SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવે વિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ. - જ જીવ રખડે છે, ફાંફાં માર્યા છે. તમને સર્વ પ્રકારની અનુકૂળતા છે. આ માર્ગ પ્રત્યે પિપાસા છે, ખંત છે માટે જરાયે નિરાશ ન થતાં અંતરદષ્ટિ માટે બહારના વ્યવહારો ગૌણ કરી છેડાય તેટલા છેડી દેવા, એ જ અભિલાષ. પ્રાર્થના, સ્મરણ, ધ્યાન, ધૂન માટે જાગૃત રહેશે. દઃ ભિક્ષુ જડેશ્વર, તા. ૨૩-૩-૪૭ ૦ ૦ ૦ સંસાર એટલે અનેક ઉપાધિઓની પરંપરાના મૂલો. એમાં બીજી આશા ન રખાય. જેટલું વાસનાનું રૂપાંતર, આસુરી બલની મંદતા, દિવ્યભાવની હાજરી એટલી શાંતિ સમાધિ રહે છે. પ્રતિકુળ હુમલાનો સામનો કરવા. વ્યવહારના વળમાં અડગતા, સ્થિરતા અનુભવવી એ જ સાચી સમજ અને શકિત ગણાય. પુસ્તકીયું કે અક્ષરજ્ઞાન ત્યાં કામ આવતું નથી. અનુભવ જ્ઞાન જ એને ઉકેલ કરે છે. ઈષ્ટના વિયોગ અને અનિષ્ટના સંગે વખતે આસુરી સૈન્ય આર્તધ્યાનને લેબાસ પહેરી ખડું થાય છે. અને મુમુક્ષવર્ગને શ્રુભિત કરી મૂકે છે. એવા સમયે સાવધ રહેવું. પ્રસન્નતા, સાવધાનતા, શ્રદ્ધા, અડગતા જાળવી રાખવા પ્રભુની મદદ, સહારો લેવો તે એનો ઉપાય છે. બધા પ્રકારની મુંઝવણ, પ્રતિકૂળતાઓ, વિધ્રો, નિરાશા અને બેચેની વખતે પૂર્ણ ઉપયોગપૂર્વક ભગવાનનું શરણ, તેમની પ્રાર્થના સર્વોત્તમ છે. ને સર્વભાવે સમર્પવામાં ઓર મઝા છે. પછી દુઃખ તે દુઃખરૂપે રહેતાં નથી. વિદ્મ સવ અલોપ થઈ જાય છે. એટલે દ્રષ્ટિમાં સુધારો થાય છે. માટે એ સર્વોત્તમ દવાનું પરેજી સાથે સેવન કરશે તે બધી ઉપાધિ શાંત થઈ જશે. એ જ. દઃ ભિક્ષુ મેરબી, તા. ૨૨-૭-૪૭ ૦ ૦ ૦ જ્યાં સુધી અંતરાત્મા જાગૃત થયે ન હોય ત્યાં સુધી બધો કારભાર મન પાસે છે. એ દ્વારા જ વહીવટ ચાલે છે. સીધે આત્મિક અંતરાત્મા સાથે સંબંધ નથી. મને ઊંચુંનીચું, દિવ્ય – અદિવ્ય, નિમ્ન - ઉર્વગામી હોઈ શકે. પણ એમની માલિકીથી જ આત્માનું સામ્રાજ્ય ચાલે છે એટલે તાપ કે ઠંડક મન જ અનુભવે છે. ઉપયોગ મનને જ છે. અને આજે માણસનું બુધ્યિાત્મક મન એ જ પડે છે. વેદન મન દ્વારા થાય છે. કલોરોફોમથી મન બેશુદ્ધ બને છે પછી શરીરને કાપવાથી મનને દુઃખ થતું નથી. મનના પરિણામે જ બંધ અને મુકત થવાય છે, એટલે તાપને રોકવામાં મનને જ બોધ જોઈએ. એથી જ રોકાય છે. ઘડતર પણ મનની દ્વારા જ થાય છે. હમેશાંની ઉચ્ચ ભાવના, સમ્યમ્ વિચાર એજ ઉપાય છે. મનને ઉચ્ચ પ્રદેશ, બુધિ, એ વાંચન – વિચારણા, સત શ્રવણ મનન દ્વારા જ નિર્મળ બને છે. પ્રેમભાવમાંથી પ્રગટેલી અર્પણતા પરપદાર્થ પર ઢળે અને રથલ સેવારૂપે પરિણમી જાય એ સ્થૂલ અર્પણતા ગણાય. સાચી અર્પણતા, પોતાનું ગણાતું સર્વસ્વ પ્રભુ ચરણે અપાય પછી પિતાનું કંઈ જ રહે નહિં. તેને ગ્ય વ્યાજબી જરૂર જેગો ઉપગ કરે તે પ્રભુના બનીને તેના અર્થ, પોતાના અથે નહિ. સ્પષ્ટ પાકું લક્ષ ન બંધાયું હોય ત્યાં સુધી ભાવના ભાવતાં અનેક સંકલ્પ વિકલ્પ જાગે અને સ્કૂલ વાણી વ્યાપારમાં પરિણમી જાય તે શક્ય છે. એ માટે લક્ષ, ધ્યેય ખૂબ વિચારપૂર્વક સ્પષ્ટ કરવાની અપેક્ષા રહે છે. ને તેમ છતાં ઉત્પન્ન થતી ઊમિએ, તરંગ, તોફાનેને ઉપગ રાખી વારંવાર શાંત કરવા ખસેડવા પ્રયત્ન કરવો જ પડે. અને ઘણાં અભ્યાસે એ બહાર ડોકા કાઢતાં શાંત થાય છે. એ ભૂતાવળ બધી આપણે જ બોલાવી, પિલી, સંઘરી છે. એટલે થડા અને ઢીલા પ્રયને સાધ્ય ન થાય. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવા પહેલા અંતરની અકળામણ થ ૨૨૨ જીવનઝાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy