________________
પર Jદવ ડવિષય પ. નાનગઢજી મહારાજ જન્મશતા૯િદ :
૩૮
સાયલા,
તા. ૧૪ – ૩ – ૫૬ ૦ ૦ ૦ સાધનાને અમૂલ્ય સમય અને અમૂલાં સાધનો સદુપયોગ કરવા, આંતરદષ્ટિ પ્રયત્નપૂર્વક પ્રગટાવવા અને ધ્યેયને વળગી રહેવા ખૂબ જાગૃતિ રાખશે.
નકામે ઘણા સમય ગયો એ ખોટને પૂરી કરવા તેમજ જીવનશુધિમાં પ્રમાદ ન થાય એ માટે સદા ઉપગ રાખશે.
જગતના અન્યજનો ગમે તેમ કરતાં – કરાવતાં હોય એની પંચાતમાં – ઉપાધિમાં ન પડશે, કેમકે આપણે ઘણાં કાર્યો કરવાનાં છે અને સમય ઘણે અલ્પ છે.
પાશલા – કંદાઓથી, જગતની જાળથી, પ્રભથી, તંદ્રના પ્રસંગોથી, માનઅપમાનની ભૂલભુલામણીથી, હલકી વૃત્તિઓના પ્રપંચથી, જીવનને ગંદુ બનાવનાર ગંદકીથી હંમેશા ચેતતા રહેજે.
ખબ લક્ષપૂર્વક ભાવપ્રતિક્રમણ કરીને, હદયશદ્ધિ કરી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં, તેમના નામોચ્ચારણ કરતાં કરતાં શયન કરશે. બધાંમાં અતૂટ સંપ, ઐક્ય જળવાય રહે એવા મધુર, મીઠાં, પ્રેમાળ, નિર્દભ વર્તન રાખશે.
ઉપયોગી અભ્યાસની, અનુભવની, પ્રસંગની નોંધ રાખતા રહેશે. તમારામાં ભરેલ આનંદ-પ્રેમના પ્રવાહની મોજ માણતા રહેશે. કદીયે નિરૂત્સાહી, નિરાશાવાદી, હેતવીર્ય, હતપ્રભ ન થશે. સદાય આનંદમાં પ્રસન્નચિતા રહો એ જ ભલામણ છે.
દઃ ભિક્ષુ
૩૯
સાયલા,
તા. ૨૯: ૩-૫૬ ૦ ૦ ૦ તમારી માનસિક અવ્યવસ્થિતતા જાણી, સાધકમાત્રને એવી ગડમથલ, અથડામણું, મુંઝવણના માર્ગેથી જ પસાર થવાનું હોય છે. પણ એ કાયમ ન રહેવી ઘટે. પાછું સમાધાન, શાંતિ, વ્યવસ્થિતતા સાધી લેવા પ્રયત્ન કરો. અપકવ અવસ્થામાં એ બધું સંભવિત છે. છતાં નિશ્ચિંત રહેશે કે એ બધું જવાનું છે, કાયમનું નથી. સમુદ્રના પવનથી તરંગોની માફક પ્રસંગો હદયમાં તરંગે પ્રગટાવે છે. જાણે કે હવે શું કરવું? હવે શું થશે? એમ ભાસે પણ એ બધા માની લીધેલા નકામા બીવડાવનારા દયે છે. એવા પ્રસંગે અંતરમાં ઊતરી નામસ્મરણ કરવું એ અમાઘ ઉપાય છે. ભાવી મિથ્યા ન થાય પણ સ્મરણથી જરૂર શાંતિ થાય. સાધકને અણધાયાં વિરોધે લાગે પણ વિરોધ તમને જણાવીને ન આવે. એ વિરોધ નથી, કસેટીઓ છે અને જરૂરના છે ને આવે છે. એથી નાહિંમત થવાનું નથી. કસોટી સેનાની થાય. કુલ સુગંધવાળા જ ચૂંટાય, આવળના નહિ. સાચા મોતી જ વીંધાય. ભકતને જ વિધ્રો, કટે, મુંઝવણના પ્રસંગે આવે એ સનાતન નિયમ છે. તમે ટકી રહ્યા છે તેમ વધુ મજબૂત બને. ખડક જેવા બને. શારીરિક, માનસિક કે કૌટુંબિક અણગમતા પ્રસંગે આવે ત્યારે ખબ પૈર્યવાન, અકંપ બને. એ બધા સાચા સ્થાયી નથી. પણ તમને ભ્રમણાથી એ વિચાર મુંઝવનારા દેખાય છે પણ આખર સત્ય સમજાય છે. અનુભવે જ સમજાય અને ત્યારે જ પરિપકવતા આવે. એ જ માર્ગ છે. લૌકિક વ્યવહારમાં જીવને જેટલે હર્ષઆનંદ છે એટલે લોકોત્તરમાં નથી આવતો. લકત્તા૨ માર્ગે અંતરચક્ષ ખુલ્યા પછી જ પગલું ભરવાનું મન થાય છે અને લૌકિક-માર્ગે મુસીબતે વેઠીને, કષ્ટને સામનો કરીને, જીવનને હોડમાં મૂકીને પણ વગર ઉપદેશે જાય છે. કેમ કે એ માર્ગ જોયેલ, જાણેલ ને અનુભવેલ છે. પણ લો કેત્તર તરફ જીવે અનુભવ જ નથી કર્યો. એના આનંદનું સ્વપ્ન પણ નથી આવ્યું. તેથી જવાનું મન ન થાય. તેમ એ તરફ લક્ષ પણ ન આવે તે સંભવિત છે. એટલા માટે જ્ઞાનીઓ સમષ્ટિ ઉપર પ્રથમ વધુ ભાર મૂકે છે. ક્રિયાઓ પણ એ માટે છે. “બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત, સેવે સદગુરુ ચરણકો એ પાવે સાક્ષાત્ ?. “શ્રીમદને વાંચવાને મહાવરો રાખશે.
દઃ ભિક્ષુ સાધના પથે - પત્રાની પગદંડી For Private & Personal use only.
wwwRX
Jain Education internatonal
For Private & Personal Use Only