SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ તે કેવી અવસ્થામાં પસાર થઈને હાલની અવસ્થામાં આવેલ છે તેનુ સહજ અવલેાકન આપણે પાશ્વક જીવનમાં કરી ગયા. હવે માનવનો દેહ ધારણ કર્યા પછી પૂર્વની પાંચે ઈન્દ્રિયા કેવી રીતે વિકસિત બને છે અને આપણને કેવી ઉપયાગી થાય છે તેનુ આપણે અવલાકન કરીએ. બાહ્ય જગતનું સર્વ જ્ઞાન આત્મા, ઈન્દ્રિયા દ્વારા ઉપલબ્ધ કરે છે. જ્ઞાનને આવવા માટે તે એક પ્રકારનાં ખારણાં છે. આ બારણાં જો પૂરેપૂરાં તેમની સ્વાભાવિક યોગ્યતા પ્રમાણે, ખુલ્લાં ન રાખવામાં આવે તે, એટલે કે અર્ધા ખુલ્લાં અથવા ન્યૂનાધિક બંધ કે ખુલ્લાં રાખવામાં આવે તે જે સસ્કારી પ્રાપ્ત થાય તે અપૂર્ણ, સ્વપ અને વિકૃત સ્વરૂપ થવાનાં, એ ઉઘાડું છે. આ દ્વારશના માર્ગમાં જેટલે અંશે કચરા, અશુદ્ધિ કે અંતરાયે હાય તેટલે અંશે તે દ્વારા પ્રાપ્ત થતાં સ ંસ્કારીૢ મળયુક્ત, અશુધ્ધ અને ભાંગ્યાતૂટયા સ્વરૂપમાં આવે. આપણા સંસારી જીવનની ઉત્તમતા અથવા અધમતા, ઈન્દ્રિયાની ઉત્તમતા અથવા કનિષ્ઠતા ઉપર અવલખીને રહેલી છે. તેની બાહ્ય પ્રકૃતિનાં સ્વરૂપ ઉપર જ તેનું સર્વસ્વ નિર્ભર છે. ઈન્દ્રિયા વિનાનું એકલું મન ગમે તેટલું ઉત્તમ કોટીનું હોય તો પણ તે આત્માને કશા ઉપયોગનું નથી. પાંચ ઈન્દ્રિયા દ્વારા ઉપલબ્ધ સ સસ્કાશને આપણે આપણા જીવનમાંથી બાદ કરી આપણા સ્વરૂપને કલ્પીએ, તે તે સ્થિતિ એક નિદ્રા જેવી જણાય છે. જેમ જમીનમાં પડેલું, પરંતુ ઊગવાની ચોગ્યતા વિનાનું ખીજક નિષ્ફળ છે તેમ ઈન્દ્રિયાની સહાય વિનાનું એકલું મન પણ નિષ્ફળ છે. એકલું મન ચોતરફ મજબૂત પથ્થરથી ચણી લીધેલ આરડા જેવુ છે. તેમાં કાંઈ પણ પ્રકાશ જઈ શકતા નથી. ઈન્દ્રિયો દ્વારા મનમાં આવતા સકાશને મન પોતાની ઉચ્ચતા અને વિકસતાપણાની કળાના પ્રમાણમાં ગોઠવી શકે છે. એક જ પ્રકારના ઈન્દ્રિયપ્રાપ્ત 'સ્કારોને જુદી જુદી યોગ્યતાવાળા મના જુદા જુદા પ્રકારે ગોઠવી જુદા જુદા પ્રકારનો અર્થ નિપજાવે છે. દા. ત. એક જ વૃક્ષને અવલેાકીને એક વનસ્પતિવેત્તા તેના વનસ્પતિ વિભાગની કોટીના નિર્ણય કરે છે; એક વૈદ્ય તેના વડે શરીરમાં પ્રગટવા યોગ્ય વાત, પિત્ત, અને કફ્જન્ય શુભાશુભ અસર નક્કી કરે છે; એક સુતાર તેના કાષ્ટની ગૃહનિર્માણ માટેની યોગ્યતાના વિચાર ખાંધે છે; ચૈતન્ય વિજ્ઞાનશાસ્ત્રી તેનાં પત્ર, પુષ્પ, ફળ, ફૂલ વગેરેના સૂક્ષ્મ વિભાગોનું અવલેાકન કરી તેની સજીવતા સિદ્ધ કરે છે; એક કળાભિજ્ઞ કવિને કે કુદરત પ્રેમીને પોતાના આત્મગત સબંધ ભાસે છે અને તેમ છતાં તે બધાની ચક્ષુરિન્દ્રિયા માત્ર વૃક્ષ જ જુએ છે. જુદા જુદા પ્રકારના અનુભવાનો ભેદ માત્ર મનની જુદા જુદા પ્રકારની સ્થિતિ અને વિચાર-પદ્ધતિની વિશિષ્ટતાને લઈને નિર્માયેલા હાય છે. એક જ સામાન્ય ભાસતા પ્રસંગમાંથી જ્યારે હું કે તમે કાંઈ જ રહરય ખેંચી શકતા નથી ત્યારે તે પ્રસંગને જોઈ ને એક ઉત્તમ નાટ્યકાર, એકાદ હૃદયંગમ મનોજ્ઞ વસ્તુ ઉપજાવી તે પ્રસંગને એક અદ્ભુત રસમયતા અપી શકે છે, પરંતુ તે માટે જે બાહ્ય સંસ્કારો જોઈએ તે ઈન્દ્રિયાની સહાય વિના મળી શકે નહિ, જેમ શરીરના પોષણ અને રક્ષણ માટે આપણને બાહ્ય અન્નની જરૂર છે તેમ મનને પણ પોષણ માટે જે સસ્કારી જોઈ એ તે ઈન્દ્રિયા દ્વારા બહારથી મેળવી શકાય તેમ છે. આપણુ' મન અત્યારે જે કાંઈ છે તે બહારથી પ્રાપ્ત કરેલા સ ંસ્કારના ગુણા વડે છે. સંસ્કારો કાંઈ મન સ્વતઃ ઉપજાવી શકતુ નથી. આપણને ઉપલક દૃષ્ટિએ કદાચ એમ ભાસે કે, ઈન્દ્રિયાની સહાય વગર ઘણા સસ્કારી આપણે મનામય રીતે પ્રગટાવી શકીએ છીએ, પરંતુ તેમ માનવામાં એક પ્રકારની ભ્રાન્તિ છે. જે સસ્કાર અથવા ભાવના આપણે આપણા મનમાં ઈન્દ્રિયાની મદદ વગર મનેામય રીતે ઉપજાવ્યાનુ માનીએ છીએ તે વસ્તુતઃ નવા નથી હેતા, પરંતુ કોઈ અજ્ઞાત ભૂતકાળમાં ઈન્દ્રિયા દ્વારા પ્રાપ્ત કરેલા હોય છે. એ કાળ અત્યારે આપણને સ્મૃતિમાં નથી તેથી તે સંસ્કારને આપણે સ્વતઃ ભૂત માનીએ છીએ. અનંત સંસ્કારો આપણને ગત અનત ભવા દરમિયાન મળેલાં છે અને તે સ` આત્માની સ્મૃતિના અગાધ અજ્ઞાન પ્રદેશ ઉપર પડેલાં છે. પરંતુ એ સ ઈન્દ્રિયાની સહાયથી એક કાળે મેળવાયેલા હતા, એ ધ્રુવ સત્ય છે. ઈન્દ્રિયાની સંખ્યા અને ગ્રહણશક્તિના પ્રમાણમાં આપણે બાહ્ય વિશ્વમાંથી સંસ્કારો મેળવી શકીએ છીએ. બહારના ચિંતનીય વિચારધારા Jain Education International For Private Personal Use Only [૧૧] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy