________________
}પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ{
નહિ પણ આમ થાય” “ આમ ન થાય તે ઠીક એવી માગણી ન જ હોય. એને પિવાય તેમ કરે ને પોષાય ત્યાં ને તેમ રાખે. તેમાં આનંદ જ માનવે એ ભકતને ધર્મ છે. એ વિસરી કેમ જવાય? આર્તધ્યાનથી ચેતતા રહેજે. કસોટીમાં મજબૂત, દઢ રહેજે. x x x
દઃ ભિક્ષુ
૩૧
વાંકાનેર,
તા. ૨૪-૯-૫૩ : ક્ષમાપના : ખમાવું છું ક્ષમા કરજે, બધા ગુના પરસ્પરના મિલાવું છું હદયવીણા, સુરીલા તાર જીવનના. x
x ૦ ૦ ૦ તમારા પત્ર વાંચું છું. સતેષ થાય છે. આજે તે ક્ષમાપના નિમિત્તે ડું લખું છું. દર વર્ષે આ રીતે ખમાવવાની પ્રથા વર્ષોથી ચાલુ છે. ખમાવનાર ખમાવે છે અને ક્ષમા આપનાર ક્ષમા આપે છે. પરિણામ સૌ કોઈ જાણે છે. જાગૃત આત્માને આ બધું કૃત્રિમ અને નાટકી લાગે છે અને સૂતેલ આત્માને પરિણામની કંઈ પડી નથી હોતી. ખરું જોતાં જીવનવીણ સમગ્ર રીતે સુરવાળી અને તાલબદ્ધ હોવી જોઈએ. એવું જ્યારે બને ત્યારે બધા ક્ષેત્રમાં સુસંવાદિતા અને સુમેળ બની રહે છે. જેમ વીણાને પ્રધાન તાર ચાર કે પાંચ હોય છે અને બાકીના ગૌણ તાર પંદર-વીસ હોય છે. મુખ્ય તાર જ ગૌણ તારને જીવનદાન કરે છે એટલે કે ઉપરના તાર ઉપર વીણાવાદકની આંગળી ફરતી હોય છે ત્યારે એની પ્રેરણાથી નીચેના ગૌણ તાર ઝણઝણી ઊઠે છે અને દિવ્ય સંગીત રેલાય છે. સામાન્ય રીતે વીણાને અંગે હું આટલું જાણું છું. એના જાણકાર આથી વધુ અને જરા વિશદ સ્વરૂપે જાણતા હશે. બસ, આટલા ઉપરથી હું જીવન વીણાની નીચે મુજબ કપના કરું છું.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આધ્યાત્મિક જીવનના મુખ્ય તાર છે. ગણતાએ એ જ વસ્તુને નીપજાવનાર બીજા અભુત વ્યવહાર–લક્ષી અનેક તારાની કલ્પના કરી શકાય. એ જીવનવણુ વગાડનાર કાંતે જાગૃત થયેલ અંતરાત્મા હોય અથવા તે જેણે જીવન ઘડતરની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હોય એવા સદ્દગુરુ એ જ ઉત્તમ વીણાવાદક ગણાય. આ વસ્તુના અભાવે આજ-કાલ અસંખ્ય જીવનવી બસુરી અને બતાલી અહીં-તહીં અથડાતીકુટાતી હોય છે. અને ક્ષમાપનાનું નાટક ભજવતી હોય છે. ઉપરના ચિંતનપ્રધાન લઘુકાવ્યમાં બેલનાર પોતાની જીવનવણને હદયવીણમાં પલટાવી તેના તાર સુરીલા કરવાનો સંકલ્પ કરે છે. એક દએિ એ ધૃષ્ટતા જ છે. જેણે પિતાના જીવનમાં સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીચેની સાચી સાધના કરી હોય તે જ એવા ઠરડા એલા કે તૂટેલ તારનું સમારકામ કરી શકે. બાકીના બધા જીવો ઘસંજ્ઞા કે લોકસંજ્ઞાની ઊડી ખાઈ-ખીણમાં ખદબદતા પામર જી હોય છે. એ લક્ષથી વિચારીએ તે આપણું સ્થાન કયાં છે? એને આપણને પ લાગે. અને પરિણામે જીવનસુધાની અદમ્ય તૃષા જાગે તે જરૂર બેડો પાર થઈ જાય મને, તમને, બધાને એવી પિપાસા જાગૃત હે.... એ જ વિશેષ સમાચાર પૂ. ગુરુદેવે લખ્યા છે.
લિ ચિત્તમુનિ
વાંકાનેર,
તા. ૮- ૧૦-૫૩ ૦ ૦ ૦ લેકે તપસ્યા કરીને દેશો બાળવા, નાશ કરવા ભિન્નભિન્ન પ્રકારે ક્રિયા કરે છે. પણ દોષ નવા ન પેસી જાય, નવા કર્મો ન બંધાય એ તરફ લક્ષ નથી આપતાં અને ચાલતી ક્રિયાથી દે ઘટયા કે નહિ? વ્યસને, સાધના પથે-પત્રની પગદંડી
૨૩૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org