________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દેમાંથી ગુણાને વીણી કાઢે ને અમેદ અનુભવો. ન અવાય તેનું કાંઈ નહિ. કામ તે વધુ એવા સ્થળમાં કરવાનું છે. સાનુકૂળતા કરતાં પ્રતિકૂળતામાં વિકાસ વધુ સધાય છે. ભક્તમાત્રના ચિત્ર જોઈ લ્યો. નરસિંહ મહેતા, મીરાં, જ્ઞાનદેવ કે અન્ય કોઈ ભકતો દુઃખમાંથી, અપમાનમાંથી સમભાવ વેદીને આગળ આવ્યા છે. માટે .... પ્રસન્નતા અનુભવ, પ્રસન્ન રહો, તમારા સાથે જ હરિ છે. તમારી કસોટી એ જ કરે છે. એમાં તમે ગભરા નહિ. x x x પ્રતિકળતાની ભારે મુંઝવણ, ભારે વેદના પછી જ સાચું દર્શન થાય છે. ભારે તાપ અને પછી જ વરસાદની ઠંડક થાય છે, માટે વિકાસ તમારા હાથમાં જ માની હ. એ જ
૪ ભિક્ષુ
૦ ૦ ૦ તમારા બધાં પત્રો હું વાંચું છું. સમજાય છે કે શ્રેયના પંથે વિચરવામાં તમારી સામે અનેક જાતની મુશ્કેલીઓ, વિધ્રો અને અંતરાયો ખડી ચેકીએ ઊભા છે. તમારામાં જે અંતરની સાચી શ્રદ્ધા ને વિશ્વાસનું બળ ન હોય તે આવી પ્રતિકૂળતા વખતે જરૂર થથરી જવાય. પૂર્વાવસ્થા, જૂની ઘરેડ અને સ્થાપિત હકકે ભોગવવામાં ગુજારી અને અત્યારે નવી દષ્ટિ મળ્યા પછી, ન જન્મ મેળવ્યા પછી, જૂના સંસ્કારોનું અવસાન થયું નહિ હોવાથી જૂની સત્તા પ્રકૃતિગત અને નવા અમલ નવજીવનના પગરણની વચ્ચે ઘર્ષણ કરે એ પણ સ્વાભાવિક છે. આવા સગોમાં મધ્યસ્થ રહેવાનું ભગીરથ પુરુષાર્થ કેળવવો જોઈએ. એક બાજુ રાગ-મોહ ખેંચાણનું લશ્કર કે, તિરસ્કારનું ટોળું છે. એ બને તોથી પર રહી આત્મલક્ષી સમભાવ, વીતરાગભાવ અને નિલે પદશાનું પ્રગટીકરણ કરો એટલે જરૂર તમે વિજયી થશે. શબ્દથી મુંઝાઈ જવાની કોઈ જરૂર નથી. આત્માની એવી સ્થિતિને સ્વસંવેદનથી અનુભવ કરવાની જ આવશ્યકતા છે. આવી સલાહ સ્નેહભાવે જે કાંઈ લખાય છે તે ઉપયોગી લાગે તો અનુભવ કરશે. બાકી તો પૂ. ગુરુદેવ અપૂર્વ સીંચન કરી રહ્યા હોય ત્યાં મારે લખવા જેવું પણ શું હોય ? સંભવ છે કે ઉતાવળે લખવાથી સ્થિરતાના અભાવે લખાણમાં કોઈ વિચાર, સ્કૂલના કે ઉતાવળે અનુમાન કર્યું હોય તે મારું લક્ષ ચશો. એ જ.
લિ ચિત્તમુનિ
વાંકાનેર,
તા. ૨૩-૯-૫૩ ૦ ૦ ૦ તમે જેમ હદયથી ક્ષમા માગી છે એ આપવા સાથે અમે પણ અંતઃકરણથી ક્ષમા યાચીએ છીએ. ત્યાંના ધર્મકરણીના, તપશ્ચર્યાના સમાચાર પણ જાણ્યા છે. તમારી ભૂલનું સરવૈયું બતાવ્યું, ક્ષમા માગી. બાહ્યદષ્ટિએ જીવે અનેકવાર ક્ષમાને વ્યવહાર કર્યો છે. એ વ્યવહાર બાદષ્ટિ પ્રરતે બરાબર છે, પણ ખરી ક્ષમાનું સ્વરૂપ અંતરદષ્ટિ પ્રગટયા બાદ સમજી શકાય છે. અનંતકાળથી આવા વ્યવહાર ઓઘદષ્ટિએ થયા છે અને થાય છે. જેટલી સમજ, દષ્ટિની વિશાળતા એટલા અંશે ક્ષમાપનાનુ રહસ્ય સમજાય છે. પ્રતિક્રમણદિ ક્રિયા પણ એ પ્રમાણે થાય છે. બધામાં સાચી દૃષ્ટિની જરૂર છે. એ દૃષ્ટિ ક્ષપશમના પ્રમાણે પ્રગટે છે અને ક્ષપશમ વિચારપૂર્વકના શુદ્ધ પ્રયત્ન થાય છે. તમે જે રસ્તે કાર્ય કરો છે તે શ્રદ્ધાપૂર્વક કર્યું જાઓ. કેઈની ક્રિયા, જ્ઞાન કે ચમત્કાર દેખીને મન ન ડગાવશે. આત્માની અનંત શકિત છે. જુદા જુદા માર્ગે, જુદે જુદે અનુભવ થાય છે. આપણું લક્ષ અંતરથદ્ધિનું છે માટે કચરો ન પિસી જાય તેની સંભાળ, ઉપગ રાખવે. ગમે તેવા સંગમાં પ્રસન્નતા, આનંદ ન ગુમાવાય તેની કાળજી રાખવી. અત્રે આવી નથી શક્યા એ માટેનું દુઃખ થાય એ ભૂલ છે. અમે સ્થૂલ દેહે તમારી પાસે નથી પણ તમારા હૃદયમાં અમારું સ્થાન છે, અને અમારા હદયમાં તમારી ભકિતનું સ્થાન છે. પરસ્પરની સ્નેહરશ્મિ દેલનના વાયરો ચાલુ જ છે. આટલા વર્ષના સહવાસથી એટલી મજબૂતાઈ, શ્રદ્ધા હોવી ઘટે. ઇવરને બધું સોંપનાર એવી માગણી ન કરે કે “આમ
૨૩૬
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org