SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂત્ર ગુરુદેવ કવિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ જગતનું સ્વરૂપ આપણે આપણી ઈન્દ્રિ દ્વારા નક્કી કરીએ છીએ. વસ્તુતઃ આ વિશ્વ કેવું હશે તે હું કે -- તમે કઈ જાણતા નથી; કેમકે ઈન્દ્રિયે જે સંસ્કારે ગ્રહણ કરી મનને આપે અને જે પ્રમાણે મન તેને ઘાટ ઘડી નક્કી કરે તે સ્વરૂપે આપણે વિશ્વ અને તેના પદાર્થોને માનીએ છીએ. ધારે કે આપણને સવેને એક જ ઈન્દ્રિય છે અને તેમ હોય તે આ જગત આપણે માટે અત્યારે છે, તેના કરતાં પાંચમા ભાગના રહેવા રહેવાનું. કેમ કે બાકીની ચાર ઈન્દ્રિવિડે ભાનમાં આવતો વિશ્વને હિસ્સો આપણે માટે તે વખતે નહીં હોવા તુલ્ય બની ગયેલો હોય છે. તે પછી એક ઈન્દ્રિય વધીને બે ઈન્દ્રિય થાય તે વિશ્વ પ્રથમ કરતાં બેવડા રહરય કે મર્મયુક્ત થાય છે, કેમકે આપણું જ્ઞાન એટલે દરજજો વધ્યું. તે જ પ્રમાણે ઈન્દ્રિયેની સંખ્યા વધતી જાય તેમ તેમ વિશ્વના સ્વરૂપને પ્રકાર પણ વધતો જવાને અને તે અધિકાધિક રહસ્યપૂર્ણ બનતું જવાનું. કેમ કે આપણું મન વધતી જતી ઈન્દ્રિયે સાથે જ વધારે વિશાળ વિશ્વનું રહસય જોઈ શકે છે. વસ્તુતઃ વિશ્વમાં કશી વધઘટ થતી નથી. જે કાંઈ ઓછુંવત્તું થાય છે તે માત્ર આપણી સરકારગ્રહણની શક્તિ વડે બનતું હોય છે. તે જ પ્રમાણે એક પશુ, બાળક, સામાન્ય મતિવાળે મનુષ્ય અને વિદ્વાન, એ સર્વને એકસરખી પાંચ ઈન્દ્રિયે હોવા છતાં બધાનું વિશ્વ એક સરખું હોતું નથી. પશુની સ્વાદેન્દ્રિય ઘણી સ્કૂલ, સ્વાદની સૂક્ષ્મતાના ભેદોથી અજ્ઞાત અને જાડયતાવાળી હોય છે. પણ કરતાં મનુષ્યની ઈન્દ્રિયે ભેદને પારખવાની અધિક ચતાવાળી અને ઉત્કટ હોય છે. બાળકની ચક્ષુઓ, માત્ર ઉપરટપકેથી જ બધું જુએ છે. ત્યારે મોટી ઉંમરના માનવીની ઈન્દ્રિયે તેમાં વિશેષતાપૂર્વક જુએ છે, પરંતુ અત્યાર સર્વથી બુદ્ધિમાન મનુષ્ય આ વિશ્વમાં જે કાંઈ જેઈ સાંભળી, સૂધી, ચાખી કે સ્પર્શી શકે છે તેથી આગળ વધીને કાંઈ જ જોવા જેવું, સાંભળવા જેવું, સુંઘવા જેવું, ચાખવા જેવું કે સ્પર્શવા જેવું વિશ્વમાં નથી એમ માનવું એ ભૂલ છે. જ્યાં આપણી દષ્ટિમાં કાંઈ જ આવતું નથી એવા ભાગમાં કેણ કહી શકે તેમ છે કે કઈ જુદી જ, નિરાળી સૃષ્ટિ પિતાનું પૃથક અસ્તિત્વ નહીં ભગવતી હોય? આપણી દષ્ટિમર્યાદા ઘણી અપ છે. આપણી ચાક્ષુષશક્તિ ઘણી સ્થૂલ છે અને તે જ પ્રમાણે સર્વ ઈન્દ્રિયે અત્યારે છે તે કરતાં ઓછી ધૂલ હોત તે આપણા માટે એક નવું જ વિશ્વ ખુલ્લું થાત અથવા અત્યારે આપણે ત્યાં કાંઈ જ નથી જોતાં ત્યાં કોઈ નવું જ જગત અસ્તિત્વ ધરાવતું જોઈ શકત. પ્રોફેસર મેસને પિતાના ઈન્દ્રિય વિજ્ઞાન સંબંધી એક પુસ્તકમાં લખ્યું છે કે : "If a new Sense or two were added to the present normal number in man, that which is now the phenomenal world for all of us might for all that we know, burst into something amazingly different and wider in consequence of the additional revelations of these new senses." અર્થાત્ - મનુષ્યને અત્યારે જે ઈન્દ્રિય પ્રાપ્ત છે તેમાં એકાદ બે ઈન્દ્રિયને વધારે થાય તે તે નવી ઈન્દ્રિના પ્રભાવથી આ પ્રતીત થતું વિશ્વ ફીટીને તે સ્થાને એક જુદા જ પ્રકારનું, વિરમયકારક, વિશાળતર વિશ્વ પ્રગટી આવે. અધ્યાત્મવિદ્યાના મહાનુભાવ પુરુષે એમ જણાવે છે કે, એક જ આકાશના ખંડમાં પ્રકૃતિતત્ત્વના ભિન્ન ભિન્ન આંદોલનવાળી અનેક પ્રકારની સૃષ્ટિઓ પિતાનું નિરાળું નિરાળું અસ્તિત્વ ભોગવી રહી હોય છે અને તે આંદોલન વડે ઉપસ્થિત થતી પ્રકૃતિતત્ત્વની ભિનતાને લઈને એક પ્રકારની સૃષ્ટિ અન્ય પ્રકારની સૃષ્ટિને અવકાશ આપવા સંબંધી કોઈ પણ પ્રતિબંધ કરી શકતી નથી. આ જુદી જુદી સૃષ્ટિમાં વસતા આત્માઓનું ઈન્દ્રિયવિષયક બંધારણ એવા પ્રકારનું હોય છે કે, તે તે આત્માઓ પિતાની જ સૃષ્ટિને અનુભવ કરી શકે, અને પિતાની સૃષ્ટિ સિવાય અન્ય સૃષ્ટિના અરિતત્વની પણ તેમને કાંઈ ખબર ન હોય. વસ્તુતઃ આ ઉચ્ચતર સૃષ્ટિ એ આપણા શાસ્ત્રમાં કથેલી દેવેલેકાદિ સૃષ્ટિ છે. આપણે અત્યારની સ્થિતિમાં એ સૃષ્ટિને કાંઈ અનુભવ કરી શકતા નથી. તેનું કારણ ફક્ત એ જ છે કે, આપણી વર્તમાન ઈન્દ્રિયે આ સૃષ્ટિ સાથે જ સંબંધ ધરાવનારી છે અને ઉચ્ચતર સૃષ્ટિના આંદોલન સાથે સંવાદ અથવા એકરાગતામાં આવી શકે તેમ કેળવાયેલી હોતી નથી. [૧૨] તવદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy