________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
માણસના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખતુ બધુ સૌ આત્માને લીધે છે. શરીર અને આભૂષણાની આત્માને લીધે કિંમત છે. આત્માનું અનિષ્ટ કરી જડ લક્ષ્મી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે. જેના હૃદયમાં પરમાત્માના સ્મરણુરૂપ દીપક ન તેનામાં અંધકારમાં પાશવી વાસનારૂપ ઘુવડ અને કાનકડી વસે છે. તેનુ જીવન સ્મશાન જેવું બિહામણું છે.
હૃદયમાં માણસાઈના દીવા પ્રગટાવો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થાડીવાર વામ લેતાં શીખો. પ્રવૃત્તિનું ચક્કર તેા હુંમેશા ચાલતું જ રહેવાનું. ત્યાં વ્યાપારની પ્રવૃત્તિ અને દેશમાં આવે ત્યારે નકામા વ્યવહારાની પ્રવૃત્તિ. એમાં કયાંય નિવૃત્તિને અવકાશ જ નથી મળતા. આમ જ જીવન વિતાવવું છે ? સાચે વિરામને હાવા, એની માજ શું નથી જ માણવાની? વારુ, તમે ચાલ્યા જાઓ છો તેના કયાંય છેડા છે? વિરામને, શાંતિના, આત્મનિરીક્ષણ માટેનેા કશુય લક્ષ છે? ફકત પેટ ભરવા માટે રાતદ્વિવસ વ્યવસાયમાં ઘાણીના એલની માફ્ક જોડાવુ અને પ્રજા વધારવી, તેના માટે ચિંતા સેવવી, તેના અર્થે અનેક વિટંબણાઓ વેઠવી અને છેવટે કશુ આત્મયન મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા જવું એ શું ખરાખર છે? જીવન શા માટે? આવ્યા શા માટે? કયાંથી આવ્યા ? પાછા ક્યાં જવાનું? સાથે શું શું આવવાનું? આપણે કેણુ? શું કરીએ છીએ? આ બધા આત્મસબંધી વિચારે નવરાશ મળે કરતા રહેશે.
તમારું શ્રેય તેમાં છે. બાકી તે આ બધાં દ્રશ્યો એક વખત નકામા થવાનાં છે.
હમેશા સત્સંગ, સાંચન કરતાં રહેવું. નવરાશ મળે તેા થડા વખત નેાળવેલ સુંધવા (સંસારનું ઝેર ઉતારવા) – વિરામ લેવા, શાંતિ સ્મથે આવી જવુ. અત્રે બધી સાનુકૂળતા છે. ....ભાઇએ તમારા માટે યથાશક્તિ તમારી સેવારૂપ ફરજ બજાવી છે. એમની યત્કિંચિત્ અલારૂપે સેવા કરશે. એએ સહૃદય, સજ્જન અને ધર્મપ્રિય છે. વળી સમજદાર છે. ટિએ તે। માનવમાત્રમાં હેય પણ શ્રેયા એ ગુણગ્રાહક થવુ. તમારા ઘરમાં સૌને પ્રભુસ્મરણનુ કહેશે.
6 : ભિક્ષુ
૧૮
સાયલા, તા. ૮-૯-પર
૦ ૦ ૦ ઉઘડેલા ચક્ષુવાળાને તે સર્વત્ર મેધપાઠા નજરે પડે છે. કુદરત એવી ચેાજના કરી છે કે વિચારવાન વ્યક્તિ પગલે પગલે ખેાધ મેળવી શકે, વૈરાગ્ય પ્રગટાવી શકે × × × કુદરત મૂંગા મૂંગા ઉપદેશ કરે છે પણ કાનને બહેરા અને માત્ર ચ ચક્ષુવાળા નથી સાંભળી શકતુ કે નથી દેખી શકતા. દ્વિવ્યદ્રષ્ટિવાળા યથાર્થ જોઈ શકે છે.
પરમાત્માના પંથે ચાલનારાં, પ્રતિકૂળ સચેગે વધુ પસદ કરે છે. કેમ કે એમાં વધુ જાગૃતિ રહે છે. અનુકૂળ ગામાં પ્રમાદ થવાનેા સભવ રહે છે. ભકત તા માને છે કે અનુકૂળ કે પ્રતિકૂળ બન્ને તેની માકલેલી જ ભેટે છે. એટલે જ હસ્તે મુખે સહન કરે છે. એ માર્ગ કઠણ છે. પ્રેયને માર્ગ જરાય કઠણ નથી, માત્ર એનું પરિણામ સારું નથી. જીવન કયાં અને કયારે પૂરું થવાનુ છે એ આપણા હાથના વિષય નથી. પરમાત્માના સ્મરણ ચિંતનના વાતાવરણ વચ્ચે ઉદાસીનતા, અણુગમા, બેચેનીને દૂર ફેકવી. જેતે સત્ર પરમાત્માનું રાજ્ય, એની કૃતિ દેખાય એને શેક શા માટે ? ફળિયાને બગીચા, તેમાં ખીલેલા પુષ્પા એ કેવા બ્ધિ સંદેશ આપે છે? × ૪ × કોઈને દોષ જોયા વિના સમભાવની સાધના કરી સહનશીલતાના પાઠાને છૂટયા કરે. અને એ શ્રેયના મગે ચાલતાં ચાલતાં અપાય તેટલી બીજાને શાંતિ આપે।. વિશ્વને પ્રેક્ષક તરીકે નિરખવાની ટેવ પાડો. ન ભળી જવાને અભ્યાસ કરે. જેમ આત્માના ઉપયાગથી, પ્રકૃતિને સાક્ષીભાવે જોવાની સાધના છે તેમ જગતના સર્વાં વ્યવહારમાં, દુનિયાના વિવિધ ભજવાતા નાટકમાં પણ તટસ્થતાથી, દૃષ્ટાભાવે રહેવાની ટેવ પાડે. કાઇ પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર, દ્વેષ, અણુગમે કે એવું અતરમાંથી ન નીકળી આવે, એ ન અભડાવે તેની કાળજી રાખવા જાગૃત રહેા તેા બધા કષ્ટ દુઃખઃ પ્રસ ંગે દુઃખ નહિ આપે.
જીવનઝાંખી
૨૨૮
Jain Education International
For Private Personal Use Only
www.jainel|brary.org