________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
વાંચન, એવો જ સંગ એ બધા નિમિત્તે મદદગાર થાય છે. વાંચનથી વધુ વખત ચિતનમાં ગાળો. દીવાલ ઉપરના વચનામ વાંચતાં રહેશે. વિચારતાં હશે. વ્યવહારના બંધને ઢીલા કરશે. આસકિત ઘટે, સેવાભાવ વધે, વાણીવિચાર પર સંયમ રખાય તે વાત લક્ષમાં રાખશે. એગ બધા સારા છે. બીજાની અપેક્ષાએ ઘણું સ્વતંત્ર સુખી અને સાધનવાળા કુદરતે તમને બનાવ્યા છે. એ વિકાસને અર્થે બનાવ્યા છે, આત્મસાધનાના અર્થે જેલ છે. દયા, પ્રેમ, સેવા, ભકિતના રસો પ્રગટાવવા માટે એ ખૂબ લક્ષમાં રાખશે.
દઃ ભિક્ષુ
મોરબી,
તા. ૪-૧૨૪૫ ૦ ૦ ૦ આટલા સમાગમ પછી પણ માંદગી તમને ભયજનક લાગી તેથી આશ્ચર્ય થાય છે. ખરેખર! જડની સત્તા ભારે વિચિત્ર છે. તત્ત્વદષ્ટિએ જોતાં માંદગી એ તે પરમાત્માની સુરક્ષિત ગદ છે. જેમ બાળક માતાની ગોદમાં નિર્ભય હોય છે તેમ ભકતકરિના જી, પરમ શ્રદ્ધાળુ આત્માઓ માંદગીને પરમાત્માની ગોદ સમજી વધુ સ્વસ્થ અને શાન્ત બને છે.
પરમાત્માનો વિશેષ અને તાત્કાલીક અનુગ્રહ વરસે છે ત્યારે એવા ભકતકેટિના જીવને માંદગીનારૂપે સતત એકાંત આપે છે. શારીરિક ક્રિયા શાંત અને ત્યારે જ મન-પ્રાણુ ભગવાનની સાથે એકરૂપ બની શકે. અને એવી તક માંદગીમાં સહજ બને છે. પરંતુ આવી સ્થિતિ અનન્ય ભકિતપરાયણ જીવને જ પ્રાપ્ત થાય છે. બાકી જેનું જીવન પરમાત્મા સાથે જોડાયું નથી હોતું તે તે માંદગીને ભયંકર શાપરૂપે માની ભારે વ્યગ્રતા અનુભવતા હોય છે. ખરેખર ! એ પામર દશા જ ગણાય.
આ ઉપરથી એમ નથી સમજવાનું કે માણસે માંદા પડવું એ સારી વસ્તુ છે. માંદા પડવું અને માંદગી આવવી એ બેમાં ઘણે ફેર છે. એક માણસ અજ્ઞાનતાથી, મૂર્ખતાથી કેઈ શારીરિક ભૂલો કરે તો તેની શિક્ષારૂપે જરૂર એ માંદે પડે છે. લગભગ નવાણુ ટકા માંદગી એવા જ રૂપની હોય છે. એટલે એવી સ્થિતિમાં તો ધીરજપૂર્વક બાહ્ય ઉપચારો કરી શરીરને સમ-સ્થિતિમાં લાવવાને સમજુ માણસે પ્રયત્ન કરે જોઈએ એમાં જ ખરી સમજણ અને જ્ઞાનને ખરો ઉપયોગ છે. કોઈ પણ સ્થિતિમાં સમભાવ ન ગુમાવવો એમાં જ ખરી મહત્તા છે. ટૂંકમાં, મને પાકી શ્રદ્ધા છે કે હવે તમે તદ્દન સ્વસ્થ હશે. તમારું શરીર સારું ન હતું. તમે થીગડા મારીને આરોગ્ય રાખતા હતા તેથી વારંવાર તાવના દર્શન થતાં. ભક્તિના બળે આવ્યા ને રોકાયા પણ શરીર માંદગી માગતું હતું. તમે ઠેલતા હતા ને અને તેણે તેને ભાવ ભજવ્યો. તમે દેણું ચૂકવ્યું. મન દ્વારા પ્રભુસ્મરણ ચિંતન કર્યું જશે. દુઃખમાં પ્રભુભજન વધુ થાય. પ્રભુ વધુ ટુકડા રહે છે.
દઃ ભિક્ષુ
લીંબડી,
તા. ૨૬-૨-૪૬ ૦ ૦ ૦ આત્મકલ્યાણના પથમાં પ્રકૃતિના-સ્વભાવના પરિવર્તનને પ્રથમ સ્થાન છે. તે સિવાય એક ઈંચ પણ આગળ વધાતું નથી. પ્રકૃતિ પર સ્વામિત્વ-અંકુશ ત્યારે રહે કે આપણુથી તે ભિન્ન છે, એ મારા કરણું છે, સાધન છે. હું તે બધાને સ્વામી છું. એ ભાનમાં આવવા માટે સતત પ્રયત્ન સેવવો. એ જ ધ્યાન, એ જ લક્ષ, એ જ થેય, એ જ વિચાર, એ જ ચિંત્વન આત્માને પ્રકૃતિથી અલગ સમજવાને, અનુભવવાને મદદગાર થાય છે. અને ભિન્ન છે એ પ્રતીતિ જ પ્રકૃતિ પર સ્વામિત્વ કે અંકુશ રાખવા માટે ઉપયોગી થાય છે. એ ઉપગ જ હિતકર છે. આત્મજાગૃતિ માટે સતત પ્રયાસ, ધીરજ, શ્રદ્ધા અને તે વસ્તુ પ્રત્યે પ્રેમની જરૂર હોય છે. આત્મજાગૃતિના અભાવે જ સાધના પથે-પત્રોની પગદંડી
૨૨૧
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org