________________
પત્ર ગુરુદેવ વિવય પં. નાનuદ્રજી મહારાજ જન્મશતાહિદ
જીવાત્માને લાંબાકાળનો સ્વભાવ જ એવો છે કે જરૂર વિનાની બીના સ્મરણમાં રાખી લે છે અને તેને ભૂલતા નથી, પરંતુ આત્માનું અહિત કરનારી તમામ બાબતે ભૂલી જવી, સંભારવા જતાં ય સાંભરે નહિ એવા પ્રયત્ન સેવવા. જે જેવાના દશ્ય, શ્રવણમાં પડેલા શબ્દો અને વિચારને એક ક્ષણ પણ હૃદયમાં સ્થાન આપવા જેવા ન હોય તેને અંતઃકરણમાં જાય જ નહિ અને જાય છે કે નહિ એવું હૃદયને બનાવવું. અને આપણું સંસ્મરણે પવિત્ર, શુદ્ધ, અમૃત જેવાં બને એવી ટેવ પાડવી. જો કે તમે અગાઉ કરતાં ઠીક – ઠીક આગળ વધ્યા છે. તથાપિ મને એટલેથી સંતોષ નહિ થાય. આપણે તો ત્યાં સુધી જવાનું છે કે જે સ્થળે ક્ષણે ક્ષણે હર્ષ, શાક, ભય, ચિંતા અને આસકિતનાં મજા કે ભૂકંપ આવી રહ્યાં છે તે ડગાવી કે ચળાવી શકે નહિ.
સારાં-નરસાં બનાવો કે સંગથી લાગણીઓ ને ઉશ્કેરાય, સ્થિર મને તે દશ્ય નિહાળી શકીએ, તટસ્થપણે રહી શકીએ અને પ્રભુ ભજનથી ઉછળનો ધોધમાર પ્રવાહ હદયને અપૂર્વ શાંતિ આપે તેવા ભાવો પ્રગટાવવાના છે, માટે પ્રમાદી ન થશે હજુ પંથ ઘણું કાપ છે. જવાબદારી ને જોખમ પણ હવે જ શરૂ થાય છે. અત્યાર સુધી તો અજ્ઞાનતાના આચ્છાદાનથી નિર્ભય અને નફકરા હતા, પરંતુ કંઇક સમજાયા પછી જાગૃતિ માટે વધુ તૈયાર રહેવું જોઇશે. એવા પ્રકારના ઉપા, વાંચન પછી વિચાર, મનન અને આચરણની ટેવ, મન ઉપર સંયમ, વચન પર કાબૂ , કાયાને કસીને દુઃખદાયક આદતોથી અલગ રાખવી એ આપણું ધ્યેય છે.
સર્વત્ર વ્યાપી રહેલાં પરમાત્માને સમીપસ્થ સમજી તમામ જીવનનાં કાર્યો કરવાં. આધ્યાત્મિક વાંચન મનનની ટેવ ચાલુ રાખશે. કઈ રીતના વર્તનથી પ્રભુ પ્રસન્ન રહે, આત્મવિકાસ થાય, શાંતિપૂર્વક જીવન ગાળી શકાય એનો મક્કમ વિચાર કરી આચરણ માટે દઢ સંકલ્પ કરશે, જીવનને પવિત્ર બનાવશે. આત્મચિંતન, પ્રભુભજનમાં પ્રમાદ ન કરશે. યોગવાશિષ્ઠ ન વાંચ્યું હોય તે વાંચવાનું શરૂ કરશે હાલ એજ.
દઃ ભિક્ષુ
સરા,
તા. ૨૯-૧૧-૪૪ ૦ ૦ ૦ અમારી ભાવનાને ઝીલવાની તમારી આટલી આતુરતા જોઈ તમારા અધિકાર માટે ખૂબ સંતોષ થાય છે. જે કાંઈ વાંચન શ્રવણ કર્યું હોય છે તેને પચાવવાને હવે અણમોલ અવસર છે. જીવનના પ્રત્યેક પ્રસંગને વિચારવાની, તપાસવાની ટેવ પાડતા રહેશે.
અન્તરસ્થ દેવ અન્તર્યામી મહાપ્રભુ સોના અન્તઃ કરણમાં હાજરાહજુર બિરાજે છે. તેને આ દેશ ઝીલવા હમેશાં તત્પર બનશે. એ અંતરના ઊંડાણમાંથી જે કાંઈ સૂચના કરે તેને ત્રણ કરણ અને ત્રણ વેગથી વળગી રહેવામાં તમે જેટલા સફળ થશો તેટલી આધ્યાત્મિક શાંતિ જરૂર અનુભવાશે.
દઃ ભિક્ષુ
વાંકાનેર,
તા. ૩-૭-૪૫ ૦ ૦ ૦ પ્રેમીજનેની એવી જ હાલત હોય છે. ચીનગારી લાગી જાય એવા પવિત્ર અને ગ્ય હદય હોય ત્યાં જ એ લાગે છે. બાકી ઘણાય હૃદયે કેરાધાકર જેવા હોય છે. તમારી ભાવના અંતરની તાલાવેલી જ તમને આગળ લઈ જશે. ઉચ્ચ ભાવના જ માર્ગ કાપવાનું ઓજાર છે. શુદ્ધિની ઐષધિ છે. જીવ એવી શુદ્ધ ભાવનાના અભાવે જ રખ છે. સમજ કે ભાવ વિનાની કિયા તે કરોડો કરી પણ હૃદયને ભાવ- રસ ભળે નહિ. તમને ક્ષુધા, પિપાસા ઉઘડી છે એટલે જ એ વ્યથા અનુભવાય છે. જરૂર જાગૃતિની જ છે. અને એવી જાગૃતિ પણ જ્યારે ત્યારે થાય છે. પ્રભુ સન્મુખ થવાનો પ્રયાસ સતત રાખવો. એ જ ઉપગ, એ જ ચિંતન, એ જ લગની, એવા જ
૨૨૦
જીવનઝાંખી
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org