________________
પૂજ્ય ગુરૂદેદ્ય કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જમાતાહિદ સ્મૃતિગ્રંથ
વ્યવહારના ભાગે પડેલાને વ્યવહાર સાચવો પડે છે પણ તે પ્રશસ્ત વ્યવહાર અને તે સાથે નિજ કાર્ય પણ સાધવા પ્રયત્ન સેવે. આત્મસાધનાની અનકળતા ત્યારે જ બને કે જ્યારે શારીરિક અને માનસિક આરોગ્યતા હોય. મનને એકાગ્ર, શાંત, વિશાળ, સહનશીલ અને તિતિક્ષાપ્રિય બનાવવા માટે ખૂબ પ્રયત્ન કરે પડે છે. એ જ તપ છે. એજ ખરું ભણતર છે. લૌકિક વાંચન, ભણતર કે આંધળી તપશ્ચર્યાથી આત્મસાધના થતી નથી.
ગમે તેવા ગરમાગરમ વાતાવરણમાં પણ મનને શાંત અને સ્વસ્થ રાખી શકે. સામાને કેપ ગળી જતાં આવડે એવડું મોટું મન ન રહે તે અથડામણના પ્રસંગે ઘણા આવે અને ઘર્ષણ થતાં માઠાં પરિણામ, માઠી વેશ્યા જજો. એથી અનિષ્ટ ઊભા થાય. માટે પ્રેમને કેળવ. આ હકીકત બરાબર સમજી જીવનમાં વ્યાપક બનાવવી. એ અમૃત છે, એ ઉભયનું શ્રેય કરનાર પ્રેમ છે. આ ઔષધ, આ જડીબુટ્ટી જે પીવાય તોજ આત્મશ્રેયનો પંથ ઉજજવળ બને.
વિજ્ઞાન સંબંધી પેપરમાં વાંચતા હશે. પ્રતિદિન એ અજબ રીતે વિકાસ કરી રહેલ છે. એણે હિન્દુ અને જૈન શાસ્ત્રોનો ઘણે ખગોળ, ભૂગળનો ભાગ કજે કર્યો છે અને અંધશ્રદ્ધાના ધુમ્મસને વિખેરી પ્રકાશ ફેંકવા માંડે છે. જે વાતે રૂબરૂ મળ્યા વિના ન થાય.
દઃ ભિક્ષુ
૪૯
સાયલા,
તા. ૨૦- ૬ - ૬૧ ૦ ૦ ૦ મારે પત્રથી તમને આનંદ થયો. મા પ્રત્યેના તમારા ભકિતભાવને એ આભારી છે. કસોટી સુવર્ણની થાય, પિત્તળની ન થાય. દુઃખ એ જ વિકાસનું પ્રબળ નિમિત્ત છે. સુખના સંયોગોમાં માણસ ભાગ્યે જ વિકાસ સાધી શકે. ફજેત ફાળકામાં તમે એકલા નથી, ચગડોળે ચઢેલા એકલા નથી. આખું જગત ફજેત ફાળકા કે ચગડોળ પર ચડેલ છે. જે છે અને થાય છે તે થવા યુગ્ય થાય છે. જીવને વિકાસના સાધનો કુદરતે પૂરા પાડયા છે. વિકાસ સાધે કે ફેરા ફરવા તે જીવની ઈચ્છાની વાત છે. શરીરાદિ બધાને વહીવટ બહિરાત્મા માલિક થઈ કરે છે અને પિતાની જાતને પ્રતિદિન દઢ કયે જાય છે, અને સાથે અંતરાત્માનું ભાન જ ન થાય એ પ્રવૃત્તિ-છેતરપિંડી ચલાવે જ જાય છે. જયારે અંતરાત્મા સુપ્ત અવસ્થામાં છે. એ બધી સ્થિતિ જાણવા છતાં જાણ નથી. અહંવૃત્તિને કાઢવા માટેની ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે. પણ સમજના અભાવે ભલભલે વિદ્વાન ગણો વર્ગ પણ અહંવૃત્તિ પિષવાની જ ક્રિયા કરતું હોય છે એ વિચારવા જેવું છે. બીજુ ટચલી આંગળીની ટોચ જેમ આખા શરીરનું અવિભાજ્ય અંગ છે તેમ વિરાટ મહાસત્તાના આપણે અવિભાજ્ય અંગ છીએ. તેમાં એક સુક્ષ્મ જંતુ પણ બાકાત નથી. આપણે કેણ છીએ? તેનું યથાર્થ ભાન આપણને કેટલો આનંદ આપે છે? હું મહારાજાધિરાજનો પુત્ર છું એવું ભિખારીને ભાન થાય ત્યારે કેટલે નાચે? એક જ ક્ષણમાં પામરતા પલટી જાય છે. આપણને એ ભાન થાય એ પ્રયત્ન, એ વિચારધારા પ્રગટાવવાની જરૂર છે. એકઠા કરેલા ઢંઢો, દ, પ્રસંગે એ બધું ક્ષણિક ક્ષણભંગુર છે. એમાં હર્ષ શેક કરવા જેવું નથી. નગદ વાત, નકકર વસ્તુ, આપણું મૂળ સ્વરૂપ છે. નકકર વસ્તુ તરફ લક્ષ રાખવા પ્રયત્ન સેવ. મૂળ સ્વરૂપ અથવા તેને મૂળ માલિક પરમાત્મા જેનું આપણે ઘષ્ટિએ મરણ કરીએ છીએ એમાં પ્રતિદિન સુધારે કરે. ‘એક’ નું પુસ્તક તમને ગમે તેવું હતું ને ગમ્યું. લેખક મસ્ત હતો. એ આવ્યા બાદ હું વાંચીશ.
દઃ ભિક્ષુ
૫૦
સાયલા,
તા. ૧૩-૭-૬ ૦ ૦ ૦ દુઃખ-દર્દભર્યો પત્ર મળે, વાં. ધારવા કરતાં વધારે સમય પીડા અને પરવશતામાં ગયે છતાં હજી મુકત થયા નથી. એ માટે ખેદ થાય તે સ્વાભાવિક છે. પણ તાવિક દષ્ટિએ વિચાર કરે તો એમ કેમ ન માનીએ
સાધના પથે-પત્રની પગદંડી
૨૪૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only