________________
પૂજ્ય ગુરૂદેવ વિવટ પં. નાનચન્દ્રજી મહારાજા જન્મમાતાલિંદ સ્મૃતિગ્રંથ,
૭ - લાલાબાબુએ માત્ર છોકરીનાં શબ્દો સાંભળ્યા કે “બાપુ! દી કરું ? સાંજ પડી ગઈ છે.” આટલા શબ્દોથી પ્રેરણા મેળવી. ૮ – સમુદ્રપાલે વધસ્થભે લઈ જતાં અપરાધીને જોઈને અને રત્નાવલીનાં એક આકરાં વચનથી વિષયકુબ્ધ
તુલસીદાસે પ્રેરણું મેળવી. ૯ - બાદશાહની બેગમને દાસીએ કહ્યું કે બાઈ! ચલના હૈ મગર રેના (ડુંગળી) નહીં હૈ, આટલા શબ્દોથી
બાદશાહને પ્રેરણા જાગી. ૧૦ – વાલ્મીકી ત્રાષિએ પારધીએ કૌંચપક્ષીને મારેલ બાણથી પ્રેરણા મેળવી રામાયણ રચ્યું. ૧૧ - દેવભદ્ર અને યશોભદ્રને માત્ર સાધુના દર્શનથી જ જાતિસ્મરણ થતાં પ્રેરણા મળી. ૧૨ – હરિકેશી ચાંડાલને ચાંડાળના બાળકોએ એક ઝેરી સાપને માર્યો પણ બીજાને ન માર્યો તેથી પ્રેરણા મળી. ૧૩ - શબરી, માતંગ ઋષિનાં રંગે રંગાયેલ લગ્ન પ્રસંગે મારવા માટે પૂરેલા જાનવરોને દેખી કકળી ઊઠી અને
તે જ પ્રેરણાથી રામની ભકત બની શબરીએ જીવન સુધાયું. ૧૪ -- મદરે એક કલેક પ્રાપ્ત નિયતિ બલાત’ આમાંથી પ્રેરણા મેળવીને જીવન વિજયી બનાવ્યું. ૧૫ – ઇલાયચીએ નટના વેશે વાંસ પર શાંતમૂર્તિ નિઃસ્પૃહ સંતને દેખી પ્રેરણા મેળવી. ૧૬ – ચીલાતી જેવા નરાધમ પાપરત રકતભર્યા વસ્ત્રવાળાને ‘ઉપશમ, સંવર, વૈરાગ્ય’ એ ત્રણ સંતાનો શબ્દથી પ્રેરણા
જાગી ને જીવન સફળ બનાવ્યું. ૧૭ – દઢપ્રહારી પણ સંતની પ્રેરણાથી જ મોક્ષે ગયા.
આવી રીતે વિવિધ નિમિત્તથી પ્રેરણા મેળવી અનેક માણસોએ આત્મશ્રેય સાધ્યાં છે. અને અવળી પ્રેરણાથી પિતાનું ને પરનું અનિષ્ટ કર્યા પણ અનેક દષ્ટાને છે. વિશ્વમાં નીચે પડવાના અને ઉપર ચડવાનાં અનેક નિમિત્તે છે. પાત્રતા, અધિકાર વિકાસના પ્રમાણમાં માણસ એ નિમિત્તાનો ઉપયોગ કરે છે. બધે આધાર દૃષ્ટિ ઉપર છે. વિદ્યાભ્યાસ, ભકિત, ક્રિયાઓ, તપશ્ચર્યા એ બધું દષ્ટિ પલટાય તો જ વિકાસ થાય. ચિત્તની સમાધિ માટે એ બધાં જરૂરનાં છે.
દઃ ભિક્ષુ ૪૮
કૃષ્ણકુંજ, બેરીવલી
તા. ૧૮-૮- ૫૯ ૦૦૦ સાધુ-સાવીઓ મહાત્ર ધારણ કરે છે, તેને ઉપયોગ હંમેશા સ્મરણમાં રહે, વિમરણ ન થાય એટલા માટે બે વખતનાં પ્રતિક્રમણમાં આદરેલાં વ્રત બોલાય છે. એ પ્રતિજ્ઞા ભુલાઈ જાય ! એટલા માટે બે વખત બોલાવવામાં આવે છે છતાં એ લક્ષ વિરલને જ હશે. ઉપગશૂન્ય પાઠ ગગડવે જવાય છે.
દીક્ષા લીધા પછી સંયમની સાધના શરૂ થાય છે. જ્યાં સુધી એ સાધના (સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન, મનન, ઉપગપૂર્વક બધી ક્રિયાઓ) પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યાખ્યાનાદિ, વધુ લોકસંપર્ક, નકામાં વાતોલાપ એ બધું બંધ રખાય તે જ જે અર્થે સંયમમાર્ગ સ્વીકાર્યો છે તે સફળ થવા સંભવ છે. અને તો જ પિતાનું ને પરનું શકિત અનુસાર શ્રેય કરી શકાય છે. પરંતુ દીક્ષાને વેશ પહેરી સાધનાના લક્ષ વિના શાસ્ત્રીય અભ્યાસ શરૂ કરે અને તે પણ બીજાને ઉપદેશ આપવા, પંડિત-વિદ્વાન જગતમાં કહેવડાવવા, લેકને પોતાની વિદ્ય:-ચતુરાઈથી આકર્ષવા ભણે તે કદાચ જગતમાં ખ્યાતિ, લાઘા મેળવે પણ પોતાનું કે પરનું શ્રેય સાધી ન શકે. કારણ કે લૌકિક વ્યવહારના બેજામાંથી તેને આત્મસાધનાનો વખત જ ન મળે. અને પછી તે એ વાત ભુલાઈ જવાય અને આમ વહોરવું, આમ રહેવું, આમ ભણવું ને વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિઓ કરવી તેને જ સંયમને માર્ગ માની લે છે.
આ સ્થિતિ આજે વર્તમાનકાળે છે, વ્યાખ્યાનથી, વાતોથી કે ક્રિયાકાંડથી જેની લોકોમાં સારી છાપ પડે છે તેની પ્રશંસા થાય અને એ માર્ગે સર્વે ચાલે એ સ્વાભાવિક છે. પરંતુ જેને આત્માની શેડી પણ પડી હેય, છેડે પણ જાગૃત, સંયમખપી અને શ્રેયાભિલાષી હોય તે વ્યવહારક્ષેત્રમાં પડવા છતાં ખૂબ જાગૃત રહે અને આત્મસાધના માટે સમયને બચાવે અને આંતરશુદ્ધિ થાય ત્યારે જ સંતોષ અને શાંતિ અનુભવે.
૨૪૮ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only