તીક્ષ્ણ હોય છે, પરંતુ સ્પર્શેન્દ્રિયની બાબતમાં પશુ કરતાં મનુષ્ય ઘણા આગળ વધેલા હાથ અને આંગળાંથી મનુષ્ય જે સંવેદન અનુભવી શકે છે તે પશુને મુદ્દલ હોતું નથી. વજન પારખવું એ પણ સ્પર્શેન્દ્રિયનું કામ છે, એ બહુ છે. મનુષ્ય જાણે છે, પદાર્થોનાં વજન નક્કી કરવામાં કેટલાક માણસની આંગળીઓ એવી આબાદ હોય છે કે, તેમના અનુમાનમાં એક રતી પણ ફેર પડતો નથી; ત્યારે કેટલાક બિનઅનુભવીને વજન હાથે ઉચક્યા પછી પણ દશ શેર હશે કે અધમણ તે પણ સમજાતું નથી. આ ખામી સ્પશેન્દ્રિયની શક્તિની છે. તે ઉપરાંત ગરમી અને ઠંડીનું માપ કાઢવામાં પણ આ શકિતને ઉપગ હોય છે. કશળ વૈદ્યો દદીના શરીરને હાથ અડકાડીને તેમના શરીરની ગરમીનું પ્રમાણુ ચકકસ રીતે કહી શકે છે. આ અનુમાન પણ ઉપર્યુકત શકિતવડે જ થાય છે. કેટલાક જાડી પ્રકૃતિવાળાને વાતાવરણની ગરમી કે ઠંડીનું પ્રમાણ મુદ્દલ સમજાતું નથી. ઘણી જ ઠંડી લાગે અથવા ઘણી જ કારમી પડે ત્યારે તેમને તેવા પ્રકારનું ઝાંખું ભાન થાય છે, પરંતુ તે શીતોષ્ણતાના પ્રમાણનું તેમને જરા પણ ભાન હોતું નથી. આ ખામી પણ સ્પર્શેન્દ્રિયના વિકાસની જ ખામી સમજવાની છે. સ્પર્શેન્દ્રિયની શક્તિ આખા શરીર ઉપર ફેલાયેલી છતાં અમને એમ જણાય છે કે, આંગળાંમાં તેને ખાસ પ્રભાવ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તે આંગળાંમાં એ ઈન્દ્રિયનું ખાસ નિવાસ-સ્થાન અથવા અભિવ્યકિત છે. સારા વૈદ્યો દર્દીના શરીર ઉપર આંગળાં ફેરવી તેના શરીરતર્ગત વ્યાધિનું નિદાન કરી શકે છે અને વાત, પિત્ત કે કફમાં નું પ્રાધાન્ય છે તે કહી શકે છે. કેતરકામ કરનાર તેની બનાવટના કામ ઉપર જરા આંગળાં ફેરવી કયાં અપૂર્ણતા છે તે નક્કી કહી શકે છે. ઊંચા પ્રકારનાં રેશમ અને ઊનની જાતનાં કપડાંનું સ્વરૂપ, બેહોશ પરીક્ષકે આંગળાંથી આંકી તેની કિંમત નક્કી કરે છે અને જે શાલ આપણે પચીસ રૂપિયાની માનતા હોઈએ છીએ તે હોશિયાર ધંધાદારીઓ પિતાની આંગળીના સ્પર્શથી હજારે રૂપિયાની હોવાનું ચોકકસ કહી શકે છે. ઉન, રેશમ અને કપાસના (વિભાગ) પાડનારાઓની બાહોશી પણ આ સ્પર્શેન્દ્રિયની શક્તિ ઉપર અવલંબીને રહેલી હોય છે. કેટલાક અતિ ઉત્કટ સ્પ શકિતવાળા મનુષ્ય આંખથી જોયા વિના હાથ ફેરવીને તે ચીજને રંગ પણ કહી શકે છે; કેમકે દરેક રંગને પણ અમુક પ્રકારને સ્પર્શ હોય છે. સ્વાદેન્દ્રિય સ્પર્શેન્દ્રિયનો એક અતિ વિકાસ છે. ઘણા નામાંકિત વિદ્વાને સ્વાદેન્દ્રિયને જુદી ઈન્દ્રિય તરીકે સ્વીકારતા નથી. કેમકે ઉભયનું કાર્ય એક સરખું છે. કાંઈ તફાવત હોય તે માત્ર સામાન્ય-વિશેષનો છે. શરીરના બીજા ભાગે ત્યારે શીત, ઉષ્ણ, કર્કશ, મુલાયમ વગેરે ભેદ અનુભવી શકે છે, ત્યારે જીભ તે ઉપરાંત સ્વાદને અનુભવ કરી શકે છે. આ ભેદ એ માત્ર પ્રમાણને ભેદ છે, પ્રકારનો ભેદ નથી એમ તેઓ માને છે. રસના પ્રદેશ ઉપર સ્પર્શેન્દ્રિયને સવિશેષ વિકાસ છે, એથી અધિક કશું જ ખરી રીતે નથી એમ કહે છે. નાક, કાન અને [૧૪] તવદર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy