________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જમશતાબિદ સ્મૃતિગ્રંથ
તારું હૃદય એ માર્ગે જવાને ચગ્ય છે. એટલે તું ભાગ્યવાન છે. તેને આરંભ પરિગ્રહનું બંધન બહુ જ હળવું છે, એટલે જ લખું છું કે નામસ્મરણ ન ભૂલવું. પરમાત્માના નામસ્મરણમાં અમેઘ શકિત છે, અજબ તાકાત છે. માત્ર શરત એ છે કે એ પ્રત્યે શ્રદ્ધા, એકાગ્રતા અને પ્રેમની અપેક્ષા રહે છે. સર્વ સ્નેહીવર્ગને પ્રભુમરણ કહેશે.
પર
સાયલા,
તા. ૪-૫-૬૨ ૦ ૦ ૦ પત્રો પ્રત્યુત્તર આપવાની પરસ્પર ભાવનાનું કેસિંગ થાય છે એ કુદરતી છે. તમે બંધન માટે લખ્યું તે બરાબર છે. બહારના બધા દેખાતાં બંધને અંદરના બંધનને આભારી છે જ. અંદરનું આસકિતનું બંધન શિથિલ થાય તે બહારના બંધનો બંધનરૂપ ન રહે. મે હ માટે પણ તમે ઠીક વિવેચન કર્યું છે અને તેનું સમાધાન પણ કર્યું છે તે એગ્ય છે. મોહ, કષાયે, વિષ, પ્રકૃતિની વિકૃતિ છે. વિકૃતિ ન હોય તે સંસારની રમતજ ન હેય. આ વિકૃતિ છે એવું ભાન થવું તે જ્ઞાન. વસ્તુને વસ્તુરૂપે યથાર્થ ઓળખાય ત્યાં આ બાજીગરની બાજી સમજાઈ જાય. એ દષ્ટિ, એ સમજ, એ અનુભવ થવાને માટે જ જ્ઞાન-ભકિત-ક્રિયાઓ છે. સત્સંગ, શ્રવણુ વગેરે છે. સમજણના અભાવે પડાની પીડા મટાડવા પખાલીને ડામ આપવા જેવું કરે છે. પ્રકૃતિની વિકૃતિ અજ્ઞાનને આભારી છે દુશમન અંદર છે અને લડાઈ બહારના પ્રાણી પદાર્થ સાથે થાય છે. એને ઉપાય મહાપુરુષોએ સમ્યક વિચાર કહ્યો છે. નિજ સ્વરૂપને જાણવાને તથા નિજ-પરના ભેદ પારખવાનો ઉપાય વિચાર જ છે. એ વિચાર સત્સંગથી તથા સવાંચનથી, ચિંતન-મનન-નિદિધ્યાસનથી પ્રગટ છે. જે વાત તમે અનેકવાર સાંભળી છે, વાંચેલ છે, એને ક્રિયામાં મૂકવાનો પ્રયત્ન તમે શકિત અને સંગ પ્રમાણે કરી રહ્યા છે. પ્રયત્ન ને પુરુષાર્થની માત્રા જેમ જેમ વધતી જશે તેમ તેમ ફળપ્રાપ્તિ દેખાશે. પોતાના જ પ્રયત્નની જરૂર છે. બહારના પ્રાણી પદાર્થ તે સહાયક બને એટલું જ છે. એ જાતના પુરુષાર્થથી અંદરના આવરણો ઘટે જેને શાસ્ત્રમાં ભવસ્થિતિ કહેલ છે પણ સમજપૂર્વકના પુરુષાર્થથી જ બને છે. પુરુષાર્થમાં પણ અડગ શ્રદ્ધાની અપેક્ષા રહે છે.
દઃ ભિક્ષુ
સાયલા,
તા. ૪-૧૧-૬૨ ૦ ૦ ૦ આ બધાં ક્ષણિક તરંગો છે, એ બધાં સમાઈ જવા-વિલીન થવા–અલેપ થવાને સર્જાયેલાં છે. આપણે વધુ ને વધુ આપણુ તરફ લક્ષ આપીએ તો પૂર્વના સાચવી રાખેલાં, જરૂર વિનાના, નડતરરૂપ સંસ્કારોને ઢગલે ઢગલા જણાશે અને તે જ ડગલે ને પગલે વિક્ષેપ કરી રહ્યાં છે. એને રોકવા એ સંયમ અને તેને ખૂબ સદ્દવિચારથી સમજપૂર્વક ખસેડવા કે પરિવર્તન કરવું એ તપ કહેવાય છે. તે માટેને મંદ પુરુષાર્થ પણ કાળના પરિપાકથી તીવ્ર થશે.
પાંચ સમવાયમાં કાળ એક સમવાય છે. એમ ન હોત તો કેવળજ્ઞાનીના બધથી સર્વ કેઈ બેધ પામી તરી જાત પણ એમ થતું નથી. એમાં જેની જરૂર છે તેની ખામીને લીધે પૂના પૂર્વ ભણનારાઓ પણ છૂટી શક્યા નથી. એ આંટી, એ ગૂંચ, એ ચીલો-ગુરુ ચાવીને અભાવે એમ ને એમ રહ્યાં છે; છતાં જેના હૃદયમાં શ્રેયની ઈચ્છા છે, થતું નથી તેનો અફસોસ-પશ્ચાતાપ છે, આત્યંતર સંપદાની આવક-જાવકને જેને ખ્યાલ છે, કાળજી છે તે શુભ ચિન છે. એ આત્મવિકાસનાં લક્ષણ છે અને તેજ ઊંચે ચડે છે માટે નિરાશ ન થવું.
એ દિવ્ય ચાવી મળશે અને આત્યંતર દ્વાર ઉઘડશે. શ્રદ્ધા રાખો. બહાર લેવા જવું પડે તેમ નથી. માત્ર એ ખજાના તરફ દષ્ટિ પડવી જોઈએ એ બધું સમય આવ્યે થશે. અને તેટલી જાગૃતિ રાખવી, બને તેટલે ઉપગ રાખો.
સાધના પથે - પત્રોની પગદંડી
૨૫૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only