________________
પૂગ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કુદરત એની અનુકૂળતા કરી આપશે. ભૂખ સાચી, તાલાવેલી સમજપૂર્વકની સાચી જોઈએ. જે છે તે ઠીક છે. જે કરે છે તે ઠીક કરે છે. એટલું સમજાયું એ ઘણું છે. વ્યાકુળતા ભલે હૈ, હેવી જ ઘટે. દક્ષિણ અંક આવ્યો તે સારો છે, લક્ષથી વાંચશો. શ્રીમની નવી આવૃત્તિમાં નવું ઘણું છે. જે તમે હમણું સમજ્યા છો તે સ્થૂલદર્શન કરતાં સૂક્ષ્મ વધુ ફળવાન છે. ભાવદર્શન તો ગમે ત્યાં કરી શકે. વધુ પ્રયત્ન પિતાના આત્માના દર્શન માટે કરશો તે અમારા દર્શન તમારામાં જ થઈ જશે. એ જ.
.
દઃ ભિક્ષુ
સાયલા,
તા. ૧૮-૧૧-૫૨ ( ૦ ૦ ૦ આજે જયંતીના દિન તરીકે લેકએ પ્રવૃત્તિ કરી છે. તમારું કલકત્તા જવાનું હાલ મુલતવી રહ્યું તે જાણ્યું અને મનની અશાંતિ પણ જાણી, અશાંતિના પ્રસંગમાં વાંચન ન કરવું, પણ જાપ કરો. જે નામને જાપ તમે કરતાં હો એ જાપ સતત કરો. બીજા વિષયમાંથી મનને ખેંચી લઈને પ્રભુસ્મરણમાં જોડવું, એ સર્વોત્તમ ઉપાય છે. આવી પડતી આપત્તિ, વિપત્તિઓ શેડો વખત તો માણસને ગભરાવી મૂકે અને પ્રકૃતિઓ મનનો કબજો લઈ લે પણ આ બધીયે સેટીઓ છે. અને કસોટી આ માર્ગમાં ચાલનારને થાય છે. એમાં જરાય નવાઈ નથી. જેમ જેમ પંથ કાપશે તેમ તેમ વધુ પણ કસોટીન પ્રસંગે આવે તેથી જરા પણ ગભરાવું નહિ, વિચલિત ન થવું. એ બધા પ્રસંગે માયાવી દશ્ય છે, ક્ષણિક છે. પણ જાણે હવે શું થશે એમ બીવડાવનારા હોય છે. આવા પ્રસંગે પણ ખૂબ શાંતિ, સમભાવ, અખૂટ ધીરજ અને શ્રદ્ધા રાખવા, શક્તિ ને સમજણનો ઉપગ કર. એ બધું પ્રભુના ચરણે ધરી દઈ તેને જાપ કરે એટલે એ વાદળા વિખરાઈ જશે અને તાજગી અનુભવશે. આવા પ્રસંગે જ વૈરાગ્ય પ્રાપ્તિના, ભજન વૃદ્ધિ કરવાના નિમિત્તરૂપ બને છે. વાંચન તો તમે ઠીક ઠીક કર્યું છે. હવે તે બધા વાદળા વિખરાઈને હૃદયાકાશ સ્વચ્છ ન થાય ત્યાં સુધી જપ યજ્ઞ શરૂ રાખશે. જેટલી નવરાશ મળે તેટલો વખત જ૫ જ કરશો. ચિંતાના, ઉપાધિના, વ્યાકુળતાના બધા પ્રસંગોને પ્રભુના ચરણારવિન્દ્રમાં મૂકી ભાર રે જેટલી શ્રદ્ધા ને ધીરજ પ્રગટાવશે. વિશ્વાસ રાખશે કે પરિણામ સારું આવશે. ચિંતા અને જપ કે ભજન બન્ને સાથે ન થાય. ચિંતા કરવાથી ચિંતા મટતી નથી, પણ બમણી પજવે છે. માટે જેમ પ્રભુની મરજી હોય તેમ થાય. એમ સમર્પણ કરીને “૩૪ ૨ ” નો જાપ કરશે. કેઈ વિરુદ્ધ હોય તેથી શું થયું? આખી દુનિયા વિરુદ્ધ હોય તે પણ એક મા નાથ પક્ષમાં હોય તે કશી અડચણ નથી. માટે.... જરાય પણ ભય કે શોકને ટકવા ન દે. એ બધી ભૂતાવળને આપણે જ સંઘરેલ છે. આ પ્રસંગે તે નિમિત્તમાત્ર છે. પજવનારા તો અંદર છે અને તે પણ તમે મારગ બદલ્યો એટલે તમને પાછા વાળવા, પાછા ઘસડી લાવવાના પેંતરા છે. કુટુંબમાં કેક ગૂંચાએલ તમને બતાવે છે કે પાછા વળે, નહિ તે ઘરના કલેષ દાવાનળ બની ભરખી ખાશે એ મતલબના વિચારો અંદરની પ્રકૃતિ દ્વારા થાય છે. પણ હવે પાછા વળવાનું ન હોય. આવા સમયે કેઈના ઉપર રોષ કે કેધ કે દ્વેષ જેવું જરા પણ ન થાય. અતિ શાંતિપૂર્વક મધુરભાવે જ વર્તવાનું છે. લડવાનું અંદર છે, દુશ્મને અંદર છે, બહાર કોઈ દુશમન નથી. એ તમારી સમજણને જાગૃત રાખશે. એ ભૂવતા, જાણો છે તેને ? વર્તનમાં મુકવાનો સમય આવી પહોંચે છે. પત્રની પહોંચ અને શાંતિ સમાચાર લખશો.
દ: ભિક્ષુ
૨ી
સાયલા, "
. ૨૪-૧૧-પર . ૦ ૦ ૦ પ્રાણીમાત્રને ત્રિદોષનો વ્યાધિ વળગ્યો છે. મિથ્યાત્વ, માયા ને નિયાણુ. એને ઉપાય, વિચાર-સમ્યક વિચાર એવા વિચારથી જ જંબૂ આઠ નવવધૂઓના મોહમાંથી બચ્ચા. શાલિભદ્ર જેવા વૈભવી પણ પ્રગાઢ માયાના બંધનથી છૂટયા એ જ
- જીવનઝાંખી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only