SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ - પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ આમ એકેન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિય સુધીના છાનું અને તેને મળેલાં સાધન-ઈન્દ્રિયેનું આપણે આછું-અધૂરું અવલોકન કર્યું. (આછું-અધૂરું એટલા માટે કે એક એક ઈન્દ્રિય અને એવી હુન રચના છે કે ઊંડા ઊતરીએ તે મનન-ચિંતનના પરિણામે, પરબ્રાના લકત્તર આનંદમાં ડૂબી જઈએ અને તે પછી આ પૂલ આનંદ પણ જતે કરે પડે. માટે જે પ્રવાહ ચાલે છે તેને જ આગળ વધારીએ.) તે સાથે એ પણ જોવાનું રહે છે કે જેમ જેમ ઉત્તરોત્તર ઈન્દ્રિયનું સાધન વધતું જાય છે તેમ તેમ પાછળની ઈન્દ્રિયના ઘાટ અને રચનામાં પણ ફેરફાર થતું જાય છે અને તે પણ તે તે શરીરને બરાબર અનુરૂપ હોય તેવી જ તેની રચના થતી હોય છે. દા. ત. એકેન્દ્રિયની સ્પશેન્દ્રિય અને બે, ત્રણ તથા ચાર ઈન્દ્રિયવાળા જેની સ્પર્શેન્દ્રિયમાં ચેકખો ફેર દેખાશે. આ બધું સૂક્ષ્મ રીતે અવલોકન કરવાથી સમજી શકાય તેવું છે. બે ઇન્દ્રિયથી ૨ ઈન્દ્રિયવાળા જંતુઓમાં મેટું તે હોય છે પણ જીભ હોવાનો સંભવ નથી. મોઢાથી એવા જ સ્વાદની વસ્તુ ગ્રહણ કરે છે અને પિષણ મેળવે છે. જીભને આકાર અને પ્રકાર પંચેન્દ્રિય પશનિમાં પ્રગટપણે હોય છે. હવે આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે પાંચ ઈન્દ્રિય કયી અને તેના વિષયો કયા? જેમ કે સ્પશેન્દ્રિય વિષય સ્પર્શ, રસેન્દ્રિય વિષય રસ, ઘાણેન્દ્રિયનો વિષય વાસ-ગંધ, ચક્ષુઈન્દ્રિય વિષય રૂપ-રંગ અને શ્રવણેન્દ્રિય એટલે કાનને વિષય શબ્દ-વનિ–અવાજ. અહીં આપણે પંચેન્દ્રિય પશુનિના દ્વાર સુધી આવ્યા. જીવનશક્તિ : પાશવિક જીવન પંચેન્દ્રિય પશુ નિમાં પાંચ ઈન્દ્રિયે તે છે જ, પરંતુ એ ઉપરાંત એ બધાને નિયંત્રણમાં રાખનાર “મન” નામનું પણ એક કારણ કે સાધન છે. જેને સહજ ઉલ્લેખ આપણે આગળ કરી ગયા છીએ. હવે આગળ વધીએ. આ મન પણ બીજી ઈન્દ્રિયેની અપેક્ષાએ સૂક્ષ્મ હોય છે. આ મનના સાધનથી ઈન્દ્રિય ક્રિયાશીલવેગવાન–ચંચળ બને છે. હવે આપણે જોઈ શકીશું કે જંતુઓની–વિકેલેન્દિની ઉત્પત્તિ અને પંચેન્દ્રિય પશુની ઉત્પત્તિમાં પદાશમાં કે ફેર છે? જંતુઓ (બે ઈન્દ્રિયથી ચાર ઈન્દ્રિયવાળા ) સહજ રીતે આપોઆપ ઉત્પન્ન થાય છે. (આજનું વિજ્ઞાન સૂક્ષ્મ સ્વરૂપે પણ ઇંડામાંથી જંતુ ઉત્પન્ન થાય છે એમ કહે છે.) જૈન પરિભાષામાં એની ઉત્પત્તિ સમૂછિમરૂપે કહી છે. ત્યારે પંચેન્દ્રિય પશુઓ ગભ જ કહેવાય છે એટલે કે નર-માદાના સંબંધથી ગભ બંધાય છે અને તે પ્રગટે છે. આ રીતે પણ નિમાં જીવનું અવતરણ થાય છે ત્યારે તેનું સમગ્ર બંધારણ ફરી જાય છે. એમ તે દંડધારી જીવમાત્રમાં સંજ્ઞાઓ હોય છે. આ સંજ્ઞાના સમુચ્ચયે ચાર ભેદ જણાવેલ છે. ૧. આડાસંજ્ઞા, ૨- ભયસંજ્ઞા, ૩- મૈથુન સંજ્ઞા અને ૪–પરિગ્રહસંજ્ઞા. આ સંજ્ઞાઓ દ્વારા દેહધારી માત્ર પિતાને જીવનનિર્વાડ કરી રહ્યા હોય છે. આ વસ્તુ અનિવાર્ય છે. અહીંથી જ પંચેન્દ્રિય પશુનિમાં જીવનનું ધેરણ બદલાય છે. જેમ કે આડાસંજ્ઞાથી શરીરનું ધારણ–પેષણ થાય છે. ભયસંજ્ઞાથી પિતાનું રક્ષણ કરે છે, મૈથુન સંજ્ઞાથી પિતાની જાતને વધારે છે– વંશવૃદ્ધિ કરે છે અને પરિગ્રહ સંજ્ઞાથી પિતાને પકડી રાખે છે. અર્થાત્ પરવસ્તુમાં મમતા- મૂર્છા–આસકિત કરી એમાં ચોંટી રહે છે. આમ આ ચારે સંજ્ઞા, દેડધારી જીવમાત્રમાં અનિવાર્યપણે રહેલી છે. પંચેન્દ્રિય પશુજાતિમાં વિવેક કે વિચારનું તત્ત્વ નથી હોતું તેમ છતાં પણ સંજ્ઞાઓ દ્વારા અવ્યકતપણે એનું જીવન ચાલતું હોય છે. તેમાંય પેલું મન તે સહકારીભાવે કામ કરતું જ હોય છે. આ ‘મન’ને હવે આપણે અજાગૃત મન' તરીકે ઓળખીએ તો પણ ચાલશે. આ મન, સંજ્ઞાના સૂચન મુજબ ઈન્દ્રિમાં ગતિ કરે છે અથવા ઈન્દ્રિયો આ રીતે મનથી પ્રેરિત થઈને પિતા-પિતાના વિષયને ગ્રહણ કરે છે. અહીં આપણે “સંસી” અને “અસંસી નો ભેદ સમજવાનું છે. જેને સંસાત્મક મન હોય તે “સંસી’ કહેવાય છે અને જે જેમાં એવું મન નથી હોતું તે “અસં” કહેવાય છે. એ રીતે વિચારીએ તે એકેન્દ્રિયથી ચાર ઈન્દ્રિયવાળા જીવો “અસંસી” કહેવાય અને પંચેન્દ્રિય પશુયોનિના જે “સી” કહેવાય. જે કે શાસકારોએ તે પશુનિનાજી વોના પણ “સી” તથા “અસંસી એવા બે ભેદ પાડેલા છે. આપણે અત્યારે એમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. માત્ર એવા જીની જીવન- પદધતિના બે દાંતે અહીં આપું છું, તે ઉપરથી સંસી–અસંજ્ઞીનો ભેદ સહજ રીતે બુદ્ધિગમ્ય થઈ જશે. આ જાતે કરેલા અવેલેકનને પ્રસંગ છે - [૪] Jain Education International For Private & Personal Use Only તવદર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy