________________
પ; નાનકે મહારાજ જમશતાબિદડા
આત્મલક્ષી માનવતાનો સંદેશ આપતું
માનવતાનું મીઠું જગત”
સાત્ત્વિક સાહિત્ય પીરસતા આઠ ગ્રન્થ માનવતાનું મીઠું જગતઃ ભાગ ૧ તથા ૨જોઃ ત્રીજી આવૃત્તિ: પ્રવચનકાર – મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ “સંતશિષ્ય'. સંપાદકઃ - સંતબાલ: પ્રકાશક: શ્રી ભાઈલાલ મગનલાલ વકીલ, મંત્રી : શ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય, લીંબડી (સૌરાષ્ટ્ર).
સમાજમાં જીવનનાં મૂલ્યોનું અત્યારે જાણે-અજાણે સારું એવું પરિવર્તન થઈ રહ્યું છે. સંપત્તિ અને સંપત્તિની સૃષ્ટિની આજે જાણે બોલબાલા દેખાય છે. મૂલ્ય-પરિવર્તનનો આ ઝેક સાચી દિશામાં છે કે કેમ એ ગંભીર અભ્યાસને વિષય છે. જાણીતા જૈન મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનાં વ્યાખ્યાનોના આ સંગ્રહમાં જીવનનાં આ મૂલ્યને સ્પર્શતા વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. જીવનનું રહસ્ય, મનુષ્યની સુખની શેધ, શક્તિનું મૂળ, અહિંસા, સ્વધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, યુગધર્મ, સેવાનો પથ વગેરે બાબતોની છણાવટ કરીને મુનિશ્રીએ આ ભૌતિક જગતમાં જ દિવ્યતા પ્રગટાવવાને, અહીં આ ધરતી પર જ સ્વર્ગને સર્જાવવાને સંદેશે આ ગ્રંથમાં આવે છે. ટૂંકમાં કહીએ તે આત્મલક્ષી માનવતાનું એટલે કે સ્થૂલ અને સૂમને આવરી લેતી સાચી અને અખંડિત આધ્યાત્મિકતાનું સ્વરૂપ તેમણે અહીં સમજાવ્યું છે અને તે પણ સામાન્ય માણસે સમજી શકે તેવી શૈલીમાં.
આ પુસ્તકની અન્ય વિશિષ્ટતા એ છે કે મુનિશ્રી જેનેના એક ફિરકાના સ્થાનકવાસી સંપ્રદાયના હોવા છતાં તેમનાં આ વ્યાખ્યાનોમાં સંકુચિત સાંપ્રદાયિકતા કે એકાંગી દૃષ્ટિને અભાવ છે, જે વસ્તુ પુસ્તકનું મૂલ્ય વધારી મૂકે છે.
આ વ્યાખ્યાનનું સંપાદન પણ યોગ્ય અધિકારીના હસ્તે શ્રી સંતબાલજીના હસ્તે થયું છે. પરિણામે વિષયની રજૂઆત સચોટ, સંગીન અને સુસંકલિત બની છે.
પ્રેરણાપીયૂષઃ સંપાદક - મુનિશ્રી નાનરાંદ્રજી મહારાજ ઃ પહેલી આવૃત્તિ: પ્રકાશક:- ઉપર મુજબ.
આત્માના ઊધ્વીકરણના હેતુને નજર સમક્ષ રાખીને સંપાદિત થયેલ ૧૧૨ પાનાના આ ગ્રંથમાં, મહર્ષિ અરવિંદ ઘોષના જીવનદર્શનની ડીક ઝાંખી કરાવતો “અધ્યાત્મ પથદર્શન' નામને લેખ પૂરાં ૪૫ પાના રોકી લે છે. તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી અને લેખક સ્વ. શ્રી સુશીલે, (સ્વ. છોટાલાલ પરીખે) અરવિંદના બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાંથી સાધકજીવનને ઉપયોગી થાય એવી સુંદર કંડિકાઓનું કરેલ આ સંકલન સાચા આધ્યાત્મિક જીવનની અભીસા સેવનારાઓ માટે ખરેખર માર્ગદર્શક બની રહે તેમ છે.
જ્યારે “પરમેશ્વરની હજુરમાં' એ શીર્ષક નીચેના લખાણમાં જાણીતા ચિંતક અને લેખક સ્વ. વાડીલાલ મોતીલાલ શાહે ભકિતયેગની દૃષ્ટિએ જેન તત્વજ્ઞાનનું નિરૂપણ કરેલ છે.
પુસ્તકનો પાછલો ભાગ સંસ્કૃત સુવાકયે, આગમ સુધાબિન્દુ અને વચનામૃતનો બનેલો છે.
ચિત્તવિદઃ પ્રેરક : મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ: સંપાદક તથા સેજક – ચિત્તઃ' આવૃતિ બીજી: પ્રકાશક: ઉપર મુજબ
મુનિશ્રી નાનચંદ્રજી મહારાજના સુશિષ્ય શ્રી ચુનીલાલજી મહારાજ દ્વારા સંપાદિત આ સાત્વિક કાવ્યસંગ્રહું છે; જેના પહેલા વિભાગમાં “જીવન:તિ” માં કવિ શ્રી વલભજી ભાણજી મહેતાના એક મેટા કાવ્યમાંથી ચૂંટી ૧૧૨ કિરણો રજૂ કરવામાં આવેલ છે. જેમાં કર્મવેગ, ભકિતયોગ અને જ્ઞાનયોગનું નિરૂપણુ જોવા મળે છે.
સાહિત્યની નજરે
૨૧૭ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only