SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ (પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે. વિનિમય એટલે લેવા-દેવાની ક્રિયા. “દક્ષિણા લક્ષપૂર્વક વાંચશો. ન સમજાય ત્યાં ચિહ્ન કરશે. ઘણાં ભાગે આ તરફનું અંજળ થશે તે વાંચનનો યોગ થશે. એ જ. . . . દ ભિક્ષુ , વાંકાનેર, તા. ૧૦-૮-૫૩ ૦ ૦ ૦ પરમાત્માના કૃપાપાત્ર બનવું એ તમારા હાથને વિષય છે. માત્ર એની પ્રેકટીસ કરવી અને શકિત કેળવવી જોઈએ. નાના-મોટાને ભેદ રહે જ. કેમકે તમે તે ભૂમિકા ઉપર છે અને તેથી ખેંચાણ પણ રહે એ અસ્વાભાવિક નથી અને તેથી તમને પરાશ્રયી જેવું લાગે. વાસ્તવિક તે સહ સહને જ આશ્રયે જ છે. કેમકે સર્વના ભાગ્ય ભિન્ન ભિન્ન છે. કર્મ અને પ્રારબ્ધ એ સર્વના ભિન્ન છે. કેઈ કેઈના પ્રારબ્ધને ફેરવી શકતું નથી. પણ માતૃહૃદય પોતાના સંતાન પ્રત્યે જરૂર ખેંચાય અને સ્વાશ્રયી સશકત બનાવવા ઝંખે જ એ પણ દષ્ટિ છે. સર્વા ગે સમર્પણ તે ઘણું કઠીન છે. પણ એ જાતનો મહાવરે, પ્રયત્ન, વેલણ એ જાતનું રાખવું. એ માર્ગે પ્રયાણ કરનાર-પ્રયત્ન સેવનારને પ્રકૃતિ વધુ પજવે. મનની વ્યાકૂળતા વધારી મૂકે એ નિમ્ન પ્રકૃતિનું કાર્ય છે. એના સાથે જ યુદ્ધ કરવાનું છે. મેર હોય છે. પણ કાર્યમાં સફળતા ન મળે તે પણ ગભરાવાનું-મુંઝાવાનું કારણ નથી. નિષ્ફળતા એ સફળતાનું અગાઉનું અંગ જ છે. તમારા વર્તનનું વિરોધી વલણ તમને મૂંઝવે છે. પણ તે તરફ બહુ લક્ષ ન આપવું. લક્ષ આપવાથી તમારે પરાજય અને એને વિજય થાય છે માટે એ તરફ દુર્લક્ષ રાખવું. નામને ભેળવીને બોલે તો ય પણ તમારે લક્ષ જ ન આપવું. એ એમના સ્વભાવ, સમજણ પ્રમાણે બોલવાનો, વર્તવાને તેમને હકક છે. તમને ગ્ય લાગે તેમ માયાળુ ભાવે વર્તવાન તમોને હકક છે. દરેક કાર્ય મીઠાશથી કરવું.. બગાડવાની જરૂર નથી. માર્ગ તે કાઢનાર જ કાઢશે. તમે જાણતાં પણ નહિ હૈ, એમ માર્ગ થઈ જશે. ભરોસે રાખે X XX આ બધામાં કુદરતના ગૂઢ સંકેત હોય છે. જે સહજ થાય તે કરવું અને પેલો લેક યાદ કરો. “ઘાતથી નિયતિવા ” તમે માગણી કરી, એને મૌન સેવ્યું તે ધીરજ રાખવી, તોડફોડ ન કરવી. જેમ ફિલમની ગેઠવણી પ્રમાણે દ આવે-જાય છે એમ પ્રારબ્ધની ફિલમ ચાલ્યા જ કરે છે. ભૂતકાળ જેવાઈ ગયે, વર્તમાનકાળ જેવાય છે અને ભવિષ્ય હવે જેવું હશે તેવું જેવાશે, એમ શ્ર. જરા પણ ખેદ ન કરે. તમારા પાછળ એક જબરજસ્ત મહાન અધિષ્ઠાન સત્તા કામ કરી રહી છે. માણસને ખ્યાલ નથી તેથી “આ મારાથી થયું” અને “આ ન થયું” એમ લાગે છે ને બોલે છે. પણ પ્રકૃતિથી બંધાયેલ માણસ સ્વાધીન નથી, પણ પરતંત્ર છે. તમે લખો છો કે મારે રાહ સાચા હશે તો મને પરમાત્મા માગ કરી આપશે એ વિચારને વળગી રહેશે. નબળાઈ તમારામાં છે એવી સહે કેઈમાં છે, કઈ વિરલમાં નહિ હોય. લોકલાજ પ્રશસ્ત અને અપ્રશસ્ત એ બે છે. પ્રશસ્ત અમુક હદ સંધી જરૂરી છે અને તે પણું શકિત સમજ અને સમય આવે નીકળી જશે. ઉતાવળ કરવા જરૂર નથી. જે શકિત નથી તે સમય પાકે આવશે. જે પ્રેમ હતો જ નહિ તેને તમે માની બેઠા હતાં એટલે ખટકે છે. નહિ તે ખટકે શા માટે ? તમારી બ્રમણ હતી. કોઈની પ્રકૃતિ કેઈ ફેરવી શકતું નથી. માત્ર અમુક સંગે આવે છે ત્યારે વલણ બદલાય છે. અત્યારે. જે વલણ છે તે અમુક અંગે ઉપસ્થિત થયે બદલાવાનું. તમારે તો ધીરજ, ક્ષમા, પ્રેમ જ વહાવવાનો. કેઈની ભૂલે કે દેશે જોવાની જરૂર નથી. વિરુદ્ધ વર્તનાર પ્રત્યે પણ પ્રેમ દાખવવાની ટેવ પાડો એ સાથે માર્ગ છે. પ્રેમથી કામ લેનારને ગુમાવવાનું કાંઈ નથી પણ લાભ જ છે. પ્રેમની અજબ અસર છે. ગમ ખાનાને વિજય છે. માટે માધ્યસ્થ વૃત્તિ કેળવવી ગરીબાઈ ને શ્રીમંતાઈ લાવી આવતી નથી. એ પણ પ્રારબ્ધને આધીન છે. વિકાસને આ અંગે નથી અટકાવતા. આ સંગે તે વિકાસને વેગ આપવા માટેના છે. આવા સમયે જે વ્યાકૂળતા, છેદ, અફસ, ષષ્ટિ થાય છે. એ વિકાસને રૂંધનારા છે. આવા સમયે પ્રેમ, શાંતિ, સંયમ, વિશાળતા, સમભાવ રાખવા એગ્ય છે. આપણે ધારીએ એવા સીધા સંચાગે હોયે ત્યારે અનકળતામાં બળ ફેરવવાનું કયાં હોય? વીર્ય પૂરવવાને તો આવા (પ્રતિકુળ) યુગમાં જ હોય. બીજાના સાધના પથે – પત્રેની પગદંડી ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy