SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ Yo અમદાવાદ, તા. ૧૪-૮-૫૬ ૦ ૦ ૦ સંયમને વેશ ધારણ કરનારે હંમેશા જીવન તરફ દષ્ટિ ફેરવતાં રહેવું કે જેથી સંયમમાં થતી ક્ષતિઓ, ત્રટિઓને ખ્યાલ આવે. હષ્ટિ ફેરવવી એટલે કે આલોચના-અનુપ્રેક્ષા કરતાં રહેવું. થોડી ભૂલમાં બેદરકાર રહેનાર જેતે દિવસે મોટી ભૂલો કરવાને ટેવાઈ જાય છે. આંતરશુદ્ધિ માટે રાત્રે ભાવ-પ્રતિકમણુ કરી શુદ્ધિ મેળવ્યા વિના સૂવું ન જોઈએ. પ્રભાતમાં પરમાત્માને સન્મુખ માનીને ઉપગપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનામાં વિશેષે કરીને, જીવન બગાડનાર, પ્રકૃતિઓને કાઢવા પરમાત્માની સહાય લેવી. પ્રભુ સમીપમાં જ વસી રહેલ છે એમ ઉપગપૂવક શ્રદ્ધીને ગદગદ કંઠે પ્રાર્થવું કે હે પ્રભો! મને સહાય કરો. એવા પ્રકારના પદે શોધી-શોધીને કંઠસ્થ કરવા અને પ્રતિદિન એકાદ બે પદો તે એના એજ બોલવા. આમાં ખાસ કરીને શ્રદ્ધા, ધીરજ અને ઉપયે ગની જરૂર છે. એકવ ૨ અંદરના મળે નીકળે તો વિક્ષેપ અને આવરણ મટે. સંયમીના જીવન પ્રત્યેક પળે ઉપયોગયુકત હોવા ઘટે. “યં ચરે જયં ચિઠે” એટલે ઉપયોગયુક્ત ચાલવું, ઊભા રહેવું વિ. બધી ક્રિયાઓ ઉપગપૂર્વક કરવી. બીજાને બંધ કરવા માટે સાંભળેલ કે વાંચેલ છે પિતાને જગાડવા માટે કરે. જોકે અમને સંયમી તરણ તાણ સમજી પગે લાગી મસ્તક નમાવે છે એની જવાબદારી કેટલી? એ હંમેશાં લક્ષમાં રાખવું. મનને એકાગ્ર કરવા નામેચ્ચારણું, ધૂન, ધ્યાન, ભજન, વાંચન, ચિંતન, મનન જે અનુકૂળ પડે તે કરવાં મનને એકાગ્ર કરવા છતાં થતું નથી તેનું કારણ જોઈએ તેટલાં વૈર:ગ્યની ખામી છે. વૈરાગ્યવંત પિતાના સ્વરૂપ સિવાય કશું જતો નથી. સંસારી જીને પ્રાણી - ૫દાર્થ મેળવવાની ઘણી ભૂખ એટલે એ મેળવવા માટે મને રખડ્યા કરે; પછી મન સ્થિર થાય ક્યાંથી? માટે વૈરાગ્ય પ્રગટે તે માર્ગ લે, અને પછી અભ્યાસ કરે. પ્રકૃતિના સ્વામી હોવા છતાં તેની ગુલામી ઉઠાવાય છે, તેથી જ સામાન્ય પ્રસંગે માં અથડામણ, ક્ષોભ, કષાય, અભિમાન, પિતાને નિર્દોષ બતાવવાનું ડહાપણબીજાની ભૂલ જોવાની આદત ખડે પગે પિતાનું કામ કરે છે. અને જીવ નીચી મૂંડીએ દોરે તેમ દોરવાય છે, ઢસડે તેમ ઢસડાય છે, છતાં જીવને પિતાને એ સ્થિતિનું ભાન નથી હોતું. પરંતુ ભાન હોય છે એવા સંયમીઓને કે, જે જાગૃત છે, ઉપગવંત છે, ચેતનાવાન છે, ઈન્દ્રિયોના વિષય પર, કષાયાદિ પ્રકૃતિ પર જેને કાબૂ છે. મારા લખાણને વિચારજો, ‘યેય નકકી કરજે, લક્ષ ન ચુકાય તેની કાળજી રાખશે. જે વેશ જેને અર્થે લીધે છે તે કાયમ સ્મરણમાં રાખશે. ઘણું કાળની આદત-ટેવને, પ્રમાદ અને વાસનાના વળગાડને કાઢવા એ ઘણાં દુઃખકરકઠણ જરૂર છે, અને તેથી જ અજાગૃત વર્ગ આજે એ માગે નથી ચાલી શકતો, પરંતુ પ્રકૃતિને આધીન રહી જૂની ઘરેડે ચાલે છે. દ: ભિક્ષુ ૪૧ અમદાવાદ, તા. ૧૯-૮-૫૬ ૦ ૦ ૦ શ્રેયની તીવ્ર ઇચ્છા શ્રેયના, પરમ કલ્યાણરૂપ શાંતિના દર્શન થતાં નથી, એ ચિંતા હંમેશાં વેદાય છે, પરંતુ એ માટે જોઈએ તેટલા પ્રમાણમાં પુરુષાર્થ એ નથી. અનંતકાળના હિસાબે જાણ્યું ઘણું પણ જાણવાનું જાણ્યું નહિ, એવી જ રીતે માણ્યું ઘણું પણ યથાર્થ માણવાનું માર્યું નહિ. પોતાના સિવાય બધાંયને ઓળખ્યા, ત્યાગ પણ ઘણો કર્યો પણ જે તજવું જોઈએ તે તજયું નહિ. આવડત, સમજણ ઘણી મેળવી પણ જેની જરૂર હતી તે રહી ગઈ. જુઓને, મસ્તકના લેચ કેટલાં કષ્ટકર છતાં એવાં આકરાં કષ્ટ સહ્યાં પણ જેને ઉખેડી ફગાવવાં ઘટે એને પંપાળીને ૨૪૨ જીવનઝાંખી www. jelbrary.org Jain Education Intemational For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy