________________
પુજ્ય ગુરુદેવ કવિધ પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એક જાળીવાળી ઓરડીમાં હું કામ કરતું હતું. એને બારી-બારણા બરાબર હતા. અમુક ભાગ પતરાથી મઢેલા હતા. બાકીના ભાગમાં લાકડાના ચેકઠામાં ઝીણી જાળી મઢી હતી. જેથી કઈ ચકલી કે ટેગરેની અંદર પેસી શકે નહિ. માખી કે મધમાખ જે ધારે તે દાખલ થઈ શકે એવી એ જાળી હતી. એમાં એક ભમર ગુંજતે ગુંજતે કઈ પિલાણમાંથી પેસી ગયે. બારણું ખૂલ્યું હતું. અંદર દાખલ થયા પછી પિતાના રવભાવ મુજબ અંદર ઘૂમવા લાગ્યું. પછી તે ક્યાંય સુધી એ બહાર નીકળવા મથે પણ એને બારી કે બારણું દેખાય નહિ અને પેલી જાળીમાં ગોથાં માર્યા કરે. આપણને જોઈને દયા આવે. થાકી જાય એટલે જાળીમાં જ બેસી જાય, વળી પ્રયત્ન કરે, આમ ચાલ્યા કર્યું. કારણ એ ચાર ઈન્દ્રિયવાળો જંતુ હતું. એને આંખ હતી પણ સંજ્ઞાત્મક મન ન હતું, એટલે દુઃખી થયા. પછી તે યુકિતપૂર્વક મેં તેને બહાર કાઢયે. એથી ઊલટી સંસી પચાયની પણ એ જ પ્રસંગ એ જ ઓરડીમાં બન્યો હતે. એક વાર એક ચકલે પિતાના ખોરાકની શોધમાં ઉડતે ઊડતે એ જ ઓરડીમાં આવી ગયું. એ તે જંતુ અને જાળાને શિકારી એટલે સીધે મોભારે અને છતમાં કૂદવા લાગે.
ડી વાર પિતાનું કામ કર્યું, પછી બહાર નીકળવું હતું ત્યાં અંદર કોઈને પ્રવેશ થયે એટલે ચકલે ગભરાઈ ગયે. બહાર કેમ નીકળવું એ સૂઝયું નહિ. થોડી વાર સુધી તે એક ખૂણેથી બીજે ખૂણે એમ ઉપર ચકરાવા લેવા લાગ્યો. બારણું ઉઘાડા હતા તે છતાં તે ત્યાંથી બન્ડાર નીકળતે નહિ અને જાળીમાં ગોથાં માર્યા કરે. થેડી વાર થાક લેવા બેઠે. અંદર કેઈ ન હતું ત્યારે એને જાણે બારણું દેખાયું હોય તેમ બારણેથી બહાર નીકળી ગયે. અહીં ચકલાના સંજ્ઞાત્મક મને કામ કર્યું. આ રીતે સંસી અને અસંસીને ભેદ બુદ્ધિગમ્ય થઈ શકે.
અત્યાર સુધી આપણે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પશનિના નું અને તેની જીવનપદ્ધતિનું અવલોકન કર્યું. આ બધી જીવસૃષ્ટિને સમજવા માટે તેના ત્રણ વિભાગ કરીએ તે ખ્યાલ આવશે કે એ ત્રણે પ્રકારના ઇવેનું સંચાલન કરનાર પ્રેરક વસ્તુ કઈ છે?
જેમકે એકેન્દ્રિયના પાંચ ભેદને એક વર્ગ એમાં જે વસ્તુ ભરી પડી છે તેને આપણે ‘જીવન સર્વ કહીશું. ત્યાર બાદ વકીલેન્દ્રિયને બીજે વગ– એમાં બે ઈન્દ્રિયથી ચાર ઈન્દ્રિયના જ આવે છે જેમાં પ્રગટપણે, ઉત્તરોત્તર એક એક ઈન્દ્રિયનું સાધન વધતું હોવાથી, કાર્યક્ષમતા અને ગતિ આવે છે. તેથી એ બીજા વર્ગના સંચાલકબળને આપણે “જીવનતત્ત્વ કહીશું અને ત્રીજે વગ સંજ્ઞી પંચેન્દ્રિયને ગણીએ તે એમાં “સંજ્ઞાત્મક મન હોવાથી એવા ની પાંચે ઈનિક પ્રબળપણે ક્રિયાશીલ થતી હોવાથી એના સંચાલકબળને આપણે જીવનશક્તિ તરીકે ઓળખીશું. આમ આ ત્રણે વર્ગમાં “સંચાલકબળ ઉત્તરોત્તર મિશ્રભાવે કામ કરતું હોય છે. એટલે કે એકેન્દ્રિયમાં “સંચાલકબળ તરીકે “જીવનસવ પૂર્ણરૂપે કામ કરે છે. ત્યારે વિકલેન્દ્રિયમાં “જીવનસવના ટકા વધારે અને “જીવનતત્તવના ટકા ઓછા હોય છે. પંચેન્દ્રિય પશુયોનિમાં ‘જીવનતવના ટકા વધારે અને જીવનશક્તિના ટકા છેડા. એ રીતે “સંચાલકબળની શક્તિ ઉત્તરોત્તર મજબૂત બની રહે છે તે હવે આપણે આગળના વિકાસક્રમમાં જોઈશું.
આ બધી જીવસૃષ્ટિ, માનવજીવનની ક્ષદ્ર–નિમ્ન પ્રકારની હોવા છતાં જીવન જીવવાની, જીવન ધારણ કરવાની અને જીવન વિકસાવવાની બાબતમાં કુદરતના સંકેતને અનુસરવામાં અથવા સ્વભાવને પ્રગટ કરવામાં તેઓ કેવી તન્મયતા પ્રગટ કરે છે તે સૂકમતાથી જોઈએ તે ખરેખર, આપણે આશ્ચર્યમુગ્ધ બની જઈએ. એ ત્રણે વર્ગના વિવિધ આવિષ્કારો, વિવિધ જીવનપદ્ધતિઓ નિર-નિરાળાં હોય છે. એમાં પણ એકેન્દ્રિય અને વિકેન્દ્રિયની વાત એક બાજુએ રાખીએ, પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય પશજાતિ તરફ જરા નજર કરે - ગાય, ઘોડા, વગેરે રથલચર પશુઓ; મગર, મય, ગ્રાહુ જેવા વગેરે જળચર પ્રાણીઓ; સિંહ, વાઘ, દીપડા જેવા શિકારી જનાવર; મેના, પિપટ, પારેવા, સમળી જેવા પક્ષીઓઃ સર્ષ, નાગ, નળીઆ જેવા : એ બધા સંજ્ઞી પંચેન્દ્રિય હોવાથી એમાં ‘મન’નું કરણું અથવા સાધન વિકસિત થયેલ છે. એવા અને જીવન-નિર્વાહની પદ્ધતિ દરેકની અલગ-અલગ હોય છે. એટલું જ નહિ પણ સ્વ-જાતિ, રવ-કુળ, સ્વ-સંતાન પ્રત્યે મમતા, વાત્સલ્ય, મેહ થાય છે અને પરજાતિ, પરકુળ, પરંપરિવાર, પ્રત્યે એવા ને દ્વેષ, વૈમનસ્ય, દ્રોહ અને સંઘર્ષ વગેરે વિકારે ઉત્પન્ન થાય છે. તેથી ઊલટું જ્યારે એમના ચિંતનીય વિચારધારા
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org