________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય ૫. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમ્યક્ વિચારથી યૂલિભદ્ર કોશા નિવાસમાં નિર્લેપ, નિશ્ચિતભાવે રહી શક્યા. એવા વિચારના બળે પરદેશી મૃત્યુને ભેટી કાર્યો અને એ જ વિચારથી શિકારે નીકળેલ મૃગઘાતક સંયતિ રાજા રાજ્ય રિદ્ધિ, સમૃદ્ધિ અને વિપુલભગ ઐશ્વર્ય છોડીને દીક્ષિત થયા. એ વિચારના પરિપકવથી ગૃહસ્થાશ્રમની ગૂંચવણમાં અબ ધભાવે રહી શકાય. એ વિચારની શ્રેણિ હૃદયની આંતરશધિથી પ્રગટે છે. અને આંતરશધિ સમ્યક વિચા૨ ટકાવી રાખે છે. તમારો પત્ર વાંચતાં તમે એ જ ગડમથલમાં જણાવો છે. પ્રકૃતિઓની ધમાલથી, તેની સતત પ્રવૃતિઓથી દૃષ્ટા તરીકે–સાક્ષીરૂપે નિરખવા મથે છો અને તેમાં વિદ્ધ પણ આવે છે એ તો સંભવિત છે. યુધ તે આવા સમયે તીવ્ર જ હોય. પણ મને ખાત્રી છે કે પરમાત્માનું શરણ સ્વીકારનારને તે છેવટ વિજય છે. ગુરુ કે ભગવાન છુપાયા નથી ને એ ભૂલ્યા પણ નથી. તમારા યુદ્ધ તરફ જ દષ્ટિ છે અને આશીર્વાદ વરસતા હોય છે. માત્ર એ માગ કઠણ અને કાર્ય કષ્ટસાધ્ય છે. અમે પણ એ જ માર્ગે પ્રભુ કૃપાને યાચી રહ્યા છીએ. નાટક જોતાં જોતાં રમતમાં ભળી જવાય છે. પણ હિંમત, શ્રદ્ધા, ધીરજ અને એકનિષ્ઠા, સતત જાગૃતિને પ્રયત્ન એટલા જરૂરના છે. બહારનાં હુમલાઓ જે દેખાય છે તેના મૂળ ભીતરમાં છે. દેખાય બહાર અને રમાડનાર અંદર એ ખૂબ વિચારવા જેવું છે. બહારનું તોફાન કાયમનું સાચું જોખમી, ભયંકર છે; હવે શું થશે ? એમ પ્રકૃતિઓ સમજાવે છે પણ તે સત્ય નથી. એ બધાનો આધાર મનની સમજ ઉપર છે. જાણે આપણે એનાથી પર છીએ. એમ કપના કરીને વાતાવરણને શાંત કરો. તમારા કરતાં અનેકગણી ઉપાધિઓ-પરાધીનતામાં અનેક માનવ સબડે છે, પીસાય છે. આર્થિક, શારીરિક, કૌટુંબિક કષ્ટમાં જલી રહ્યા છે. એ દષ્ટિએ તમે તમને જોશે કે પ્રભુની કેટલી દયા છે કે તમે ધારો તે પરમાત્માના ચરણે જીવન ધરી અમૂલ્ય વસ્તુ મેળવી શકે એવી તક તમને સાંપડી છે. દેખાતા વિદનો તે છ-નમાલા છે. તમારો માર્ગ એ લેકેને ન રુચે તે તે સંભવિત છે. ૪ x x
દઃ ભિક્ષુ 5 - ૨
મોરબી,
તા. ૧૬-૨-૫૩ ૦ ૦ ૦ તમને ત્યાં અવકાશ, અનુકૂળતા છે તે જે છે તેને લાભ લેવો. જે થાય તે થવા દેવું. પ્રારબ્ધની બાજી માણસ ફેરવી શકતો નથી એટલે ત્યાં હુષ-શેકને અવકાશ નથી. હર્ષ-શેકના સંગમાં એવા પ્રસંગમાં સમત્વ, સમભાવ રાખી શકાય એવી ટેવ પાડવી અને મનનું સમતોલપણું રહે એ જ પુરુષાર્થ. ત્યાં જ સમજણની કટી. પરીક્ષાના પ્રસંગે મુમુક્ષુઓને વારંવાર આવે છે. જગતના લૌકિક વિદ્યાર્થીઓને બાર માસે પરીક્ષા આવે પણ મુમુક્ષુઓને વારંવાર આવે છે ને ડગલે ને પગલે તૈયાર રહેવું પડે એ જ સારો અભ્યાસ. શિક્ષક તે પાઠ ભણાવે પણ પરીક્ષા વખતે તે સ્વબુદ્ધિ, સ્વશકિત જ કામ આવે, એટલે પ્રારબ્ધ ફેરવવા ન મથવું. એ તો ફિલ્મમાં જે ચિત્ર જડાઈ ગયું તે જ નીકળવાનું એમાં ફેરફાર ન થાય. સારા નરસા, શુભ-અશુભ પ્રસંગે, ચો, બનાવો બને તેને સમભાવે દષ્ટારૂપ થઈ પસાર થવા દેવા અને એમાં લેપ ન લાગે તેની કાળજી રાખવા પ્રયત્ન સેવ. આ પણ અભ્યાસ છે. જે જે સાંભળ્યું છે, જાણ્યું છે, વાંચ્યું છે, તેને ઉપયોગ કરવો. સમજદારને વધુ મૂંઝવણ હોય છે એમ લોકોકિત છે. પણ એક દ્રષ્ટિએ મુંઝવણ નથી પણ હતી. વાંચન તો તમારી પાસે છે. વખત છે, જિજ્ઞાસા છે, અનુકુળતા છે એટલે એ બધાને લાભ લે. ઉપગ જાગૃત રાખશે. અનુભવોના-બનાવની નોંધ કરશે. ભાવ-પ્રતિક્રમણ હમેશાં કરતા રહેશે. આરોગ્ય ઉપર લક્ષ રાખશે. સમતોલપણું તન-મન અને વાણીનું જાળવશે. નામસ્મરણમાં પ્રમાદ ને કરશે. એ જ.
દઃ ભિક્ષુ ૨૩
સાયલા,
... ૧૪-૪-૫૩ ૦ ૦ ૦ હાલમાં બપોરે તાપ પડે ને સવારે ઠંડી પડે એવું વાતાવરણ છે. બાહ્ય તેમ આભ્યતર પણ એવું જ છે. અંતરમાં કોઈને શાંતિ, સુખ કે આરામ નથી. માત્ર ઉપરનો જ ભભકે, ખોટા ખર્ચા, ફેશનમાં લોકે જીવન વિતાવી સાધના પથે–પત્રની પગદંડી
૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org