________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથડે
જ્યારે “રસમાધુકરી” વિભાગમાં કવિ “બેટાદકરની હદયંગમ કાવ્યસૃષ્ટિનો રસાસ્વાદ કરાવવામાં આવ્યું છે. કવિનાં પાંચ કાવ્યસંગ્રહોમાંથી અહીં ૩૧ કાવ્યે આપવામાં આવેલ છે; તે “ પદ-પુ–મંજરી” નામક છેલ્લા વિભાગમાં નાનાલાલ, કલાપિ, મણિલાલ નભુભાઈ, નરસિંહરાવ, ત્રિભુવન વ્યાસ, સંતબાલ, સુશીલ વગેરેની ૮૧ કાવ્યકૃતિઓ જેવા મળે છે. આ સંપાદનની પાછળ જીવન-માંગલ્યની વિશિષ્ટ દૃષ્ટિ તરી આવે છે.
પ્રાર્થનામંદિરઃ સંપાદક : મુનિશ્રી નાનચંદજી મહારાજ સંતશિષ્ય: પ્રકાશક ઉપર મુજબ આવૃત્તિ ચૌદમી.
પ્રાર્થના-સંગ્રહના આ પુસ્તકની આ ચૌદમી આવૃત્તિ એની લોકપ્રિયતાને પ્રબળ પુરા આપી જાય છે. પ્રાર્થના એ, ભજન અને ધૂનોને ખરેખર આ એક સુંદર સંગ્રહ છે. જેમાં સંપાદકની પોતાની સરસ કૃતિઓ ઉપરાંત સુપ્રસિદ્ધ સંતો, ભકત વગેરેની વિખ્યાત રચનાઓ ઝવવામાં આવી છે.
“સિદ્ધિનાં પાન”: પદ્યકર્તા શ્રીમદ રાજચંદ્ર વિવેચક - સંતબાલઃ પ્રકાશક ઉપર મુજબ, પહેલી આવૃત્તિ.
પ્રખર આત્માથી, “મોક્ષમાળા' નામના પ્રસિદ્ધ જૈન ગ્રંથન કર્તા અને ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રના નામથી ભાગ્યે જ કે ઈ અજાણ હોય. જેન આગમના સુપ્રસિદ્ધ ચૌદ જીવસ્થાનકે-મોક્ષસીડીનાં ક્રમિક પગથિયાંઓના ખ્યાલ પર રચાયેલ શ્રીમદ્ રાજચંદ્રના “અપૂર્વ અવસર નામક બહુ જાણીતા આધ્યાત્મિક પદ પરના આ ગ્રંથના કર્તા જેને ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવા આધ્યાત્મિક જગતના આલેશાન મંદિરના કળાનમૂના તરીકે ગણે છે. તે કાવ્યનું અહીં અધિકારીના હસ્તે વિદ્વતાભર્યું વિવેચન કરવામાં આવ્યું છે. માત્ર ૮ પંકિતઓ પરનું આ વિવેચન ૨૧૫ પૃષ્ઠ પર પથરાયેલું છે, એ વસ્તુવિવેચકે વિષયને ન્યાય આપવા કેટલી નિષ્ઠાપૂર્વકનો પુરુષાર્થ કર્યો છે તે કહી જાય છે.
મુમુક્ષુઓ માટે આ વિવેચનગ્રંથ કિંમતી વાંચન પૂરું પાડે છે.
ક
ભકિત સુધારસઃ સંપાદકઃ- “ચિત્ત': પ્રકાશક સ્વ૦ સૂરજબેન સંઘવી.
આ પુસ્તક કદમાં જે કે નાનકડું છે, પરંતુ એનું મૂલ્ય એની ગુણવત્તામાં છે. સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ કૃત “પરમેશ્વરની હજૂરમાં’ નામક લખાણમાં અંતરાતમા અને પરમાત્મા વચ્ચેનો કાપનિક સંવાદ આવે છે. તે
અભીપ્સા” નામક લેખ જગન્નિયંતા પ્રત્યેની આત્માની આ રજુ - પ્રાર્થના સમો છે. આ ઉપરાંત આગમસુધાબિન્દ, સંસ્કૃત સુવાકર્યો અને બોધવચનો અહીં વેરાયેલાં પડયાં છે.
સંસ્કૃત કાવ્યાનંદ – સંગ્રહકર્તા :- મુનિશ્રી નાનચંદ્રજીસ્વામી પ્રકાશક :- શ્રી અજરામર જૈન વિદ્યાશાળા, લીંબડી: પહેલો ભાગ.
આ નાનકડી પુસ્તિકા ૩૭૧ સુંદર અને પ્રસિધ કોની બનેલી છે.
સંસ્કૃત કાવ્યાનંદઃ ભાગ ૨-૩, પ્રબળ પ્રભાકરઃ સંગ્રહકર્તા મુનિશ્રી નાનચંદ્રજીસ્વામી પ્રકાશક ઉપર મુજબ.
આ પુસ્તિકામાં પણ સંસ્કૃત ગ્રંથ જેવાં કે ગીતા, વિચૂડામણિ, જ્ઞાનાર્ણવ, હૃદયપ્રદીપ, વિચારપ્રદીપ, ગરુડપુરાણ વગેરેમાંથી ખાસ ચૂંટવામાં આવેલ શ્લોકો, વિવિધ વિષય પરનો બોધદાયક સુભાષિત સંચય ઈત્યાદિ સાહિત્ય સામગ્રી આપવામાં આવી છે.
કા. હે. વકીલ
૨૧૮
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org