SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ રાત-દિન ઘેષણા કરે છે. પણ અજ્ઞાની એદરકારી જીવા સાંભળતાં નથી, ચેતતા નથી. સખળ થવાના, વિજય કરવાના સાધના ભૂમિકાના, ચેાગ્યતાના પ્રમાણમાં સર્વને આપ્યા છે. પણ મનુષ્ય તેના દુરૂપયાગ કરે છે. પાતાની જાતને અશકત, નિર્ભાગી માની બેઠા છે, એટલે વારવાર પરાજય થાય છે. પેાતાના અજ્ઞાનથી માર્ગ ભૂલ્યા છે. જે મેળવવું છે, જ્યાં વિજય કરવા છે, જ્યાંથી આગળ વધવું છે તેને ખ્યાલ નથી. અને જે પ્રારબ્ધવશ વસ્તુ છે તેમાં રાતદ્દિન ગાથાં મારે છે, ભાગ્યને પલટાવવા મથે છે. બહારથી જીવને વિજય દેખાય છે. અંદરના પરાજય જોઈ શકતા નથી. સાચી વસ્તુના ભાગે ખાટી વસ્તુ મેળવે છે, અને તેમાં રાચે છે. પરાજયમાં વિજય માનવાની મૂર્ખતા કરે છે. દુશ્મનેા આ પ્રાણીની કળને પીછાણી ગયા છે. ધાર નિદ્રામાં ઘર જાય છે તેનું ભાન નથી, ખબર નથી. દુશ્મનને ઓળખવામાં આખી દુનિયા ભૂલી છે. પરાજય થતા આવે છે તેમાં વિજય દેખે છે. અમૂલ્ય સાધના અને અમૂલા સમય ધૂળ ભેગા કરવામાં ગુમાવે છે. પ્રતિક્ષણ મહાન અધકાર તરફ ધકેલાઇ રહ્યા છે તેને ખ્યાલ નથી. પોતાની શકિતના અવિશ્વાસ પેાતાને પરાજય કરાવે છે. પેાતાના ઘરમાં રાખી પાયેલા અસુરે પોતાનું અહિત કરે છે. મનુષ્યે એકવાર પેાતાની જાતને આળખવી જરૂરી છે. પેાતાને આળખનાર પેાતા સાથે રહેનારને જાણી શકે છે. યુધ્ધમાં સર્વોત્તમ મળવાન સ શકિતમાનને સહારે લેવા એ શ્રેષ્ઠ ઉપાય છે. હું શું કરી શકું ? મારાથી શુ ખની શકે? એમ કાયર થનાર ખમણી હાર ખાય છે. હું પ્રભુનું બાળક છુ. મને તેની જરૂર મદદ મળવાની છે, એ એવા વિશ્વાસ કે મારું સારું' થવાનું છે. હું જરૂર જાગૃત રહી વિજય કરીશ એવા દૃઢ ભરેાસે, વિશ્વાસ અને સકલ્પ એ વિજયને ઉત્તમ ઉપાય છે. આ સ્થળે જ નવરાશ મળી એટલે લખાયુ છે. બસ એ જ. ભિક્ષુ લીમડી, ૧૦-૩-૫૧ ૦૦૦ પુરસદના અભાવે એક કાર્ડ ચિત્તચદ્રમુનિ પાસે લખાવેલ હતુ. પ્રકૃતિથી વિરુદ્ધ વાતાવરણમાં રહેવાના યાગ પ્રાપ્ત યયેા છે. સ ંમેલનનું કાર્ય ફાગણ શુક્ર સાતમ ને બુધવારથી શરૂ થશે. હું તે આ બધી ઝંઝટથી મુકત થવા ઇચ્છું છું. મારે મમત્વ રાખવાનુ કાંઈ કારણ નથી. એમાં પડવામાં સાર નથી. તેમ આપણું સુધાયું સુધરે તેમ નથી. કાળના પરિપાક વિના પુરુષાર્થ નિષ્ફળ જાય છે, એટલે સહજભાવે જોડાવુ ને સહજભાવે રહેવુ તેમાં શાંતિ જળવાય, નિલેપ રહેવાય × ×× પ્રકૃતિના નાટકો એવા જ હાય છે. જ્યાં સમજણુ હાય ત્યાં મમત્વ, આગ્રહ ને પકડને સ્થાન રહેતું નથી. કર્તવ્યક્ષેત્ર ભૂમિકા પરત્વે ભિન્ન (૨) હેાય છે. મનુષ્યમાત્રનું ક્ષેત્ર એકધારું નથી હતું. ષ્ટિ બદલાય, ભૂમિકા બદલાય તેમ કત્તવ્યમાં ફેરફાર થાય. એક સમયે જે કર્તવ્ય હોય તે સમય કયે ન રહે. નહિ તેા કાઇ, સગા-સ્નેહી, સ્વજનવને મૂકી ત્યાગમા જ ન લઈ શકે. પાંચ સમવાયમાં પુરુષાર્થ મુખ્ય છે. કર્મ કે બાકીના ચાર મનુષ્યને અજ્ઞાત છે. પુરુષાર્થ કરવાથી ચાર કેવા રૂપે છે તે સમજાય. પુરુષાર્થ કરતાં પરિણામ ન આવે ત્યારે પ્રારબ્ધના કે કાલના પરિપાકાદિને દોષ મુકાય. પુરુષાર્થ કરવામાં જ્ઞાનની તે જરૂર પડે છે. એમ સમજપૂર્વક કાર્ય કરવાને અધિકાર મનુષ્યના છે. પરિણામ મનુષ્યના હાથમાં નથી. માટે ડાહ્યા જને ફળ માટે વલેપાત નથી કરતા. અંતરની શુદ્ધિના પ્રમાણમાં પ્રશ્નાના ઉકેલ આપેાપ થાય છે. માટે મુમુક્ષુ વધુ ઝાક અંતરશુદ્ધિ તરફ રાખે છે અને તે જ ખરા પુરુષાર્થ છે. બાકી તા વ્યવહારીક પ્રયત્ન, ઉદ્યમ સ્વાર્થનું કાર્ય ગણાય. પ્રત્યેક કાર્યમાં ચાર સમવાય તે અનિવાર્ય સાથે જ હાય છે. તે તે ૬ : ભિક્ષુ ૧૬ સાધના – પથે પત્રાની પગદંડી ભાવનગર, તા. ૯-૭-૫૧ ૦૦૦ તમારા પત્ર મળ્યા. પિતાની સેવા કરવી, તેમને શાંતિ આપવી એ પુત્રને ધર્મ છે. ભવિષ્યની પ્રજામાં સેવાના સસ્કાર પડે તેમ વર્તન કરવુ. Jain Education International ૧૭ For Private Personal Use Only २२७ www.jairnel|brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy