________________
પૂજ્ય ગુરુદેવ કવિવય ૫, નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
આપણે બનાવટીને સાચું માનવાની ભૂલ કરીએ છીએ. તેમાં ભળી જઈએ છીએ તેથી અણગમે પ્રગટે છે. પ્રાર્થનામાં પણ શાંતિ, પ્રસન્નતા અને નીરવતા યાચો અને પ્રગટાવવા મથે જગતના કોઈ ભાગને આપણે સુધારી શકીશું અને પછી શાંતિ લેશે એ આશા મૂકી દે. એક વાતમાં ખૂબ ઉપગ રાખો કે મારી સમીપે જ મારો નાથ, મારા બધા નાના - મોટા, અંદર ને બહારના ચરિત્રે જોઈ રહ્યો છે ને મને દોરી રહ્યો છે x x x માટે આનંદ જ આશ્રય લે. અંદરની પાશવ પ્રકતિને ખીલે બાંધવા પ્રભુને સહારો વૈર્ય ને શ્રધા રાખો. ઉતાવળ ન કરો તે બધું સાર થશે. સાધના ચાલુ રાખો.
દઃ ભિક્ષુ
૧૯
સાયલા,
તા. ૨૩-૯-૧૨ ૦ ૦ ૦ તમારો પત્ર મળે, બીના જાણી. આંગણુના બગીચાના પત્રપુષ્પોમાંથી ઠીક બોધપાઠ મેળવી રહ્યા છે. બોધપાઠ તે કુદરતે સર્વત્ર મૂકે છે. પણ માણસને આંખ કયાં છે? કુદરતની રચના, એમાં ભરેલ કૌશલ્ય, એને ગુપ્ત સંકેત, પ્રાણીમાત્રને વિકાસ કરવાની યોજના નો ઊંડાણથી વિચાર કરવામાં આવે તે આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું છે. તમે અંકુશની વાત લખી, બહારના નિમિત્તાની અપેક્ષા જણાવી તે બરાબર છે. એ નિમિ-તમાં પણ દયાળને હાથ છે. જેની જેટલી અનિવાર્ય જરૂર છે તેને તેટલી ગ્યતા પ્રમાણે મળી રહે છે. “વિવેક અને સાધના” વાંચ્યા પછી આ વસ્તુ સમજ્યા હશે. આ૫ણું અને અન્યના પરસ્પર વિકાસ સાથે સંબંધ છે. એટલે આપણી ભાવનાને વધુ વિશાળ બનાવવાની અપેક્ષા રહે છે. જીવ સ્વાર્થ સાધવાની સંકુચિતતામાં અટકી રહ્યો છે. પોતે વિસ્તૃત હોવા છતાં ક્ષુદ્ર બની રહ્યો છે. આ વાત જ્યારે પિતાની ઓળખાણું થાય ત્યારે વધુ સમજાય છે. વાતવાતમાં આશ્ચર્ય ને નવીનતા ભાસતી બંધ પડે છે. રાગ-દ્વેના તરગે સહજ શાંત થાય છે અને જે આજ સુધી દુર્ઘટ લાગે છે તે દુર્ઘટતા મટી જાય છે. એ ચીજ શોધવાને અવસર સાંપડે છે. સગવડ અને સાધનો પણ સાંપડયા છે અને તેનો માર્ગ પણ લાવે છે. ઉતાવળ કરવાની જરૂર નથી. જરૂર છે સાવચેતીનીઉપગની. એ માર્ગે જતાં આ વિધ્ર કણ નાખે છે? કયાંથી આવે છે? કેમ આવે છે? જરૂરના છે કે ફોગટના? એમ નિરીક્ષણ કરી ટાળવામાં સાવચેતીની ખૂબ જરૂર છે. જીવે તે તરફ લક્ષ જ આપ્યું નથી. સંસારનાં સામાન્ય વહેવારને જરૂરને ધારી એ તરફ વધુ લક્ષ અપાયું છે ને અમૂલ્ય વખત બધે એમ જ ગયો છે. માટે જાગૃતિની, ઉપગની ને સાવચેતીની જરૂર છે.
વાંચન-વિચારણાને માટે સત્સંગ-નવું જાણવા ને મેળવવા માટે તપ-શુદ્ધિ માટે અને પ્રાર્થના-પરમાત્માની
છક થવા માટે, એ લક્ષ જીવ ચૂકયે છે અને ખોટો આત્મસંતોષ માન્ય છે. એ લક્ષ ન ચૂકાય. વાંચ્યું છે એ વધુ વિચારાય અને શકિત સમય અનુસાર કરેલા નિશ્ચય વર્તનમાં મૂકાય તો એકતાર સંધાય. સાક્ષી તરીકે પિતાની જાતને છુટી પાડવામાં જરા વેગ વધે. તમે નિમિત્ત ઉપર ભાર આપે છે પણ પુસ્તકો નિમિત્ત છે. કારતની ચીજો બધી નિમિત્ત છે. તમને બોલ્યા જ કરે છે. જરા કાન આપે, એ હાફ નજર કરે. સૂયોદિ બધા ઉદય-અસ્તને દેખાડી રહ્યા છે. વસ્તુમાત્રના પર્યાયે પલટવા, નવાનું આગમન જૂનાને નાશ, આંખ ખોલી નાખે તેમ બતાવી રહ્યા છે. પણ એ નયનવાળા જ જોઈને સ્થગિત બની જાય છે. શાને મોહ? શાને ખેદ? કોને રડવું? કેને કહેવું? કાનો અફસોસ કરવો? ફિલમની પેઠે આખું જગત પિતાની ચર્ચા બતાવી રહ્યું છે. આપ તો જોવાની કેવી મજા આવે? પણ દૃષ્ટાને બદલે આપણે જ એમાં ભળીને ડૂબી જઈએ છીએ. એટલે મજા ઉડી જાય છે ને રાગ-દ્વેષના વેગમાં ઢપડાવું પડે છે. ઘણુ કાળની આ આદત, ટેવ, દષ્ટિ છે. એ ભૂલવણી છે. એમાં ભૂલાઈ જવાય છે. આને આપણે મેહનીય કર્મ કહીએ છીએ.... પણ આટલી વાત સમજાણી એટલે તેનું જોર ઓછું થાય છે. અને ઓછું થયું છે એટલે જ ક્ષધા, જિજ્ઞાસા ન થાય તેને ખેદ થાય છે. જિજ્ઞાસા જાગી છે, ભૂખ ઉઘડી છે તે
સાધના પથે–પત્રોની પગદંડી
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org