________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હોય. મન સાંગને ઈરછેકરવા યોગ્ય કરે પણ છતાં તેને અહવૃત્તિ પકડી રાખે છે, ખેંચી રાખે છે. નીચેના હમલાને આધીન થઈ જાય. અવસર આવ્યે પ્રભુની કૃપા થાય તે અહંવૃત્તિના બંધન ઢીલા પડે. એમાં પ્રભુકૃપાની પણ જરૂર છે. એકલા પિતાના બળથી કે ઉપદેશથી અહંભાવ જતો નથી. પ્રાણીમાત્રને એ જ અટકાવી રાખે છે, ને નીકળે છતાં આ દર્દ છે એટલું ભાન રહે તો પણ ઘણું છે. તે લક્ષ ન હોય તો તેને પિષણ કર્યું જ જાય. અને પિોતાની જાતને મુકત ને મુમુક્ષુ માને એવું મોટા ભાગે બનતું હોય છે. કયાં કયાં, કેવા સ્થળમાં, કેવા સંજોગોમાં એ મિથ્યા હુંકાર ઊઠે છે તે ધ્યાન રાખવું અને તે પિતાની જાતને હંમેશાં અલગ, સ્વતંત્ર, તટસ્થ, દૃષ્ટા - સાક્ષીરૂપે જેવાને અભ્યાસ વધારે. એમાં અખૂટ શ્રદ્ધા અને અતૂટ ધીરજની જરૂર પડે છે.....
દઃ ભિક્ષુ
જોરાવરનગર,
તા. ૯-૭-૪૯ ૦ ૦ ૦ પ્રત્યેક કાર્યસિદ્ધિમાં ઉપદાન ને નિમિત્ત બનેની જરૂર પડે છે. પણ ઉપાદાન મુખ્ય છે, નિમિત્ત ગણ છે. પાંચ સમવાય પુરુષાર્થ, કાળ, સ્વભાવ, પ્રારબ્ધ ને નિયતિએ પાંચેની જરૂર પડે છે. એમાં એક ઓછું હોય તે કામ અટકે. જૈન સ્યાદવાદને માનનાર છે. અને ઈતર દર્શને પાંચમાંથી અમુકને માને છે. સાપેક્ષતા સત્ય છે. નિરપેક્ષતા એ માનવ માટે અસત્ય છે. નિરપેક્ષ એક પરમાત્મા હોઈ શકે. કેટલાક મોટે ભાગે નિરપેક્ષવાદ ‘આ આમ જ છે. એમ નિશ્ચય એક દષ્ટિને પકડીને કહે છે તે સત્ય છતાં અસત્યરૂપ બને છે. આ દશ્યમાન જડ-ચેતન્ય એક છે, અનેક છે. જડ છે, ચિતન્ય છે, છે, નથી, નિત્ય છે, અનિત્ય છે. સારા ને નઠારા, સુખકર ને દુઃખકર, આદિ અનાદિ એમ એક જ દ્રવ્યમાં લાભે છે. આ વાદ ખૂબ જાણવા જેવું છે. માનવની બધી ધારણું પાર પડતી નથી. એટલે જ કર્મયોગી કામ કર્યો જાય છે. ફળની આશા નથી રાખતા. માથે જે રાખનારને વારંવાર મુશ્કેલીઓ નડે છે. માટે જ ભકતજનો પ્રભુને ચરણે બધું સમપી દઈ હળવા થાય છે અને સુખે પ્રભુ ભજી શકે છે. આપણું કશું નથી. આપણે ધારીએ તેમ કરી શકીએ તેમ નથી તેમ રહેવાનું પણ આપણા હાથમાં નથી. પછી બે ઉપાડવાને-પકડી રાખવાનો મેહ શાને ? આપણું કરતાં તે વધુ સારું કરશે. પ્રકૃતિને આધીન માણસ જયાં ત્યાં ભૂલે કર્યા કરે છે. રસ્તો સૂઝે નહિ ને અડણમાં ચાલવું ફાવે નહિ. એના કરતાં તો તે કરાવે તેમ કરવું. તેને અર્પણ થવું, “ર્વ વાતું સર 11 ” હે દેવ! અમે તારે શરણે છીએ અને ખરેખર ભગવાનને શરણે જનારને “ગીતા”નું અભયવચન છે –“થોnક્ષેમ ત્રાળુટું” હું વહન કરીશ. જયાં રે છે ત્યાં અને જેવી રીતે રાખવા માગે ત્યાં રહેવું. વિશ્વાસ, શ્રદ્ધા, અચલતા ન ગુમાવવી, એમાં ઔર મઝા છે. એ જ ખરા વૈદ્ય છે, એનું નામ અમૃત છે, એ જ ખરી દવા છે. એને માર્ગ જ મંગલરૂપ છે. ઝાઝું ન આવડે તે નામસ્મરણ આવડે કે નહિ? બસ, સૂતાં-બેસતાં, ખાતાં-પીતાં, હાલતાં-ચાલતાં “સ્પં ાર વં રાર તૂહી તુંહી ? એના નામનો ઉરચાર દમબદમ થાય એવી ટેવ પાડવી. પછી એની મા જે. એ જ.
૧૫
મુંજપર,
તા. ૧૧-૧૧-૪૯ ૦ ૦ ૦ વિશ્વમાં જ્યાં નજર નાખો ત્યાં સર્વત્ર યુદ્ધનું દર્શન થશે. રાષ્ટ્રમાં, પ્રાંતમાં, ગામમાં યુધ, ઘરમાં નાના-મોટા યુદ્ધ, શરીરમાં યુદ્ધ, જતુમાં યુદ્ધ, પશુ-પક્ષીની સૃષ્ટિમાં યુદ્ધ, પરમાણમાં યુદ્ધ, પ્રકૃતિમાં યુદ્ધ, જ્યાં જુઓ ત્યાં સુધ. તેમાં નબળા, અશક્ત, દુર્બળનો મરો. તેને સદાવાનું, તેનું મૃત્યુ, તેને પરાજય ને, સબળ સશકત વિજય એમ સર્વત્ર દેખાશે. આ બધું કારણ છે. નબળા બનેલાને સબળ, સશકત બનવાને આ પ્રયોગ છે. કુદરત ઈચ્છે છે કે નબળાઈ તજે, પ્રમાદ, નિદ્રા, બેદ૨કારી ને આળસ છોડે. નહિ તે તમે દોરાઈ જશે. એ અવાજ
૨૨૬ Jain Education International
For Private & Personal Use Only
જીવનઝાંખું www.jainelibrary.org