________________
પૂજ્ય ગુરૂદેવ રવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જમશતાલિદ સ્મૃતિગ્રંથ
૨૫
ચેટીલા,
તા. ૨૫-૬-૫૩ ૦ ૦ ૦ જાગૃતિ વિના ભાન ન હોય. ભાન વિના જાગૃતિ ન ગણાય. સુખ-દુઃખના ધરણે, ભૂમિકા પર હોય છે. દષ્ટિ એવી સૃષ્ટિ' નું રહસ્ય એ છે કે સત્યદષ્ટિવાળાના મૂલ્યાંકન બાહ્ય દૃષ્ટિવાળાથી તદ્દન ભિન્ન હોય છે સત્યદષ્ટિવાળા અનાત્મ વસ્તુના લાભ-ગેરલાભને લાભ કે નુકશાન માનતા નથી. પોતાની જાતને નુકશાન પહોંચે તેમાં નુકશાન માને છે. આ પરિસ્થિતિ દીર્ઘકાળના સતત અભ્યાસથી થાય છે. મનમાં વિચાર ઊઠે, ઈચ્છા જાગે, ચંચળતા, ક્ષેાભ, વિકાર, તૃષ્ણા કે દ્વેષ પ્રગટે. ત્યારે એ વસ્તુ કયાંથી ઊઠી? કયાંથી નીકળી? કેણે પ્રેરી? એનું મૂળ ક્યાં? એ શેાધવાનો પ્રયત્ન કરે. અંતરમાં ઊંડા ઊતરી શોધ કરે. એ વિચારાદિ પ્રગટે તે એ પ્રમાણે કરવા ન બેસે. એને ભેરુ થઈ તેમાં ભળી ન જાય. પણ તે વિજાતીય તત્વ છે માટે એ તત્વને શોધવાનો અભ્યાસ પાડે. એ માટે આળસ થાય તે તેને માને નહિ અને એની શોધમાં જ પિતાને પત્ત મળે છે. ભિન્નપણાનો અનુભવ પ્રગટે છે. પણ એને સમય લાગે છે. એમાં ધેર્ય, શ્રદ્ધા અને ખંતની અપેક્ષા રહે છે. પુલના નિમિત્ત થતાં સુખ-દુઃખના મૂળ ત્યારે સમજાય છે, કે કોકને માર કેક સહે છે. છેદાય પુદ્ગલ ને વેદે આત્મા. એકના સુખ-દુઃખના પ્રસંગને અન્ય ભોગવી રહ્યો છે એમ અભ્યાસના અંતે જણાય છે. સાપેક્ષતાનું રહસ્ય ત્યારે સમજાય છે. નકામી ધાંધલ, ધમાલેના કેયડા ત્યારે ઉકેલાય છે. શાસ્ત્રના સાચા અર્થો, રહો ત્યારે ખુલ્લાં થાય છે. ધર્મના નામથી થતી સાઠમારીએ ત્યારે શાંત થાય છે. વાડાનાં, જ્ઞાતિનાં, ભિન્નતાનાં, ઊચા-નીચાનાં ભેદે, માન્યતાઓ, સાચી દષ્ટિ પ્રગટે ત્યારે ઓગળી જાય છે. આ વાત બેલનારા ઘણું છે. પણ એને આચરનાર, એ માટે ફના થનાર વિરલ હોય છે. એમાં અથાગ મહેનત પણ છે અને લાભ પણ અથાગ છે. બધી કડાકૂટો ને ભાંજગડો ભૂક્કો થઈ જાય છે. આપણે આપણી પાસેથી આપણે મેળવવાનું છે. પણ આજે મેહના જેરે કઠણ, અઘરું, અસાધ્ય જેવું થઈ પડયું છે. વ્યવહારના બાના, ઘરની મુશ્કેલી જણાય છે તે વાસ્તવિક રીતે સાચી નથી. આપણે સાચી કરી માની છે. મનથી મનાયું છે. એટલી જીવની નિર્બળતા છે. જીવ તપ કરે, ખર્ચ કરે, બીજા દુઃખ સહે પણ આ માર્ગમાં પગ મૂકતા નિમ્ન પ્રકૃતિ તોફાન મચાવી એમ સમજાવે છે કે આપણુથી હાલ બને એમ ક્યાં છે? અને કરીએ, પણ પછી આખું શું? આ કેણ કરે? જગતમાં શું કહેવાય? એવા વિચારે ફરી વળે છે. આમાં મારી વાત પણ ભેગી છે. x x x
દઃ ભિક્ષુ
થાનગઢ,
તા. ૭-૭-૫૩ ૦ ૦ ૦ મારે માટે મને લાગ્યું તેમ લખ્યું. તમેને સરગદષ્ટિ છે એટલે ન દેખાય. ભક્તિ ઓછી છે એ ઓછપનું કારણ મારામાં જ છે એ માનવું જ બરાબર છે. મારો માર્ગ જ જુદે છે. બીજાને બંધ કરતી વખતે એ બેધ હું મારે માટે પણ વિચારું છું. મને જે બૂટીઓ દેખાય છે તે માટે પ્રયત્ન ચાલુ છે. શ્રીજીના (મેટાના) પુસ્તક અરવિન્દની ભાવનાને મળતાં છે. તમને રુચે તેવા સાદા, સમજાય તેવા લખાણના છે. પિતાનું જીવન સાદું, નિદંભી અને ગુરુવચને ચાલી સર્મપણની ભાવનાને અપનાવવા મથામણ કરેલ છે. પિતાની જાતને ન સુધારે તે બીજાને કેમ સુધારી શકે? એટલે સાધકે તે અન્યની રાહ ન જતાં પોતાની જાતને સુધારવામાં બધું લક્ષ આપવું જોઈએ. કઈ દિન નાહિંમત, નિરાશાવૃત્તિ ન કરવી જોઈએ. પિતાનું લક્ષ જે આત્મા તરફ હોય તો નિરાશાનુંક ઈ કારણ નથી. છે ને મેળવવું છે. ભલે વિલંબ થાય, ભલેને બીજા ભવે થાય. પણ થયેલ પ્રયાસ નિષ્ફળ નથી જવાનો. દેશમાં આવવાની પ્રબળ ભાવના જાગશે તે કુદરત મદદ કરશે. ત્યાં રહ્યા પણ ઘણું કરી શકો તેમ છે. જેને સમજ કે શકિત, પિપાસા,
પ્રેમપ્રીતિ નથી એ તે સાક્ષાત ભગવાન સમીપે હોય તે પણ કશું વળતું નથી. અને જેને જિજ્ઞાસા
સાધના પથે - પન્નેની પગદંડી
૨૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org