SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્સ પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ સમજ, શકિત, પ્રેમ, આકાંક્ષા છે તે ગમે તેટલો દૂર હોવા છતાં તુક, સમીપે જ છે. ભાવના અધ્યપણે ઘણું કામ કરે છે. સાચા અને આચરી શકાય તેવા સંસ્કાર પાડવા પ્રયત્ન કરશે. દઃ ભિક્ષુ વાંકાનેર, તા. ૨૬ – ૭– ૫૩ ૦ ૦ ૦ મારી તબિયત સાધારણ ઠીક છે. સ્વાનુભવ કરવાની તો આપણું સમાજમાં પ્રથા જ નાબુદ થઈ ગઈ છે. લે કાને સંભળાવવા માટે અભ્યાસ કરવો અને જેટલે ક્ષોપશમ કર્યો હોય તેટલું તે પ્રમાણે લેકેની પાસે કહી બતાવવું વ્યાખ્યાનમાં જે કહેવાય છે તે વાંચેલું, ગોખેલું, સાંભળેલું અને એકઠું કરેલ જ મોટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની પ્રથા જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પિતાની જાતને શેાધી, એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કાંઈ મેળવી શકે અને મેળવે તે કાંઈક આપી શકે. સુરિજી વ્યાખ્યાનકાર, શાસ્ત્રના અભ્યાસી ખરા પણ જેનું નામ નિજ અનુભવ કહેવાય એ વસ્તુ નહિ. એ માર્ગ જ દે છે. પ્રાપ્ત કર્યા પહેલાં આપવા નીકળવાની પ્રથા રૂઢ થઈ ગઈ એટલે લક્ષ જ બીજાને બોધ આપવા તરફ મોટા ભાગે રહે છે. એટલે જ કેઈને ક્રિયાનું અભિમાન, કોઈને આચારનું, કેઈને શાસ્ત્ર ભણવાનું તો કોઈને વકતા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેને નાશ કરે ઘટે તે જ વૃદ્ધિ પામે છતાં એ તરફ લક્ષ જ નથી. ધારાધોરણે, કલમ અને સમાચારીના નિયમો, એટલામાં સાધુએ શુંચાઈ રહ્યા છે. સાધુપણાનું છે રણુ, આચારની કઠીનતા ઉપર અવલંબે છે. ત્યાં તમોને શાંતિ છે, વાંચન-વિચારની અનુકુળતા છે એટલામાં સંતોષ માનવો, “રામ રાખે તેમ રહેવું” એ માન્ય કર્યા પછી વ્યથા અંતરને શા માટે ઉકાળી નાખે છે? હમેશાં ચિત્તને પ્રસન્ન-આનંદી રાખવું. સ્વભાવ તરફ વળનાર, પ્રભુના પગે પડનાર ને પ્રતિકૂળ સંગમાં પણ પ્રસન્નતા કેળવવી ઘટે. એને ખેદ, અફસોસ કે ઉકળાટ રાખે પિષાય જ નહિ. न हि भवति वियोगः स्नेहविच्छेदहेतुः ॥ અર્થ - વિગ કે વિરહ એ, વિશુદ્ધ પ્રેમ-નેહ કે ભકિતને છેદ ઉડાડી દેવામાં કારણભૂત બનતું નથી એટલું જ નહિ પણ ઊલટું પ્રેમને સતેજ કરે છે. સ્થૂલ દેહથી ન મળાય તો પણ પત્રથી મળાય છે, ખુલાસા કરાય છે એટલેથી સંતોષ માનવો. દૂર રાખવામાં પણ કુદરતને કેઈ ઈષ્ટ હેતુ હશે એમ માનવું. આસુરીદળના પરિવર્તન માટે પ્રાર્થના-અભીસા કરવી. પ્રયત્ન કરે, એમાં જરૂર સફળ થશે. દક્ષિણમાં તપશ્ચયને અધિકા૨ ખૂબ મનન કરવા જેવો છે. સંવેદન અને વિનિમયને અર્થ ઈક્રિયે દ્વારા મગજમાં જે રિપોર્ટ આવ્યા હોય તેનું સંવેદન થાય છે, પણ એ સંવેદન પ્રાણદ્વારા જ ક્રિયાશીલ બને છે. દાખલા તરીકે :- કર્ણદ્વારા રિપોર્ટ મળે કે ફલાણું પાળીયા નીચે ધન દાટેલ છે. એ રિપોર્ટનું સંવેદન મગજમાં પ્રથમ થાય છે કે ક્યાં છે? કેટલે દૂર છે? કઈ તરફ છે? કેટલું છે? એવા એવા તર્કો થાય એ સંવેદન. પ્રાણ વિના તે કેડની શકિત નથી. એટલે જે જે સંવેદન થાય તે પ્રમાણે પ્રાણુ પિતાની ક્રિયા કરે. એમાં સમ્યક મનનું નિયંત્રણ વિવેકપૂર્વક હોય તો પ્રયાસ સફળ નીવડે. પ્રાણુને ખોરાક સંવેદન. એનો અર્થ એ કે પ્રાણની ક્રિયાશીલતા "મન તરફથી આવતાં સંવેદને પ્રમાણે અને મનમાં ઈદ્રિયો તરફથી આવતાં રિપેટ ઉપર, એમાં કેટલું સત્ય ને કેટલું અસત્ય ? કરવા યોગ્ય છે કે નહિ ? એ વિવેક મન ઉપર આધાર રાખે છે. સંવેદનનો અર્થ સમ્યક વેદવું, જાણવું. પ્રાણુ તે જે તે વેદને પ્રાપ્ત થયા તે પ્રમાણે તે ક્રિયામાં જોડાય છે. ખાવું-પીવું, સૂવું,-બેસવું, રાંધવું-સીધવું, દળવું, ભરવું, કાંતવું, ખોદવું, ચણવું એવા દરેક કામ પ્રાણની શકિતથી મન અને શરીર કરે છે. વિનિમય એટલે આપલે, આપવું ને લેવું. એક પ્રાણુ સમપ્રાણને આપે કે તે એ ક્રિયા પણ પ્રાણની જ ૨૩૪ જીવનઝાંખી Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy