________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
ભાવે છે. સમજાયું, જાણ્યું, શ્રવણ-મનન કર્યું તેને જીવનમાં શકિત પ્રમાણે ઉપયોગ કરો. જીવ માત્રને લાયકાત પ્રમાણે મળ્યું છે, મળે છે ને મળશે. લાયકાત વધારવી, અધિકાર વધારવા પ્રયત્ન સેવ. અન્યની ત્રુટીઓ, ભૂલે, ખામીઓ, અણસમજ તરફ વિશેષ ધ્યાન ન આપવું પણ પોતાની નિર્બલ બાજુ તરફ લક્ષ દેવું. બોલવામાં, શ્રવણ કરવામાં, જોવામાં અને ભોજન વ્યવહારમાં ખૂબ ઉપયોગ રાખો. હમેશાં રાત્રે ભાવ પ્રતિક્રમણમાં જાગૃતિ રાખવી. પ્રાર્થના લક્ષપૂર્વક હમેશાં કરવી. દષ્ટા કે સાક્ષી તરીકેનો અભ્યાસ વધાર. ભગવાનના ચરણે જનાર, તેને બધું સમર્પનાર માને છે કે બધું એનું છે. મારું કશું નથી, તે મમત્વ બધા સહેજે ઢીલા પડે છે.
त्वं देवमाप्तं शरणं प्रपद्ये, स देवदेवो हृदये ममास्तां ॥ એ ઉચ્ચાર જાપરૂપે કરવો, બેજે હળવે થશે. શાંતિ રહેશે, ચિંતા ટળી જશે અને કમેકમે દષ્ટામાંથી નિયંતા બનશે. પ્રકૃતિ પર કાબૂ આવશે. શ્રદ્ધા રાખજે. બસ, એજ.
દઃ ભિક્ષુ
૧૧
સાયલા,
તા. ૩-૭-૪૮ ૦ ૦ ૦ તમારે અંતરપ્રદેશમાં વહેતા અખટ અમૃતના ઝરણાને પ્રાપ્ત કરવા સતત પ્રયત્ન કરે ઘટે. એ રસના તમે સ્વતંત્ર માલિક છો, એ તમારે સ્વાધીન છે. એ મેળવ્યા પછી બહારના વરસાદની જરૂર નહિ પડે.
ચાંદની બહુ ખીલી રે અંતરેકમાં,
ઠંડકની જયાં લાગી રહી છે ઠાર જે; ઝરમર ઝરમર ઝરણું અમૃતનાં ઝરે,
તે સ્થળ વસતાં આનંદ પ્રગટે ઔર જે... ચાંદની, દશ્ય પ્રપંચે પરથી લક્ષ તજી દઈ,
બહિરભાવ તજી અંતર કરીએ પ્રવેશ જે; કારાગૃહથી મુકત બની સુખ માલીએ,
સદ્દગુરુને સખી એ સુણીયે ઉપદેશ જે. ચાંદની,
આ આખું પદ વિચારો. બહિર્ભાવ એટલે અહંતાભર્યું જીવન. જ્યારે ત્યારે એ અહંતાનો પડદે ચીચે જ છૂટકે છે, આરે છે. અહંતાની ઊંડી ખાઈ ઓળંગ્યા પછી જ અનંત વિસ્તૃત પ્રદેશમાં જવાય છે. અહંતાને લેપ એ મોક્ષને દરવાજે છે. અહંતા હોય ત્યાં સુધી પ્રકાશ, શાંતિ, સમાધિ નથી મળતી. કેમ કે અહંતાના ક્ષેત્ર ઉપર જ નીચેની આસુરી પ્રકૃતિનો પ્રવાહ વહ્યા કરે છે અને જીવનને વિકૃત, બેચેન, અસમાધિવાળું કરી મૂકે છે. એ અહંતાના પ્રદેશમાંથી બહાર નીકળવા, સમત્વને અભ્યાસ કરવાથી ધીરેધીરે અહંભાવ મળે પડી જાય છે, અને પછી અહંનું સ્થાન ત્યપુરુષ (અન્તરાત્મા) લે છે. ત્યારબાદ અંતરાત્મા પોતે જ સાચી સાધના કરી શકે છે, સત્યને પિછાણી શકે છે. પ્રકૃતિનું નિયંત્રણ કરી શકે એ જ વસ્તુને વસ્તુરૂપ એળખે, સાચે વિકાસ પ્રગતિ સાધી શકે, ભગવાનને ભેટે તે કરી શકે, વાસ્તવિક શ્રત તે સાંભળી શકે. અને ત્યારે આંતરચક્ષુ ખુલી જાય છે, નવી દિશા સૂઝે છે, બધું નવારૂપે દેખાય છે, સંબંધનાં અર્થ, શાસ્ત્રના ૨૭, જીવનની કિંમત ત્યારે જ જણાય છે. ટૂંકમાં, જૂનું જગત નવારૂપે, ખરા અર્થમાં પ્રતીત થાય છે. એ અહંતાને નાશ કરવામાં પ્રથમ ખૂબ તાલાવેલી, અખૂટ ધીરજ અને જાગૃતિની અપેક્ષા રહે છે. ઘષ્ટિના ગાઢ તિમિરમાંથી નીકળી મિત્રા, તારા, બલા ને દીપ્તા એ ચાર દષ્ટિને ઓળંગ્યા પછી સ્થિરામાં સમત્વને અનુભવ થાય છે. x x x દષ્ટિ પલટાય એટલી જ વાર લાગે.
૨૨૪
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org