________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કાન મળેલા હોય છે. કાનના સાધનથી એવા છે, શબ્દધ્વનિ કે અવાજને પકડી શકે છે. એટલે એમનાં જીવનના ધારણ–પિષણમાં કાન પણ ઉપયેગી થઈ પડે છે. શાસ્ત્રકારોએ આ પાંચ ઈન્દ્રિયવાળા જીનાં નીચે મુજબ પાંચ ભેદ કહેલ છેઃ- (૧) સ્થળચર–જમીન ઉપર ચાલનારા-ફરનારા ગાય, ઘોડા, હાથી, વાઘ વગેરે. (૨) જળચર – પાણીમાં ફરનારા મચ્છ, કચ્છ, ગાડા, મગર, સુસુમાર, માછલા વગેરે. (૩) ખેચર–આકાશમાં ઊડનારા મેન, પિપટ, ચકલા, સમળી વગેરે. (૪) ઉરચર (પર) - છાતીએ – પેટે ચાલનારા સંપ, નાગ, અજગર વગેરે. (૫) ભૂજચર (પર)- હાથ પર ચાલનારા નળીઓ, કાંકીડા વગેરે.
આ બધા જીવમાં, પાંચ ઈન્દ્રિય ઉપર જણાવેલ છે તે મુજબ હોવા છતાં, દરેક વર્ગની શારીરિક રચના તદ્દન જુદા પ્રકારની હોય છે તેથી એ પાંચે ઈન્દ્રિયે અથવા સાધનને સંચાલિત કરવા માટે કુદરતે એક જુદું સાધન પણ આપ્યું છે. સમજવા ખાતર આપણે એને ‘મન’ એવું નામ આપીએ.
શાસ્ત્રની પરિભાષામાં, આવા મનવાળા જીવો “સંસી છે અથવા “સંજ્ઞી પ્રાણી તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં કહીએ તે, સંજ્ઞી પંચેન્દ્રિય પશુની (તિર્યચનિ) ના જીવો કહી શકાય. તેનું “મન” અને માનવીના મનમાં ઘણું અંતર છે. જેની વિશેષ સમજ હવે પછી આપણે આગળના પ્રકરણમાં જોઈશું.
અહીં તે પચેન્દ્રિય પશુયોનિને લગતું આપણું નિરીક્ષણ ચાલે છે તેથી હવે ઇન્દ્રિયો એ શું છે ? એને શો ઉપયોગ છે? વગેરે સંબંધી જરા ઊંડા ઊતરીએ. આપણે શરૂઆતમાં જોઈ ગયા તેમ ઈન્દ્રિય એ સાધન છે-કરણ છે–હથિયાર છે. કિમે કમે વિચારતાં આપણે પાંચ ઈન્દ્રિયવાળા પશનિના છ સુધી આવ્યા. હવે પ્રત્યેક જીવને પ્રાપ્ત થયેલ ઈન્દ્રિયે શું કામ કરે છે ? તેનાથી જીવને શું લાભ થાય છે? એનાથી ધારણ-પષણ કેમ થઈ શકે છે? એને એટલે જ ઉપગ છે કે વધારે ઉપયોગ થઈ શકે છે? તે વિચારીએ.
જેમકે એકેન્દ્રિયવાળા જીવને માત્ર શરીર એ જ એની ઈન્દ્રિય છે અને એ ઈન્દ્રિય દ્વારા તે કોઈ પણ પદાર્થને સ્પર્શી શકે છે એટલે આપણે એને પશેન્દ્રિય કહીશ. કાયાપી સ્પશેન્દ્રિયથી એ નક્કી કરે છે કે જેને એના શરીરને પશ થાય છે (સુંવાળે–ખરબચડે, શીતળ-ગરમ વગેરે) તે સુખકારક છે કે દુઃખકારક? એટલે જ એનો ઉપયોગ હોય છે. એવું જ એનું વદન હોય છે. એને પ્રત્યાઘાત પણ શરીર દ્વારા જ થાય છે. જરા ઊંડાણથી જોઈએ તે એકેન્દ્રિયને વિષય જરા ગહન છે. એને બુદ્ધિગમ્ય બનાવવા પ્રયત્ન કરીએ તે પણ એમાં પૂરી સફળતા મળે કે ન મળે! એ સૂક્ષ્માતિસૂક્રમ વિષય છે, માટે એ વાત આટલેથી જ બસ રાખીએ.
ત્યાર બાદ બે ઈન્દ્રિયવાળા જીવમાં શરીર અને મોટું એ બે ઈન્દ્રિયે છે. મેં કે મેં, એ રસ કે સ્વાદ પારખીને પિષણ મેળવવા માટે હોય છે. એ બીજી ઈન્દ્રિયને રસેન્દ્રિય કહેવામાં આવે છે. એટલે સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય એ બે સાધનથી આ જીવો ધારણ–પષણની વસ્તુ નક્કી કરે છે અને તેને ઉપયોગ કરે છે. અળસીઆ, ઈયળ, પિરા, કરમીઆ, શંખ છીપ, કેડા વગેરે બે ઈન્દ્રિયવાળા જીવે છે. સ્પર્શ અને રસ એ બે જ એના વિષયે છે.
ત્રણ ઈન્દ્રિયવાળા જીવમાં, ત્રીજી ઈન્દ્રિય નાક અથવા નાસિકા કે પ્રાણ કહેવાય છે. સુગંધ કે દુર્ગધ નક્કી કરવાનું કામ નાકનું છે. વાસ એ જ એને વિષય છે. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ત્રીજી પ્રાણદ્રિય (નાસિકા) એ ત્રણ ઈન્દ્રિયે વડે, એવા જીવો, પિતાના ધારણ–પષણ પદાર્થ મેળવે છે અને ઉપભોગ કરે છે. કીડીને જનધી કહી છે તે એટલા માટે કે નાક દ્વારા બંધની લારે લારે, વસ્તુ ઘણે દૂર હોય તે પણ ત્યાં તે પહોંચી જાય છે. હકીક્તમાં તેને આંખ હોતી નથી છતાં પિતાના વિષયને એ નાકની શક્તિથી પહોંચી શકે છે.
ચાર ઈન્દ્રિયવાળા જીવમાં ચોથી ઈન્દ્રિય આંખની છે. નયન, નેત્ર, ચક્ષુ આ બધા આંખના પર્યાય શબ્દો છે. આંખના સાધનથી એવા જ રૂપ, રંગ, આકારને જોઈ શકે છે. પિતાના ઈષ્ટ વિષયને મેળવવામાં આ સાધનને ઉપગ કરવાથી એને હરવા-ફરવાનું વિશાળ ક્ષેત્ર મળે છે, એટલું જ નહિ પણ ગમે ત્યાં, ઉચે કે નીચે જવા માટે કુદરતે તેને પાંખનું પણ સાધન આપેલ છે. આ ચોથી ઈન્દ્રિયને આપણે ચક્ષુઈન્દ્રિય તરી ચિંતનીય વિચારધારા
[૩] www.jainelibrary.org
Jain Education Interational
For Private & Personal Use Only