SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ રહ્યા છે. સુખની ઇરછાએ દુઃખને શોધી રહ્યા છે. ભૂલવણીના પડદા જીવને ભૂલાવે છે. અસત્યમાં સત્યનો ભાસ થયા જ કરે છે. એથી અસત્ય માર્ગ નથી છોડી શકતા. જ્યાં સુધી પોતાની સાચી ઓળખ ન થાય ત્યાં સુધી એ દશા રહેવાની જ છે. તે માટે “તું કોણ? તું ક્યાં? તું કેવો? તું શું કરે છે? તે શું કર્યું? તેં શું તર્યું? તું કયાં જઈ રહો છે? તું તને જ જે; તારું હિત શેમાં છે? હિતાહિતને વિચાર કર, એમાં ઉપયોગ લગાવ એમ જ્ઞાનીજને પોકારીને કહે છે પણ આ મૂઢ જીવ બહેરાની પેઠે સાંભળતું નથી. એ તરફ લક્ષ જ નથી. માત્ર અંધ પરંપરાએ અનુકરણ કર્યો જાય છે. ... સદગની નહિ પણ પરમાત્માની કપા વરસી રહી છે. પણ જીવ તે અમને અધિકારી નથી થયો. તેથી તેના કરતાં સંસાર-સુખને વધુ ઉપકારક માને છે. એ રુચે છે, ને તે મેળવવા મથે છે અને છેવટ નિરાશ થઈ ઈતર કાર્યમાં વળગે છે. તમે ભાગ્યવાન છે કે એ અમૃતની પિપાસા છે. એ મેળવવા ઝંખે છે, મથે છે. ઈતર પદાર્થ સારા દેખાવડા હોવા છતાં તેમાં રસ નથી આવતો. એ ઉચ્ચ કક્ષાનું લક્ષણ છે. એ જ કૃપાપાત્ર છે કે જેને એ પરમપંથની ઝંખના છે. જ્યારે સાથે રહેતાં અંગત કુટુંબીજનો જેમને રસ નથી એ તમોને ઘેલા, ધૂની, ધર્મઘેવડા, ખોટા ચીલે ચડેલા એવું એવું અનુમાન કરે અને તે કરશે જ. “દક્ષિણા’માં ખબ જાણવાનું, સમજવાનું ને આચરવાનું આવે છે. છેલ્લા બધા અ કે લક્ષ આપી ઝીણવટથી વાંચવા જેવા છે. એની થિયરી (તત્ત્વષ્ટિ) તે તમે જાણી છે એટલે વાંચવામાં વધુ રસ પડે તેવું છે. મોટા (શ્રીજી)ના પુસ્તક પણ સાધના કરનારા માટે ઠીક છે. વાચન કરતાં એને વિચાર, બની શકે તેટલું શકિત પ્રમાણે વર્તન (૧) પરમાત્મા પ્રત્યે ખુલ્લું થવું ને (૨) તેને બધું સમપી દેવું અને એની પ્રાર્થના, આકાંક્ષા, તમન્ના (એસ્પિરેશન) દ્વારા એને બોલાવવા, પ્રકાશ પ્રગટાવવો. (૩) પ્રકૃતિનું રૂપાંતર કરવું. આ ત્રણ મુદ્દા છે. પણ તે પહેલા આપણું જીવનમાં પણ એક જાતનું વર્તન વહેવારમાં કરવાનું છે. એમાં ધીરજ, શ્રદ્ધા અને સતતપણું નિયમિતતાની જરૂર છે. વર્તનમાં દ્રષના પ્રસંગે પ્રેમ, અન્યની ટીઓના બદલે પોતાની બૂટીઓ, અને જેમ બને તેમ ગંભીરતાથી નિહાળી સહન કરવું, દિલ દરિયાવ રાખવા પ્રયત્ન સેવવો. આ બધું કઠણ તે છે પણ તે આપણે જ જ્યારે-ત્યારે કરવાનું છે. હાલ એજ. દઃ ભિક્ષુ ૨૪ સાયલા, તા. ૮-૫-૫૩ ૦૦૦ ત્યાં રહ્યા રહ્યા અહીંના વાતાવરણનું ચિંતન અને તદનુરૂપ જીવન ઘડવાનો સંકલપ કરશે તે જરૂર તમારામાં સ્થિરતા ને શાંતિ આવતી જશે. જિજ્ઞાસા અને અતુરતા હોવી જરૂરી છે. પણ જે જિજ્ઞાસા બુદ્ધિશકિતને તવાભિમુખ ન રાખે તે વાણી વિલાસમાં પરિણમે છે. અને જે આતુરતા હૃદયને પિતાના ઈષ્ટ પ્રત્યે તન્મય ન કરે, અંતર્મુખ ન કરે તે આતુરતા પછી ચૂલમાં જ રચતી બની જાય છે. આટલું ખ્યાલમાં રાખશે. વાંચન-મનન કરી અંતરના કરણે કેળવતા રહેજે. તમારામાં તમને અપૂર્ણતા, નિર્બળતા, ત્રુટીઓ દેખાય છે ત્યાં સુધી સુધરવાને આગળ વધવાને અવકાશ છે. અનુપ્રેક્ષા કરનાર પોતાની ભૂલો-દે જોઈ શકે છે. અને જોઈ શકે છે તે જ પોતાની શકિત, સંગ પ્રમાણે કાઢવા પ્રયત્નશીલ થાય છે. અનંતકાળની ભૂલો, ત્રટીઓ, ટે, અભ્યાસ, માન્યતાઓને થોડા સમયમાં કાઢી શકાતી નથી. થોડાક વખતના શારીરિક દર્દના નાશ માટે લાંબા કાળ દવા અને પરેજી પાળવી પડે છે માટે આમાં ધૈર્ય, ખંત, શ્રદ્ધા ને અપ્રમાદની આવશ્યકતા રહે છે. શાંત વાતાવરણ, ઉત્તમ સંગ અને ઉત્સાહથી ધારવા પ્રમાણે પંથ કાપી શકાય છે. એ જ. દઃ ભિક્ષુ ૨૩૨ જીવનઝાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy