________________
}પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનસજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
સદગુણને દુર્ગુણ તણું, ભર્યા ઘણાં ભંડાર ગુણગ્રાહકને ગુણ મળે છે, અવગુણીને અંગાર રે.. ગુણગ્રાહક જે દૃષ્ટિથી દેખીએ તેવું ત્યાં દેખાય; સમદષ્ટિને સરખું લાગે, વાંકુ વિષમે જણાય રે.... ગુણગ્રાહક ”
“જિનવરના મારગડામાંય, જીવનને જોડીએ; રૂડું હૃદય બને જ્યાં રસાળ, ત્યાં ચિત્તને ચેડીએ ?”
“મહાવીરતણું ભકત એને માનવા રે,
પહેરે સત્યશીલના જે શણગાર .... મહાવીર સત્યાસત્ય સ્યાદવાદથી સમજે છે રે,
દિવ્ય દષ્ટિ વડે એહ દેખનાર .... મહાવીર નિભી મૃદુ હૃદય પ્રેમથી ભર્યા રે,
વિશ્વવસલ્યમય એહન વ્યવહાર ... મહાવીર ”
આ એક જ ધર્મ સ્વધર્મ ગમે તે ક્રિયા કે ધર્મ, ગમે તે શાસ્ત્રથી જે રાગ - શ્રેષનો રોગ ટળશે; “સંતશિષ્ય સંશય વિણ વીતરાગીઓને, મુકિતને મહાનંદ મળશે.”
તમે છો શોધમાં જેની, અનુભવીને ખબર એની મજા સમજ્યા વિના શેની, તમારું છે તમારામાં.”
વધર્મમાં મળી સાથે, લઈને જોખમે માથે હરે દુખ મિત્ર થઈ હાથે, જીવન તેનું સફળ જાણો.”
સુખરૂપ સ્વધર્મની સેવા, હા સુખરૂપ સ્વધર્મની સેવા, તીર્થંકર પદ એહથી પામ્યા, કૃષ્ણ યદુપતિ જેવા.”
ઉપલાં વિધાનને એમણે આચરીને અચરાવ્યાં. પરિણામે મહાવીર પરંપરા અને ગાંધી કાર્યવાહીના સુયોગે, જેને કહેવાતાં, શ્રાવક - શ્રાવિકાઓને યુગને પુટ મળ્યો અને નવાં શ્રાવક-શ્રાવિકાઓ, સેવક - સેવિકાઓ રૂપે ગાંધી કાર્યવાહીએ આપ્યાં. એટલે જ તેમણે આજના સમાજના અગ્રેસરને સમયસર ચેતવ્યા :
સમાજ આગેવાનોને ! શકિનવંત શ્રીમંત, સદુપયોગ કરી છે સાધનને; અમૂલ્ય આ અવસર છે, નથી ભરસે ઘડી પણ આ તનને. અપૂર્વ ફળ છે એમાં, આર્યધર્મની ઉજજવળતા કરવી; તન મન ધન અપને, પીડિતજનની પીડા પરહરવી. શકિત
ગુરુદેવની કાવ્યપ્રસાદી
' ૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org