SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ શરૂઆત મિત્રાથી જ થાય. જેમ સદવિચાર, સધ્યાનના બળે દષ્ટિ બદલાય તેમ જગત બદલાતું જશે, અને ત્યારે જીવનનું મૂલ્ય, સાધનનું મૂક સમયની કિંમત સમજાશે ને પરપદાર્થનો મોહ ઓછો થશે. એ પ્રમાણે આસક્તિ ઘટશે, માની લીધેલ સુખ-દુઃખની મૂંઝવણુ મટશે. પછી પ૨પદાર્થના જવા-આવવાથી, લાભ-અલાભથી તેનું ચોંકાવે એવું મહત્તવ નહિ રહે. પછી બનવાજોગ બને છે. ભાવિ મિથ્યા થતું નથી. એ માત્ર બેલારૂપ નહિ રહે, પણ વર્તાનરૂપ થશે. એ સ્થિતિ પ્રાપ્ત કરવા પહેલા ઘણી મુશ્કેલી, મૂંઝવણ, બેચેની રહેશે. પણ એથી જરાય ગભરાવું નહિ. શ્રદ્ધામાં પહાડસમા, નિશ્ચયમાં અડગતા સાથે ખૂબ ધીરજ રાખવી. સમભાવને સાથે (૨) કેળવતા રહેવું. ગમે તેવી કસોટીમાં ક્ષોભ કે કષાયને સ્થાન ન દેવું. તમારી કસોટી કરવા વારંવાર એવા પ્રસંગ આવી ખડા થશે. પણ તમારે એ ચેરેથી સજાગ, સતેજ રહેવું. એ જ ધ્યાન, એ જ ચિંતન, એ જ ઉપયોગ, એ જ લક્ષ્ય. xxx આવી સાધના માટે અંતરાવલેકન કરે. “ગીતામંથન” મશરુવાળાનું છે તે વાંચવા ગ્ય છે. ‘જીવન શોધન’ પણ એવો જ વિચારપ્રેરક ગ્રંથ તેનો જ લખેલ છે. તે અને મેળવીને વાંચવા ગ્ય છે. x x x ધીમે ધીમે ચડાય. વધુ માટે પુરુષાર્થ અને પ્રાર્થના ખૂબ શ્રદ્ધાપૂર્વક કરે. પ્રકાશ અનુભવશે, ઠંડકને અનુભવશે. વધુ શું લખું? સર્વ સામર્થ્યના કેન્દ્ર સમું નિજ આત્મસ્વરૂપ છે. ભાનને ત્યાં કેન્દ્રિત કરો. બસ, એ જ. ૬ : ભિક્ષુ મેરી , તા. ૧૯-૯-૪૮ ૦ ૦ ૦ જીવનને વિકાસ એ જ જીવનનું રહસ્ય છે. વિકાસને ઉપાય સુવિચાર. સદાચાર એ વિચારનું પરિણામ. સમય, શકિત, સાધન અને સમજણુને દુરુપયેાગ ન થાય તેવી કાળજી તે પણ વિચારથી ઉદ્ભવે છે. મૃતશીલ પદાર્થના અતિ અને હમેશના પરિચયથી આત્મા પણ મૃતશીલ જે પામર અને ભયગ્રસ્ત બન્યો છે. આત્મા પરના અધ્યાસે ક્ષણે ક્ષણે મરી રહ્યો છે, કે જે અમર અવિનાશી છે. પોતાના ભાનમાં આવનાર મૃત્યુને જીતી શકે છે. મૃત્યુને ભય જીતનાર બીજી કઈ ભયંકરતાથી પરાજિત બનતે નથી ને મૃત્યુ સુખદ બને છે. જીવન પછી મૃત્યુ અનિવાર્ય છે. કેમકે આવતા જીવનનો સંધિકાળ મૃત્યુ છે. હાનિ અનુભવીએ તે શેક અને લાભ અનુભવીએ તે હર્ષ. અને એક જ સિક્કાની બે બાજુ છે. જેને આપણે શેક માનીએ છીએ તે બીજાને હર્ષ બને છે. જેને આપણે હર્ષ માનીએ છીએ તે બીજાને શાક પણ બનતું હોય છે. પિતાના હર્ષ સમયે બીજાના શોકનું ભાન ન ગુમાવો. અને પોતાના શોક સમયે બીજાના હર્ષનું ભાન ન ગુમાવો. તે સ્થિતપ્રજ્ઞ છે, જ્ઞાની છે, જેનામાં અંદરનું બળ નથી તેના બીજા બળે કાંઈ કામના નથી. એ અંતરનું બળ પ્રાપ્ત કરવા માટે સદ્દવિચાર, સદાચ ૨, સ્થિરતા, સમતા અને તુલનાત્મક શક્તિ જોઈએ. ભગવાનથી વિમુખ અહંભાવમાં રમણ કરનાર આદમી અંતરબળને ગુમાવી બેસે છે. જ્યાં અહં છે ત્યાં ભગવાન નથી. વાંચશો, વિચારશો, ન સમજાય ત્યાં પૂછશે. સમજાય ત્યાં આચરજો. દઃ ભિક્ષુ ૧૩ સાયલા, તા. ૨૬-૪- ૯ ૦ ૦ ૦ જયાં સુધી સી.પીછાણ ન થાય ત્યાં સુધી અસતને છોડાતું નથી. પોતાની ઓળખાણ ન થાય ત્યાં સુધી પરાવલંબન, આસકિત છેડી છૂટતી જ નથી. પૂર્વને પુરુષાર્થ હોય, સુસંસ્કાર માટે પ્રયત્ન સેવ્યો હોય એવા જીવને જ એકાદ સામાન્ય નિમિત્ત મળતા બંધ થાય છે. અને પછી તજવા યોગ્ય તજે છે. ભજવા ગ્યને ભજે છે અને આચરવા ગ્યને પ્રેમથી આચરે છે. જરૂર માત્ર આત્મજાગૃતિની છે, અને તે પણ કમેક્રમે થાય છે. હૃદય સરળ સાધના પથે - પત્રોની પગદંડી Jain Education International For Private & Personal Use Only ૨૨૫ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy