________________
}પૂજ્ય ગુરુદેવ કવિવર્ય . નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથશે.
કરે છે એ આશ્ચર્યજનક રચના સમજવા જેવી છે તેથી શાસદષ્ટિએ તેમ જ વિદ્વાનની નજરે તેનું કેવું સ્વરૂપ છે તે સંબંધી અન્ડ અવતરણ કરવામાં આવે છે.
પાંચ ઈન્દ્રિયો અને મનનું સ્વરૂપ
(શાસ્ત્રષ્ટિએ) આપણે જોઈ ગયા કે ઈન્દ્રિયે પાંચ છે :
૧–શ્રવણેન્દ્રિય (કાન), –ચક્ષુરિન્દ્રિય (આંખ), ૩–પ્રાણેન્દ્રિય (નાક), ૪–રસનેન્દ્રિય (જીભ), ૫–૫શેન્દ્રિય (ત્વચા). એ પાંચે ઈન્દ્રિયનું વિશેષ સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રકારે તે દરેકના બબ્બે ભેદ પાડેલ છે. ૧. બેન્દ્રિય અને ૨. ભાવેન્દ્રિય. દ્રન્દ્રિયના બે ભેદ : નિર્ધ્વત્તિ દ્રવ્યેન્દ્રિય અને ઉપકરણ દ્રન્દ્રિય. એવી જ રીતે ભાવેન્દ્રિયના પણ બે ભેદ :- લબ્ધિ ભાવેન્દ્રિય અને ઉપયોગ ભાવેન્દ્રિય. એમ ચાર ભેદ થયા. હવે આપણે કોઈ પણ એક ઈન્દ્રિય ઉપર આ ચારે ભેદો લાગુ પાડીને સમજીએ.
જેમકે શ્રવણેન્દ્રિય એટલે કાન. તેના ચાર ભેદ,
શ્રવણેન્દ્રિય
દ્રવ્યશ્રવણેન્દ્રિય
ભાવ શ્રવણેન્દ્રિય
૨
૩
નિવૃત્તિ (દ્રવ્ય)
શ્રવણેન્દ્રિય
ઉપકરણ (દ્રવ્ય) |
શ્રવણેન્દ્રિય
| લબ્ધિ (ભાવ)
શ્રવણેન્દ્રિય
ઉપયોગ (ભાવ)
શ્રવણેન્દ્રિય
દ્રવ્ય શ્રવણેન્દ્રિયના બે ભેદ – નિવૃત્તિ (દ્રવ્ય) શ્રવણેન્દ્રિય અને ઉપકરણ (દ્રવ્ય) શ્રવણેન્દ્રિય. ભાવ શ્રવણેન્દ્રિયના બે ભેદ :– લબ્ધિ (ભાવ) શ્રવણેન્દ્રિય અને ઉપયોગ (ભાવ) શ્રવણેન્દ્રિય.
નિવૃત્તિ (દ્રવ્ય) શ્રવણેન્દ્રિય એટલે કાનની સ્થૂળ આકૃતિ અર્થાત્ પુદ્ગલ સ્કંધની બાહ્ય વિશિષ્ટ રચનાઃ ઉપકરણ (દ્રવ્ય) શ્રવણેન્દ્રિય એટલે બહાર દેખાતી ઈન્દ્રિયની આંતરિક પૌદ્દગલિક (ભૌતિક) રચના. અર્થાત્ કાનની જે બહારની આકૃતિ કે રચના છે તે નિવૃત્તિ શ્રવણેન્દ્રિય અને અંદરમાં જે પડદે વગેરે સૂમ પગલિક રચના છે તે ઉપકરણ શ્રવણેન્દ્રિય કહેવાય.
ભાવ શ્રવણેન્દ્રિયના બે ભેદ : ૧-લબ્ધિ (ભાવ) શ્રવણેન્દ્રિય અને ર–ઉપયોગ (ભાવ) શ્રવણેન્દ્રિય. મતિજ્ઞાનાવરણીય કર્મ આદિ ક્ષયે પશમજન્ય એક પ્રકારનું આત્મિક પરિણામ તે લબ્ધિ (ભાવ) શ્રવણેન્દ્રિય અર્થાત્ જન્માંતરના પરિચયજન્ય સંસ્કારથી શબ્દ કે દવનિને સમજવાની મનની જે શકિત તે એક પ્રકારની લબ્ધિ જ ગણાય અને પછી એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણના સમન્વયથી શબ્દ કે દવનિને સામાન્ય અને વિશેષ આત્મગત બંધ થાય તે ઉપયોગ (ભાવ) શ્રવણેન્દ્રિય.
આ રીતે પાંચે ઈન્દ્રિયે લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપગરૂપ ચાર ચાર પ્રકારની છે. અર્થાત્ ઉપર આપણે જોઈ ગયા તેમ ચારે પ્રકારની સંયુક્ત રચના એટલે સંપૂર્ણ શ્રવણેન્દ્રિય. એમ દરેક ઈન્દ્રિય માટે સમજવું. એમાં જેટલી ન્યૂનતા તેટલી ઈન્દ્રિયની અપૂર્ણતા. ખરું જોતાં “ઉપગ’ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સમષ્ટિનું કાર્ય છે. એને વિચારણીય કમ નીચે મુજબ છે :— “ લબ્ધિ ઈન્દ્રિય હોય ત્યારે જ નિવૃત્તિને સંભવ છે.
[૯]
ચિંતનીય વિચારધારા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org