________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આકાશના એક જ પ્રદેશમાં આવી ભિન્ન ભિન્ન સૃષ્ટિઓના અસ્તિત્વ સંબંધી હવે આગળ વધેલા વિજ્ઞા
ભાસ થવા લાગ્યો છે. અને જે અનુભવ આપણા પ્રાચીન મહાપુરુષને સેંકડો વર્ષ પહેલાં થયે હતો તે અનુભવની સહેજ ઝાંખી તેમને થવા લાગી છે. Isaac Taylor (ઝાકટેલર) નામના એક યુપીય વિદ્વાનના મનમાં એમ ફરી આવ્યું છે કે – “It may be that within the field
occupied by the visible and ponderable universe there is existing and moving another element fraught with another species of lifecorporeal indeed and various in its orders, but not open to cognizance of those who are confined to the conditions of animal organirgation, Is it to be thought
eye of man is the measure of the ceators power? and that He created nothing but that which He has exposed to our present Senses? The contrary seems much more than barely possible, ought we not to think it almost certain ?
અથતુ એમ બનવા પેચ છે કે, આ પરિશ્યમાન અને જ્ઞાનગોચર વિશ્વ જે પ્રદેશમાં પિતાનું અસ્તિત્વ ભેગવી રહ્યું છે તે જ પ્રદેશમાં જીવનનાં કઈ વિભિન્ન પ્રકારના સ વડે વસાયેલી સૃષ્ટિ પિતાની નિરાળી સ્થિતિ અને ગતિ ભોગવી રહી હશે. અલબત્ત, એ જ પણ ભૌતિક દેહસંપન્ન અને ભિન્ન ભિન્ન જાતિ તેમ જ વર્ગના હશે, પરંતુ આપણે કે જેઓ પાશવ બંધારણની મર્યાદા વડે પ્રતિબદ્ધ છીએ, દષ્ટિમર્યાદામાં એ સૃષ્ટિ આવી શકે નહીં. નિસર્ગની નિખિલ શક્તિનું માપ શું મનુષ્યના ભૌતિક ચક્ષઓ કદી પણ કાઢી શકે ખરા? અને આપણી વર્તમાન ઈન્દ્રિયોને પ્રતીત ન થઈ શકે એવું શું એ મહાન શક્તિએ કુદરતે કાંઈ જ સરક્યું નહીં હોય? નહિ, નહિ. વસ્તુસ્થિતિ એથી ઊલટી જ હોવી સંભવે છે. અમને તો એમ ભાસે છે કે, વસ્તુતઃ ચક્કસપણે એમ ઊલટી જ છે.”
આપણી વર્તમાન ઈન્દ્રિયની મર્યાદિત સ્થિતિનો આપણે વિજ્ઞાનિક પદ્ધતિએ વિચાર કર્યો. હવે આપણે આપણી સ્કૂલ ઈન્દ્રિય કેવું કાર્ય કરે છે અને આપણા વિકાસમાં કેવી ઉપયોગી છે તે સંબંધી વિચારીએ.
ઈન્દ્રિય અને તેના વિષયને પરસ્પર સંબંધ થતાં અમુક પ્રકારનું સંવેદન કે અસર ઉત્પન્ન થાય છે. આ સંવેદન, ઈન્દ્રિયગત જ્ઞાનતંતુ દ્વારા મન પાસે પહોંચે છે. પછી મન તેમાંથી અમુક પ્રકારને અર્થ ઉપજાવે છે. દરેક ઈન્દ્રિય પોતાના વિષયને લગતા જ પદાર્થો ગ્રહણ કરે છે અને તે વડે ઉપજતા જ્ઞાનતંતુગત સ્પંદન મન આગળ પહોંચાડી દે છે. તે જ પ્રમાણે કન્દ્રિય સ્વરના તરંગેનું ગ્રહણ કરે છે, પરંતુ સ્વરતરંગે ગ્રહવાનું કાર્ય ચક્ષુ અને પ્રકાશના તરંગે ગ્રહણ કરવાનું કાર્ય કર્ણ પ્રદેશ કદી જ કરતો નથી. આવા પ્રકારની આપણી વર્તમાન ક્ષોપશમજન્ય અવસ્થા છે. અર્થાત પ્રત્યેક ઈન્દ્રિય પિતાને નિયત થયેલાં સંવેદનો જ નેધે છે. પિતાના નિયત પ્રદેશથી બહારનાં સંવેદનેને તે પિતાનાં ૨જીસ્ટર ઉપર ચઢાવતી નથી. પાંચે ઈન્દ્રિય અને જ્ઞાનતંતુઓને સમૂહ એ બધા મનના અનુચરે છે. અને બાધા વિશ્વમાં બનતાં બનાવથી માહિતગાર થવા માટે તે દરેકને મન તરફથી અમુક અમુક કાર્ય સેંપવામાં આવ્યું છે.
આપણે નિત્યના પરિચયથી આ ઈન્દ્રિયનાં કાર્ય સાથે એવા તે ટેવાઈ ગયા છીએ કે તેમના કાર્યનાં અવલોકનથી આપણને સહેજ પણ નવાઈ ભાસતી નથી. જેમ સૂર્યને ઉદય થવામાં અને અસ્ત થવામાં, ઋતુઓની નિયમિત ગતિમાં, ચંદ્રતિના કમપૂર્વક સંવર્ધન અને ક્ષયમાં આપણને હમેશના સહવાસથી કશી જ અદ્દભુતતા ભાસતી નથી, તેમ આપણી ઈન્દ્રિયની રોજની કાર્યપ્રણાલિમાં આપણને તે યંત્રની સૂક્ષમતા અને તેની ઘટનાની અદ્દભુતતાને કશે આભાસ આવતું નથી. આ વિશ્વમાં પગલે પગલે પ્રતીત થતા પરમ વિરમયકર કૌશલ્યનું જેમને ભાન નથી તેમને ઈન્દ્રિયનાં સ્વરૂપની અદભુતતાને ખ્યાલ આવે અશકય છે.
સર્વ ઈન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય સદ્ગી પ્રથમ આત્માને પ્રાપ્ત થયેલી છે. એકેન્દ્રિય જીવોને ફકત આ સ્પર્શની જ ઈન્દ્રિય હોય છે. આહારગ્રહણનું કાર્ય પણ, આખા શરીર મારફત થતું હોય છે; કેમકે તે માટેનું ખાસ ચિતનીય વિચારધારા
[૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org